કાઠી ઈતિહાસ

Sorath No Kathi

“સદા સૂર્ય પૂજક અને ઉજ્જવળવર આચાર
કહો કીરત કાઠી તણી જેણે કીધો કાઠીયાવાડ”

સૌરાષ્ટ્ર જૂના વખતમાં કાઠીયાવાડ તરીકે ઓળખાતું. પંજાબમાં એક કાળે વસતા કાઠીઓ 11 થી 13મી સદી દરમ્યાન સિંધમાંથી કચ્છમાં અને કચ્છમાંથી સૌરાષ્ટ્ર આવ્યા. કદાવર અને જોરૂકા ગણાતા કાઠીઓ ઘોડલા ઘુમાવતા ને હાથમાં હથિયારો રમાડતાં સૌ પ્રથમ થાનમાં આવ્યા. શ્રી પ્રધુમન ખાચર નોંધે છે કે એ બાબતે ગાયકવાડ અને મરાઠા રાજવીઓનાં લશ્કરો સૌરાષ્ટ્રમાં મુલકગીરી ઉઘરાવવા આવતા. ત્યારે સૌપ્રથમ કાઠીઓનો મુકાબલો કરવો પડતો. મરાઠાઓએ સૌરાષ્ટ્રના મધ્ય દક્ષિણ ભાગને કાઠેવાડ (કાઠીવાડ) કહયો. કાઠીવાડ એટલે કાઠીનો પ્રદેશ. તેના પરથી સમય જતાં આખા દ્રીપકલ્પનું નામ કાઠીયાવાડ પડ્યું. એ પછી 16મી સદીથી સૌરાષ્ટ્રમાં કાઠીઓની રાજસતા સ્થપાવા માંડી. આ કાઠી-દરબારોની આગવી અને અનોખી સંસ્ક્રુતિ છે. એમનાં લગ્નપ્રસંગો, હથિયાર-પડિયાર, અશ્વો, ઓરડાના શણગારો, ખાંભી, પાળિયા, એમનું ભાતીગળ ભરત અને મોતીકામ, એમની દિલાવરી, દાતારી, મહેમાનગતિ અને ખાનપાનમાં કાઠી સંસ્કાર અને સંસ્ક્રુતિ કિંમતી કણો ઝબકતાં જોવા મળે છે. મહેમાનોને માનપાન આપી એમની સરભરા કેમ કરવી એ કાઠીઓની કુનેહ ગણાય છે. એમની પથારી, પાગરણ, ઢોલિયા, રજાઈ, ગાદલાં, ગાલમસુરિયાં, ઓશીકાં અને જમવા જમાડવાની રસમ જ એવી હોય છે કે આવનાર મહેમાનના અંતરમાં આનદં ના રંગસાથિયા પુરાઈ જાય.

બપોરની વેળાએ ડાયરો ડેલીએથી જમવા ઊભો થાય. કાઠી-સંસ્કૃતિમાં જીલુભાઈ ખાચર નોધે છે કે ઓરડામાં આકળિયું નાખવામાં આવે. વાઘનખના પાયાવાળા પિતળના જડતર-ઘડતરવાળા બાજોઠ મૂકાઇ. પિતળની બશેરની પડઘી મૂકાઇ. જેની ફરતી ઝામરની પાદંડિયું હોય. પડઘી ઉપર કાંસાની તાસંળી મૂકાય. કાંસા નું વાસણ આરોગ્ય માટે ઉપકારક મનાયું છે. જમતા હોય ને દુશ્મનો આવી જાય તો પડઘીનો ઉપયોગ દુશ્મનને મારવામાં કામ લાગે. બળધુઈના દરબારગઢમાં બહારવટિયા મામદ જામને પડઘીથી પતાવી દીધેલો. જમતાં જમતાં પગને આરામ મળે એ માટે ઢીંચણયું પણ મુકાય. ઢીંચણયું વાપરવા પાછળ આયુર્વેદિક સમજ પણ સમાયેલી છે.જમતી વખતે ઢીંચણયું ડાબા પગના ઢીંચણ નીચે રાખો તો જમણી સૂર્યનાડી શરૂ થાય અને જમણી બાજુ મૂકો તો ચંદ્રનાડી શરૂ થાય. ઘન પદાર્થ જેમ કે દૂધપાક, બાસુંદી, લાડું, અરીહો આ મિસ્ટાન જમવામાં સૂર્યનાડીનો ઉપયોગ થાય જેથી બધું પચી જાય. ખાલી દૂધ, દહીં કે પ્રવાહી પીવામાં ચદ્રંનાડી શરૂ કરાય, જેથી પ્રવાહી હજમ થઈ જાય.

બપોરની વેળાએ ડાયરો ડેલીએથી જમવા ઊભો થાય. કાઠી-સંસ્કૃતિમાં જીલુભાઈ ખાચર નોધે છે કે ઓરડામાં આકળિયું નાખવામાં આવે. વાઘનખના પાયાવાળા પિતળના જડતર-ઘડતરવાળા બાજોઠ મૂકાઇ. પિતળની બશેરની પડઘી મૂકાઇ. જેની ફરતી ઝામરની પાદંડિયું હોય. પડઘી ઉપર કાંસાની તાસંળી મૂકાય. કાંસા નું વાસણ આરોગ્ય માટે ઉપકારક મનાયું છે. જમતા હોય ને દુશ્મનો આવી જાય તો પડઘીનો ઉપયોગ દુશ્મનને મારવામાં કામ લાગે. બળધુઈના દરબારગઢમાં બહારવટિયા મામદ જામને પડઘીથી પતાવી દીધેલો. જમતાં જમતાં પગને આરામ મળે એ માટે ઢીંચણયું પણ મુકાય. ઢીંચણયું વાપરવા પાછળ આયુર્વેદિક સમજ પણ સમાયેલી છે.જમતી વખતે ઢીંચણયું ડાબા પગના ઢીંચણ નીચે રાખો તો જમણી સૂર્યનાડી શરૂ થાય અને જમણી બાજુ મૂકો તો ચંદ્રનાડી શરૂ થાય. ઘન પદાર્થ જેમ કે દૂધપાક, બાસુંદી, લાડું, અરીહો આ મિસ્ટાન જમવામાં સૂર્યનાડીનો ઉપયોગ થાય જેથી બધું પચી જાય. ખાલી દૂધ, દહીં કે પ્રવાહી પીવામાં ચદ્રંનાડી શરૂ કરાય, જેથી પ્રવાહી હજમ થઈ જાય.

જમનાર મહમાનોની જમણી બાજુ એમની નજર સામે બધી જ વસ્તુઓ મુકવામાં આવે જેથી કોઈને માગતાં સંકોચ ન થાય. શેડકઢા દૂધનું બોઘરણું, દહીંનું તપેલું, બે શાક, તીખું અને ખાટું. સાથે મિષ્ટાન્ન, અથાણાં આવે. બાજોઠ ઉપર થાળ, થાળમાં રોટલા, રોટલી, ઘીની વાઢી, ખાડેંલાં મરચાં, મીઠું થાળમાં હોય, કાઠીના શાક થોડા મીઠાથી બનાવવામાં આવે. મહેમાનથી મીઠું મગાય નહીં. માગે તો રસોઈ બનાવનાર નું અપમાન ગણાય. આ ભોજન બાજરાના રોટલા વગર અધૂરું ગણાય. દરબારી રસોડે બનતા બાજરાના રોટલા માટે હોંશિલી કાઠીયાણીઓ વાળંદ કે કુંભારની સ્ત્રીઓ પાસે રસોડામાં કાટખુણે અગ્નિખૂણામાં કાળી માટી, રેતી, કુંવળ, ઢુંહા અને લાદના મિશ્રણવાળા ખાસ ચુલા નખાંવે છે. આ ચુલા માટે પણ કહેવત છે ‘ચુલા છીછરાં, આગવોણ ઊંડી એને બેડ બમણી.’ બેડ એટલે ચૂલાનો પાછળનો ભાગ. ઓરડામાં પંદર મહેમાન જમવા બેઠા હોય તોય બાજરાના રોટલા ગરમ ગરમ જ આવે. કાઠીયાણીઓ બાજરાના રોટલા ચડી જાય પછી એને ચુડાની બડે ઉપર ઊભા મૂકી દે. ચુલો ચાલતો હોય એટલે રોટલા ગરમ જ રહે અને ગરમ ગરમ જ પીરસાય. ચતુર કાઠીયાણીઓની આ કોઠાસૂઝ કહેવાય છે. એમના હાથે બનતા બાજરાના રોટલાની મીઠાશ પણ કંઈક અનોખા પ્રકારની હોય છે. જીલુભાઈ ખાચર એના વખાણ કે વર્ણન કરતાં થાકતાં નથી.

દરબારી રસોડે બનતાં બાજરાના રોટલા માટે કહેવાય છે કે સાત પાણીનો રોટલો અને એક પાણીનું શાક એ કાઠી ખાનપાનની મજા છે. શાક વઘારો પછી એક જ વાર પાણી નાખીને શેડવો એ ખુબ જ સ્વાદિષ્ટ બને. કાયમ બનાવતા હોય એને માપનો ખ્યાલ હોય જ. બાજરાના રોટલાને ઘડતા પહેલા કુંભારે બનાવેલી કથરોટમાં પાવલીભાર મીઠું ઓગાળે, પછી ટોયું લોટ નાખે, અને ચૂલે મુકેલું ગરમ પાણી કથરોટમાં નાખે, જેથી ‘વક્ર’ આવે પછી મહળવાનું શરૂ કરે. જેમ મહળાય એમ લોટ કઠણ થાય. પછી પાણીનો છટકારો આપે. ફરી વખત મહળે એમ સાત વખત પાણી આપે. પછી રોટલાને ટીપે. એક સરખો ગોળ ઘડાયા પછી ઝડપથી તાવડમાં એવી રીતે નાખે કે એમાં હવા ન રહે. હવા રહી જાય તો ભમરા પડે. આ ભમરા માટે કણબી પટેલોમાં કહેવાય છે કે દીકરી બાજરાના રોટલા ઘડતાં શીખતી હોય અને ભમરો પડે તો મા એને તરત જ સભંળાવે છે ‘આ ભમરાળો રોટલો તારો બાપ ખાશે પણ તારો હહરો નઈ ખાય.’ કઠીયાણી રોટલે સેડવે એ વખતે ચાકુથી, આંગળિયુંથી કે તાળાની પોલી ચાવીથી ભાત્ય પાડે છે અને મઈં ઘી ભરે છે. ત્રાંબિયા જેવો સેડવેલો ગાડાના પૈડા જેવો રોટલો ભાગંવાનું મન જ થાય તેવો મનોહર હોય છે. સામે પડયો હોય તો મોઢામાં પાણી આવવા માંડે છે. બાજરાના રોટલા સાથે રોટલી બાપલા, પરોઠા કે ભાખરી પણ બનાવે છે.

મહેમાનો જમવા બેસે એટલે વાળંદ પીરસવામાં હોય. સૌથી પહેલાં મિષ્ટાન્ન પીરસાય પછી શાક. કોઈ ખાટું શાક ખાતાં હોય તો કોઈ તીખું શાક ખાતાં હોય, કોઈ દહીં ખાતા હોય, કોઈ દૂધ ખાતાં હોય. કોઈ રોટલા જમતાં હોય, કોઈ રોટલી જમતાં હોય ઈ બધું મેમાનની નજર સામે હાજર હોય. શાક પીરસતાં પહેલાં, ઘીની વાઢીમાંથી ઘી પીરસાય પછી શાક પીરસાય અને ‘અબગાર’ કહે છે. અબગાર પરંપરારૂપે અપાય. કાઠી દરબારો રોટલા, રોટલી ઘીએ ચોપડતા નહીં. શાકમાં ઘી નાખે છે. શાકમાં ઘી અબગારરૂપે નાખવાથી મરચાં ઘીનું મારણ છે. શાકમાં ઘી ખાવાથી યાદદાસ્ત સારી રહે છે એવી એક માન્યતા છે. ઘી કેરીમાં ખવાય, દૂધપાકમાં ખવાય, ખીરમાં ખવાય, લાપસીમાં ખવાય. કાઠીઓ દૂધ, સાકર અને ચોખામાં ઘી ખાય છે. ઘીનું મારણ ઘુંગારેલું દહીં નું ઘોળવું ગણાય છે. ઘુંગારેલું એટલે દેવતાના જલતા કોલસા ઉપર ઘી નાખી ધુમાડો થાય એટલે તપેલું ઢાંકી દેવામાં આવે. પછી ધુમાડો અંદર હોય એમાં દહીંનું ઘોળવું નાખી દેવામાં આવે છે. વઘારેલા (શાક) અને ઘુંઘારેલા ભોજન તે આનું નામ. ઘુંઘારેલા દહીંના ઘોળવામાં ઘીના ધુમાડાની સુંગધ આવે છે. આ ઘોળવું પાચક ગણાય છે. જમ્યા પછી ઘુંગારેલું ઘોળવું એક તાસંળી પી જાવ તો ગમે તેવો ભારે ખોરાક પણ હજમ થઈ જાય છે. કાઠી જમવા બેસે ત્યારે થાળમાંનો રોટલો કે રોટલી ડાબા હાથે ભાંગી, જમણા હાથે જ જમે છે. કાઠીયાણીના હાથની રસોઈ જમવી એ પણ જીવનનો એક લ્હાવો ગણાય છે. કાઠી દરબારોના રોટલા, મિષ્ટાનો, જાતજાતનાં ને ભાતભાતનાં શાક, રાયતાં, અથાણાંના આગવાં ખાનપાનની રસપ્રદ વાત માંડીએ એ પહલાં કાઠીયાવાડની કાઠીયાણી સ્ત્રીઓના રસોડા ભણી પણ એક નજર નાખી લઈએ. શ્રી જીલુભાબાપુ એનું વર્ણન આ પ્રમાણે કરે છે.

દરબારગઢમાં ઓરડાની પાછળની ઓસરીમાં આઠથી બાર હાથ લાંબુંપહોળું રસોડું જોવા મળે છે. જેમાં બે બારણાં તથા જાળિયાં, ભીંત કબાટ, પાણીયારું, ચોકડી તેમ જ નાની પેડલી હોય છે. રસોડાની અંદર ઠામવાસણનો કબાટ તેમ જ જુના જમાનાનું ‘લોકફ્રિઝ’ એટલે મજુડું(માજુત) જેમાં રોટલા, ઘી, દહીં, શાક, માખણ, દૂધ-દહીંના ગોરહડાં મુકવામાં આવે છે. ઉંચા પાયાવાળો, અસલ બર્માટીક સાગનો ત્રણ થરા પાટિયા મારી નાનાં નાનાં ખાનાં કરેલાં હોય, જેથી બહારની હવા, તડકો, ટાઢ કે ભેજ લાગે નહીં. આવા મજૂસ એકેએક કાઠીઓના દરબારગઢમાં રહેતાં. રસોડામાં ભીંતકબાટમાં અથાણાંના બાટલા તથા તેલનાં કુડલાં રહતાં. કાઠીયાણી રસોડામાં, બાજરાના રોટલા ઘડવા બેસે તો રસોડા બહાર રોટલાના ટપાકાનો અવાજ ન સંભળાય તેની પૂરી કાળજી રાખે છે.

કાઠી સ્ત્રીઓ બાજરાના લીલછોયા રોટલા ઉપરાંત શ્રાવણ-ભાદરવા મહિનામાં મકાઈનો વિશિષ્ટ રોટલો બનાવે છે. આ રોટલો બનાવવા માટે કુણાકુણા મકાઈ ડોડા લઈ તેના દાણા કાઢીને વાટી નાખે છે અને તેમાં બાજરાનો લોટ મસળીને જે રોટલા બનાવે છે તેનો સ્વાદ તો રોટલો ખાનારને જીવનભર યાદ રહી જાય છે. કાઠીઓ બાજરાને ‘લાખાધાન’ કહે છે. એમ મનાય છે કે કચ્છનો લાખો ફૂલાણી શિકારે ગયેલો. જગંલમાં ભૂલો પડયો ત્યાં બાજરાના ડુંડાં ઊગેલા હતા. ભૂખ્યા ઘોડાએ બાજરો ખાધો અને શકિતશાળી બન્યા. એ બાજરો લાખા દ્વારા કચ્છમાં ને પછી કાઠીયાવાડમાં આવ્યો. લોકવાણીમાં એનો એક દૂહો પણ જાણીતો છે : બલિહારી તુજ બાજરા , જેના લાંબા પાન ; ઘોડા પાંખું આવિયું, બુઢા થયા જુવાન .

કાઠી દિવસમાં ત્રણ વાર ભોજન લે છે, સવારે ગરમ ગરમ રોટલા, દહીં અને ક્યારેક દૂધ જમે છે જેને શિરામણ કહે છે. બપોરના ભોજનમાં રોટલા, રોટલી, શાક, અથાણાં કે છાશ કે દૂધ લ્યે છે. રાત્રીના વાળુમાં દૂધ, કઢી, લાલ મરચાંની ચટણી અને ઘી હોય છે. શાક અને કઢીમાં ઘી નાખીને ખાવાનો રિવાજ છે. અત્યારે વાસણોમાં જર્મન સીલ્વર, કાંસુ , તાંબુ અને પિતળનો ઉપયોગ કરે છે. જૂના કાળે તેઓ રસોઈ માટે હાડંલા, જાકરિયા, પાટિયા, તાવડી ને માટીના વાટીયા વાપરતા. માટીના વાસણમાં રસોઈ ખુબજ સ્વાદીષ્ટ બનતી. ઇન્ડિયન ફૂડ ફેસ્ટીવલમાં મૂકી શકાય એવી કાઠી દરબારોની વિશિષ્ટ વાનગીઓ અને ખાનપાનની રસપ્રદ વાતો આજેય આપણને આશ્ચર્ય પમાડે છે.

કાઠી સમાજની વેબસાઈટ : www.kathi.in

Posted in ઈતિહાસ Tagged with: , , ,

આ પણ વાંચો...

1)    આપા દાન મહારાજ 2)    કનડા ડુંગરની ખાંભીઓ
3)    વત્સરાજ સોલંકી -વાછરા દાદા 4)    જેસાજી જેઠવા ડાડા ની શૌર્ય કથા
5)    વીર યોદ્ધા – નાથા મોઢવાડિયા 6)    રાણપુરની સતીઓ
7)    ઝાલાવાડ ની ખાનદાની 8)    શ્રી શીતળા માતાજી મંદિર -કાલાવડ
9)    મુળુ માણેક અને પાંચ પાળિયા 10)    વીર મોખડાજી ગોહિલ
11)    જગાવાળા અને સંગ્રામસિંહ 12)    આનાથી મોટી કઈ વાત હોઈ શકે!
13)    महर्षि कणाद 14)    જોગીદાસ ખુમાણની આબરૂ
15)    ઉંદસરવૈયા અને બાબરિયાવાડ પંથક 16)    આહીર જ્ઞાતિ ઈતિહાસ
17)    મોટપ 18)    ગોહિલવાડ
19)    ગુજરાતના-જોવાલાયક સ્થળોમાં -વાંકાનેર 20)    લીરબાઈ
21)    રબારી જાતિનો ઇતિહાસ 22)    શ્રી ચામુંડા માતાજી -ઉંચા કોટડા
23)    કલાપી તીર્થ સંગ્રહાલય 24)    વાંકાનેર
25)    ભા’ કુંભાજી – ગોંડલ 26)    બારાડી – લીલી નાઘેર પંથક
27)    ભૂપત બહારવટિયો 28)    બ્રહ્મભટ્ટ બારોટ
29)    ગોરખનાથ જન્મકથા 30)    મહેમાનગતિ
31)    હૈયા કેરાં હેતની સરવાણી 32)    આરઝી હકૂમત
33)    ઘેડ પંથક 34)    ગોંડલ રજવાડા ની રાજવી ગાડીઓ
35)    બારોટો ની વહી -ચોપડા 36)    ચારણ જ્ઞાતિનો ઇતિહાસ
37)    ગોરખનાથ 38)    ડુબી ગયેલ દ્વારકા
39)    સર પ્રભાશંકર પટ્ટણી 40)    સર પટ્ટણીનું જીવનઃ પ્રેરણાનો અખંડ સ્‍ત્રોત
41)    લોકમેળાની ગઈકાલ અને આજ 42)    ઓખા બંદર
43)    વિર ચાંપરાજ વાળા 44)    જનેતાના દૂધમાં ભાગ
45)    જુનાગઢને જાણો 46)    કથાનિધિ ગિરનાર
47)    સતી રાણકદેવી 48)    કહેવતો એટલે સત્યનો નીચોડ
49)    ભુલાઈ ગયેલી પત્ર લખવાની પરંપરા 50)    શ્રી રાણી માં શ્રી રૂડી માં
51)    જેસોજી-વેજોજી 52)    જનની જણ તો ભક્ત જણ જે
53)    જોગીદાસ ખુમાણ 54)    સત નો આધાર -સતાધાર
55)    હરસિદ્ધમાતા મંદિર -જામનગર 56)    હાલાજી મેરામણજી અજાણી
57)    મોડ૫૨નો કિલ્લો 58)    દેપાળદે
59)    આનું નામ તે ધણી 60)    મહેર શુરવીર શહીદ નાગાજણ સિસોદિયા
61)    રા’ખેંગાર વાવ જુનાગઢ 62)    જાંબુર ગીર
63)    ખોડીયારમાં નું પ્રાગટ્ય 64)    મુક્તાનંદ સ્વામી
65)    ઘોડાખરા હિંદુ પીર 66)    સૌરાષ્ટ્રની ઐતિહાસિક -અડી કડી વાવ
67)    ગિરનાર 68)    ત્રાગા ના પાળીયા
69)    નાથા ભાભા મોઢવાડિયા 70)    પીરમબેટ -ભાવનગર જીલ્લો
71)    ગિરનાર 72)    ઐતિહાસિક જીલ્લો -અમરેલી
73)    વિર દેવાયત બોદર 74)    રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી
75)    મેર જ્ઞાતિ 76)    માધવપુર ઘેડ
77)    અણનમ માથા 78)    કલાપી
79)    મહાભારત 80)    ચાલો તરણેતરના મેળે
81)    ઉપરકોટ કિલ્લો -જુનાગઢ 82)    તુલસીશ્યામ
83)    મણી(વાઘ) મંદિર -મોરબી 84)    પરબ ધામ -પરબ વાવડી, જુનાગઢ
85)    સૌરાષ્ટ્ર અથવા સોરઠ કે કાઠીયાવાડ 86)    સોમનાથ મંદિર
87)    સ્વામી ધર્મજીવનદાસજી અને ચૈતન્ય મંદિર 88)    જલા સો અલ્લા
89)    હમીરજી ગોહિલની વાત 90)    વીર યોધ્ધા હમીરજી ગોહિલ
91)    કનકાઇ માતાજી -ગીર 92)    મોંઘામૂલો માનવી -મેઘાણી
93)    અગ્નિકુળ રાજપૂતો નું જન્મ સ્થળ 94)    શહીદો ને કોટી કોટી વંદન
95)    લાઠી-તલવાર દાવ 96)    રાજકોટ અને લાઠી
97)    સંગીત કળા અને પ્રેમાનંદ સ્વામી 98)    રા’ ના રખોપા કરનાર
99)    વંશ ચિન્હ/રાજ્ય ચિન્હ Coat of Arms 100)    23 માર્ચ, શહીદ દિવસ