ઈતિહાસ મંદિરો - યાત્રા ધામ

કારૂંભા ડુંગર

Karubha Dungar

“નર વેધ જંગ માતંગ દેવ કીધો,
નો કુળી ગની કરમ કારૂંભે તે ચડયો,
ત્રે કુળી કે દિધો નામ,
સે જીવ વઠા કરમ બારમતી માય,
છ કુળી ખૂટી કાદવ મે પયાં તેંજી વગત કથઈ ગોરમામ.”

સૌરાષ્ટ્ર ની ધરતી પર ગામ કદમગીરી તાલુકો પાલીતાણા જિલ્લો ભાવનગર મા આવેલ આ કારૂંભા ડુંગર નૂં તિર્થધામ પણ મહેશપંથી ઓ માટે અતિ યાદગાર અનૅ પવીત્ર ધામ છે. ડુગંર ની અધ્ધવચ્ચે જૈનમદીંરો છે. અને ટોચ પર દહેરી છે.તે દહેરી ની અદંર માતંગદેવ, લુણંગદેવ, અને લખણઈદેવીના ડુગંર ના પથ્થર માં કોતરેલા પગલા છે.દહેરી પાસે જુના જમાનાનૂં આબંલી નુ ઝાડ ઉભુ છે. લખણઈદેવી એ ધરતી ઉપર જયા ઝાંઝર નો ઘા કર્યો હતો. ત્યા વાવ ચણવામા આવી હતી આજે પણ તે વાવ ઝાઝંરવાવ તરીકે ઓળખાય છે. આખુ ગામ ઝાઝંરવાવ નૂ પાણી પીએ છે. આ કારૂંભા ડુંગર ઉપર નરમેઘયજ્ઞ થયો. મુળ શાસ્ત્રીય નામ ‘નરવેદજંગ’ એમ કહેવામાં આવે છે. આ કારૂંભા ડુંગર ઉપર નવકોડી જીવોનો તારણ થવાનૂ હતું પંરતુ છકોડી જીવો શ્રી ધણીમાતંગદેવ ના વચનો પર વિશ્વાસન કરતા તે યજ્ઞમાંથી ઉઠી ને ચલ્યા ગયા આથી ત્રણકોડી જીવોનૂં જ તારણ થઈ શકયુ. આ નરમેઘયજ્ઞ માં અમર બલીદાન શ્રી ગાભરાવાડા નામના મેઘવાળે આપ્યુ. આ સિવાય બાર વસોંત્રી બાર જાતીના મેઘવાળો ભેગા થયા.અહી થીજ બારમતી ધમૅપંથ ની શરૂઆત થઈ. આ નરમેઘયજ્ઞ વૈશાખ સુદ ત્રીજ ના પવીત્ર દિવસે થયેલ આથી આ પ્રસંગ ની યાદ માં સૌ યાત્રીકો વૈશાખ સુદ ત્રીજ એટલે અખાત્રીજ ના દિવસે કારૂંભા ડુંગર ઉપર શ્રી માતંગ દેવ ને તિર્થયાત્રા કરવા જાય છે.

સૌજન્ય: mamaidev.gujaratiblogs.com

The featured image was randomly selected. It is an unlikely coincidence if it is related to the post.