ખોડિયાર મંદિર – ગળધરા

Khodiar Mata Temple Galadhraખોડિયાર માતાજીનું ગળધરા મંદિર અમરેલી જિલ્લા નાં ધારી ગામથી આશરે પાંચેક કિ.મી.નાં અંતરે શેત્રુંજી નદી ને કાંઠે ખુબજ પ્રભાવશાળી મંદિર આવેલુ છે. અહીં શેત્રુંજી નદી ની વચ્ચે ખુબ ઉંડો પાણીનો ધરો આવેલો છે. તેને ગળધરો અથવા કાળીપાટ ઘુનો પણ કહેવાય છે. ત્યાં ઘુનાની બાજુમાં ઊંચી ભેખડો ઉપર રાયણનાં ઝાડ નીચે આઈ શ્રી ખોડિયાર માતાજી સ્થાપનાં થયેલી છે. આ નદીને કિનારે હાલ મોટુ મંદિર બનાવવામાં આવ્યુ છે. તેમજ ત્યાં રહેવાની વ્યવસ્થા પણ છે. આ સ્થાનક પાસે શેત્રુંજી નદી ઉપર મોટો ડેમ બાંધવામાં આવેલ છે. જે ખોડિયાર ડેમ તરીકે સૌરાષ્ટ્ર ભરમાં ઓળખાય છે. આ ડેમનું પાણી આજુબાજુ ગામનાં ખેડુતોને ખેતીમાં સિંચાઈ તરીકે અપાય છે.

અમરેલી જીલ્‍લાની સૌથી મોટી નદી શેત્રુંજી છે. તે ગીરની ચાંચાંઇ ટેકરીમાંથી નીકળી ધારી ગામ પાસેથી વહે છે. તેના ઉપર ખોડિયાર ડેમ ૧૯૬૭ માં બાંધવામાં આવેલ છે અને તે ૩૨ મિલિયન ધનમિટર સંગ્રહશકિત ધરાવે છે.

૧૬,૬૭૫ ચો.એકર જમીન સિંચાઇ(પિયત) હેઠળ આવે છે. અમરેલી તાલુકાના ૨૪ ગામોને ખોડિયાર ડેમની નહેરોનો લાભ મળે છે. અમરેલી શહેરને પીવાનું પાણી પુરૂ પાડવામાં આવે છે.આ સ્‍થળે ગળધરા ખોડિયાર માતાજીનું સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે. તેની સામે નદીના કાળા પથ્‍થરોમાં પાણીનો ઝરો વહે છે. લાખો શ્રદ્ધાળુ લોકો અહીંની મુલાકાત લે છે.

જુનાગઢ નાં રાજા રા’નવઘણનાં માતા સોમલદેને ખોડિયાર માતાજી ઉપર ખુબજ શ્રધ્ધા હતી અને કહેવાય છેકે ખોડિયાર માતાજીનાં આશિર્વાદથી જ રા’નવઘણનો જન્મ થયો હતો. આમ જુનાગઢ રાજને ગાદીનો વારસ આપનાર ખોડિયાર માતાજીને ત્યારથી ચુડાસમા રાજપૂતો કુળદેવી તરીકે પુજવાનુ શરૂ કર્યુ હતું. રા’નવઘણ વારંવાર પોતાના રસાલા સાથે અહીં ગળધરા ખોડિયાર માતાજીએ દર્શન કરવા આવતો હતો. કહેવાય છે કે જયારે રા’નવઘણ તેની જીભની માનેલી બહેન જાસલ(જાહલ)ની વારે ચડ્યો ત્યારે તે અહીંથી પસાર થયો હતો અને તેનો ઘોડો આશરે ૨૦૦ ફુટ ઉપરથી નીચે નદીમાં પડ્યો ત્યારે ખોડિયાર માતાજીએ રક્ષા કરી હતી. જે સ્થળ હાલ પણ ઘુનાથી થોડે દુર છે. આમ શ્રી ખોડિયાર માતાજીનું પ્રથમ સ્થાનક આ ગળધરામાં આવેલું છે. અહીં પહોંચવા માટે ધારી થી પાકા ડામર માર્ગે એસ.ટી. બસ અથવા પ્રાઈવેટ વાહનથી પહોંચી શકાય છે. જેનો રસ્તો ખોડિયાર ડેમનાં બંધ ઉપરથી પસાર થાય છે. ચોમાસામાં અહીંનું કુદરતી સૌંદર્ય ખાસ માણવા લાયક હોય છે.

Posted in મંદિરો - યાત્રા ધામ Tagged with: , , , , , ,

આ પણ વાંચો...

1)    નાગેશ્વર જ્યોતિર્લિંગ 2)    પાલણપીરનો મેળો
3)    વારાહી માતા મંદિર (હઠીલા) 4)    શ્રી શીતળા માતાજી મંદિર -કાલાવડ
5)    નકલંક ઘામ -તોરણીયા 6)    ભુરખીયા હનુમાન મંદિર
7)    જૂનાગઢ નજીક સાઇટ સીઇંગ સ્પોટ્સ 8)    નરસિંહ મહેતાનો ચોરો -જુનાગઢ
9)    શ્રી નિષ્કલંક મહાદેવ -કોળિયાક 10)    તરણેશ્વર મહાદેવ -તરણેતર
11)    લીરબાઈ 12)    શ્રી ચામુંડા માતાજી -ઉંચા કોટડા
13)    ગોરખનાથ જન્મકથા 14)    સંતશ્રી વાલમરામ બાપા આશ્રમ
15)    દ્વારિકાધીશ મંદિર 16)    ડુબી ગયેલ દ્વારકા
17)    લોકમેળાની ગઈકાલ અને આજ 18)    કથાનિધિ ગિરનાર
19)    વિસામણબાપુની જગ્‍યા વિહળધામ (પાળીયાદ) 20)    સત નો આધાર -સતાધાર
21)    સતી રાણકદેવી ના થાપા 22)    હરસિદ્ધમાતા મંદિર -જામનગર
23)    બાપા સીતારામ 24)    ખોડીયારમાં નું પ્રાગટ્ય
25)    ઘોડાખરા હિંદુ પીર 26)    ગિરનાર
27)    ગિરનાર 28)    Somnath Beach Development
29)    જગત ગુરુ ભગવાન શ્રી કૃષ્ણ ની નગરી 30)    તુલસીશ્યામ
31)    પરબ ધામ -પરબ વાવડી, જુનાગઢ 32)    શ્રી હરી મંદિર પોરબંદર
33)    સોમનાથ મંદિર 34)    સ્વામી ધર્મજીવનદાસજી અને ચૈતન્ય મંદિર
35)    કનકાઇ માતાજી -ગીર 36)    અગ્નિકુળ રાજપૂતો નું જન્મ સ્થળ
37)    અન્નક્ષેત્ર તેમજ ચમત્કારી જ્ગ્યા એટલે જલીયાણ જોગી નું વીરપુર 38)    બજરંગદાસ બાપા
39)    શ્રી શેષનારાયણ ભગવાન -સાયલા 40)    સુર્ય મંદિર, પ્રભાસ પાટણ વેરાવળ
41)    ખોડિયાર મંદિર -રાજપરા 42)    વિશ્વંભરીધામ લીલાપુર
43)    જય માં હિંગળાજ 44)    વીર માંગડા વાળો
45)    મોજીલા મામા 46)    શ્રી બાલાજી હનુમાનજી મહારાજ -રાજકોટ
47)    મહાશિવરાત્રીનો મેળો 48)    લંબે હનુમાન -જુનાગઢ
49)    મુળ દ્વારકા 50)    આવો સોમનાથ દરિયા-કાંઠે
51)    આઇ ચાંપબાઇ 52)    શનિદેવનું જન્મસ્થાન
53)    સતાધાર 54)    બાલા હનુમાન -જામનગર
55)    ગોંડલનું પીઠસ્થાન સમું ભુવનેશ્વરી મંદિર 56)    સૌરાષ્ટ્ર અને સનાતન ધર્મ
57)    દાદા ખાચરનો દરબાર -ગઢપુર 58)    સુદામાપુરી -પોરબંદર
59)    જય દ્વારિકાધીશ 60)    માંડવરાયજી મંદિર
61)    કણકણમાં કોતરણીનો કસબ 62)    દામોદર મંદિર જુનાગઢ
63)    બાલાજી હનુમાન જેતપુર 64)    મણિમય શિવમંદિર
65)    સ્વામીનારાયણ મંદિર -ગોંડલ 66)    શ્રી ધંધોસણ તપોતિર્થ
67)    કારૂંભા ડુંગર 68)    રાંદલ માતા મંદિર – દડવા
69)    શ્રી કષ્ટભંજન દેવ -સાળંગપુર 70)    દ્વારિકા નગરી પરિચય
71)    ખોડિયાર મંદિર – માટેલ 72)    ઘેલા સોમનાથ
73)    શ્રી માલબાપાનું મંદિર -માણેકવાડા 74)    બલાડમાતા -ભેરાઇ
75)    પાંડવ કુંડ – બાબરા 76)    Trains to Somnath
77)    સોમનાથ પ્રભાસ-પાટણ 78)    બજરંગ બાપાનું જન્મ સ્થાન જાંજરીયા હનુમાન
79)    શ્રી સિહોરી માતાજી નું મંદિર 80)    માળનાથ મહાદેવ -ભાવનગર
81)    રોકડીયા હનુમાન -પોરબંદર 82)    આશાપુરા માતાજી -ગોંડલ
83)    શ્રી નાથજી દાદાની જગ્યા -દાણીધાર 84)    ત્રિવેણી ઘાટ
85)    શ્રી દ્વારકાધીશજીની ધ્‍વજા 86)    રુકમણી દેવી મંદિર -દ્વારિકા
87)    ખીજડા મંદિર -જામનગર 88)    ચામુંડાધામ -ભેસાણ
89)    સો વાર કાશી એક વાર પ્રાચી 90)    અક્ષરવાડી -જુનાગઢ
91)    અંબાજી માતા મંદિર -ગીરનાર 92)    ગઢડા સુવર્ણ સ્વામીનારાયણ મંદિર
93)    દામોદર કુંડ -જુનાગઢ 94)    માં ચામુંડા મંદિર -ચોટીલા
95)    દ્વારિકાનો સંક્ષિપ્‍ત ઈતિહાસ 96)    જય શ્રી ગુરુ દતાત્રેય
97)    રણુજા રામદેવપીરનુ મંદિર 98)    ઇતિહાસની મહત્વની તવારિખ
99)    ભોજા ભગત 100)    ગઢડાનું સ્વામિનારાયણ મંદિર