આપા દાન મહારાજ (ચલાલા)
શૌર્ય ગીત

ક્ષત્રિય, તારો પડકાર

Kshatriyaશૌર્ય ગીત
ઊંચેરા ડૂંગરાને લીલુડી ધરતીમાં છે
ક્ષત્રિય, તારો પડકાર!

થનગનતું યૌવનને લાલધુમ આંખો
હણહણતા ધોડાને ઉરમાં ધબકાર
ધરાને ધ્રુજાવનાર હે દેશના લાલ!
લડવાનો આજ તારો અધિકાર!

બાહુમાં બળનો બુલંદ છે જુવાળ
પગોમાં જુજવાનો પડછંદ પોકાર
દેશની સીમા રક્ષવાને કાજ,
હે દેશના કિરતાર! તારો આવિષ્કાર!

વક્ષમાં છે ભાલ તારા હાથમાં તલવાર
અંતરમાં આત્મવિશ્વાસનો છલકે ફુહાર
શત્રુને પછાડનાર હે દેશના ધબકાર!
તારા પાણીને બતાવવાનો આ છે તહેવાર!