Gau Puja
ઈતિહાસ

ક્ષત્રિય

Kshatriyaક્ષત્રિય એ વર્ણાશ્રમ મુજબના ચાર વર્ણોમાંનો એક વર્ણ છે. તે વેદ અને મનુસ્મૃતિ માં દર્શાવ્યા મુજબ પારંપારીકવેદિક હિંદુ સમાજવ્યવસ્થામાં રાજકર્તા, યોદ્ધા અને રક્ષક તરીકેનું સ્થાન ધરાવે છે. શ્રી રામ , શ્રી કૃષ્ણ , શ્રી બુદ્ધ અનેશ્રી મહાવીર આ બધાજ ક્ષત્રિય હતા.

પ્રાચિન વેદિક કાળનાં પ્રારંભમાં, આ પદ વ્યક્તિના ગુણ, કર્મ અને સ્વભાવને અનુલક્ષી અને પ્રાપ્ત થતું હતું. શરૂઆતનાં વેદિક સાહિત્યમાં નોંધ મળે છે કે ત્યારે ક્ષત્રિય, બ્રાહ્મણ , વૈશ્ય અને શૂદ્ર એ રીતે વર્ણાનુક્રમ ગોઠવાયેલો હતો. ત્યારે વ્યક્તિગત કે પુરેપુરા સમાજોનું એક વર્ણમાંથી બીજા વર્ણમાં પ્રવિષ્ટ થવું તે સામાન્ય ઘટના ગણાતી, ત્યારનાં શાસકોની સેવાનાં ફળરૂપે ક્ષત્રિયવર્ણમાં પ્રવેશ મળવો તે મોટું ઇનામ ગણાતું. સમય જતાં આ પદ વંશાનુગત બની ગયું. આધુનિક સમયમાં, ક્ષત્રિયવર્ણ વિશાળ, ભિન્ન ભિન્ન સ્થિતીનાં જાતિ સમુહો દ્વારા બનેલ પરંતુ શાસનાધિકાર, જમીનદારી અને લડાયક સ્વભાવમાં લગભગ એકરૂપ એવો છે.

એવી કથા છે કે , ઇક્ષવાકુ કુળ સિવાયનાં ક્ષત્રિયોનો, તેમનાં દ્વારા કરાતા અત્યાચારોની સજારૂપે પરશુરામ દ્વારા નાશ થયેલો, કેટલાક વિદ્વાનોનું માનવું છે કે રૂષિઓ અને શાસકો વચ્ચે વર્ચસ્વ માટેનાં લાંબા સંઘર્ષ બાદ શાસકોની હાર થયેલ જેના ભાગરૂપ તેમનો સંહાર થયો. વેદિકકાળનાં અંત સમયે બ્રાહ્મણ વર્ણ વર્ચસ્વ ધરાવતો થયો અને ક્ષત્રિયો દ્વિતિય સ્થાને આવ્યા. ત્યારનાં મોટાભાગનાં ગ્રંથો જેવાકે મનુસ્મૃતિ અને અન્ય ધર્મશાસ્ત્રો બ્રાહ્મણોનો વિજય દર્શાવે છે, પરંતુ મહાકાવ્ય ગ્રંથો થોડી જુદીજ બાબત વર્ણવે છે અને તે એ માટે કે સામાજીક વાસ્તવિકતામાં શાસકવર્ગ સામાન્ય રીતે પ્રથમ સ્થાન પર રહેતો હશે. દેવતાઓનું લગાતાર રાજવી તરીકે (જેમકે વિષ્ણુ, કૃષ્ણ, રામ) દર્શાવવું આ બાબતને ઉજાગર કરે છે. મોટાભાગનાં હિંદુ ઇતિહાસમાં રાજ્યકર્તાઓના વિશેષાધિકાર અને પુજનિયતા સંબંધી વિસ્તૃત શૃંખલા જોવા મળે છે.

બૌદ્ધધર્મ નાં ઉદય સાથે, ક્ષત્રિયોએ ચતૃર્વર્ણમાં તેમનું પ્રથમ સ્થાન ફરી પ્રાપ્ત કરી લીધું. છેલ્લા મોર્ય સમ્રાટ બ્રહ્મદત્તની તેમનાં બ્રાહ્મણ સેનાપતી પુષ્યમિત્ર દ્વારા હત્યા બાદ, અને બૌદ્ધધર્મનાં ભારત માં વળતા પાણી થયા બાદ, પૂર્વ ભારતમાં ફરી બ્રાહ્મણોનું વર્ચસ્વ સ્થપાયું. જ્યારે પશ્ચિમ ભારત રાજપુતાના અને ઉજ્જૈન નાં પ્રતાપી રાજાઓને કારણે ક્ષત્રિયકુળોનું ગઢ રહ્યું, તે છેક ઇસ્લામિક આક્રમણો દરમ્યાન દિલ્હી માં ચૌહાણ વંશ નાં પતન સુધી કાયમ રહ્યું.

The featured image was randomly selected. It is an unlikely coincidence if it is related to the post.