દુહા-છંદ

આહિરના એંધાણ

Ahir Old Men Group

“જાજા વેરી જોઈ ને કોઈ દી હૈયા માં ન પામે હાર,
લડવા માં પાછા ના હટે ઈ છે આહિર ના એંધાણ.
દી ઊગે ને દાન દીયે ને તબકે ઘી ની ધાર,
સૌ મેમાન ને સરખા ગણે ઈ છે આહિર ના એંધાણ.
મુખ થી જુઠુ કોઈ દી બોલે નહી ને નીરખે નહી પર નાર,
આતો રાજા નુ પણ રક્ષણ કરે ઈ છે આહિર ના એંધાણ.“

“આહિર કુળ અવની ફળે જો હમીર ન હોત હયાત,
તો તો દેવકીજી નો દીકરો ઓલા કંસ ને હાથે કપાત.
ગોકુળ કેરે ગુંદરે નો હોત આહિર નંદ,
તો તો વાસુદેવ ને દેવકીજી નુ ક્યાય ફુટત નહી ફરજંદ.“