ઈતિહાસ કલાકારો અને હસ્તીઓ

અમરજી દિવાન

Junagadh Mapજુનાગઢના એક સમય ના બાહોશ દિવાન એવા નાગર બ્રાહ્મણ અમરજી કુંવરજી નાણાવટી નો જન્મ ઇ.સ.૧૭૪૧ મા થયો હતો.૧૮ વર્ષની ઉમરે માંગરોળ થી જુનાગઢ આવ્યા.અને આરબોને માત કરવાનુ જુનાગઢ નવાબ નુ બિડુ ઝડપ્યુ.તેના કર્યો થી ખુશ થઇ નવાબે સેનાપતી અને ત્યારબાદ દિવાન બનાવ્યા.તેમણે વેરાવળ જિત્યુ અને ત્યારબાદ દલખણીયા,કુતીયાણા,સૂત્રાપાડા,દેવડા એમ ઉના સુધી વિજયો કર્યા.આમ અમરજીના ચોતરફી વિજય થી ગોંડલના ભાકુંભાજીએ જુનાગઢ નવાબની જ ગુપ્ત સંમતી થી ગાયકવાડની સેના સાથે જુનાગઢ પર ચડાઇ કરી,પણ તેમની હાર થઇ.સમય જતા જુનાગઢ નવાબને જ તેમના દિવાન ની ઇર્ષા થઇ પણ જુનાગઢ લશ્કર અમરજી ને વફાદાર હતુ.અને તેણે ઇ.સ.૧૭૬૭મા અમરજીના કુંટબીઓને કેદ કર્યા અને ૪૦હજાર કોરી નો દંડ કર્યો.દંડ ભરી કુંટુંબીઓને છોડાવી તેઓ જેતપુર(કાઠી)વસ્યા.

અમરજી વિના જુનાગઢ સેન્યએ લડવાનો ઇનકાર કર્યો.આથી અમરજી ને મનાવવા એક દુતને જેતપુર મોક્લ્યો,એ સમયે અમરજીને પોતાને ત્યા લઇ જવા કચ્છ અને સરાષ્ટ્રના ૨૮ રાજ્યો ના આમંત્રણ મળેલા પણ અમરજીએ જુનાગઢ નુ આમંત્રણ સ્વીકાર્યુ.નવાબ મહાબતખાન બાદ તેનો પુત્ર હામદખાન નવાબ બન્યો,દિવાન અમરજીએ ઝાલાવાડ જઇ ખંડણી વસુલ કરી,વંથલીનો કિલ્લો ફરી કબજે કર્યો,મોરબી ના વાઘજી ઠાકોરના કહેવાથી કચ્છના વાગડ પર કુચ કરી ત્યા પણ જીત થઇ.ઇ.સ. ૧૭૭૭ માં અમરેલીનો કિલ્લો તોડી પાડ્યો હતો.દીવાન અમરજી હિંદુ હોવા છતા તેના કાર્યો થી સૌરાષ્ટ્ર મુસ્લીમ સત્તા પ્રબળ બની. તેથી તેમને હરાવવા ઇ.સ.૧૭૮૨ મા રાજપુત રાજ્યોનો સંઘ રચાયો જેમા જામનગાર ,હળવદ,ગોંડલ,પોરબંદર,કોટડા,જેતપુર વગેરે મુખ્ય હતા,સામા પક્ષે જુનાગઢ ,બાંટવા,માંગરોળનો સંઘ રચાયો,તેના નેતા અમરજી હતા,અને બંન્ને સંઘની સેના જેતપુર પાસે પાંચપીપળીયા માં ભયંકર યુધ્ધ થયુ. તેમા અમરજી અજેય રહ્યા.આમ છતા તેમના કામો ને અવગણી ૬ માર્ચ ૧૭૮૪મા જુનાગઢ રાજમહેલમા કમ અક્ક્લ નવાબે જ દગાથી તેમનુ ખુન કરાવ્યુ. તેમણે સરાષ્ટ્રના ૧૩૪ રાજ્યો પાસેથી કર ખંડણી ઉઘરાવી જેમા જામનગર,ભાવનગર,ધાંગ્રધા,ગોંડલ,મોરબી,પોરબંદર જેવા મોટા રાજ્યોનો પણ સમાવેશ થતો.

દુહાઃ

બાબી બંધુકા હોંયદી,મેલા મૈયા મકરાણ
રધ્યનો નાગરણ અમરો,દુલો અમીરસે.
નાણાવટીમાં નીપજ્યો ,કળવંત નાગર કોઇ
દર્પની કીરપાએ હોય,અમરો અજાનમાહુ હે.