Satadhar Dham
ઈતિહાસ શુરવીરો શૌર્ય કથાઓ

ગઢઘુમલી નુ રક્ષણ

શ્રી મડચંદદેવ નુ પરાક્રમ અને ગઢઘુમલી નુ રક્ષણ

Gadh Ghumli

ભુરી દેવી ના કુખે થી જન્મેલા સૌથી જેષ્ઠ પુત્ર શ્રી મડચંદદેવ ખુબજ ચમ્ત્કારીક હતા..

ગઢ ઘુમલી નો ઈતીહાસ ઘણો પુરાણો છે. હાલાર મા ભાણવડ પાસે ઘુમલી શહેર ની આસપાસ એક મજબુત ગઢ હતો. બરડા વિસ્તાર ના સમગ્ર દેશ ની રાજધાની ઘુમલી મા હતી. તે વખત માં ઘુમલીગઢ મા જેઠવાઓ રાજય નુ શાશન ચલાવતા હતા સિંન્ધ ના રાજા એ આશરે ચૌદમી સદી માં ઘુમલી ગઢ નો નાશ કર્યો હતો…આજે પણ “નવલખા” નામે ઓળખાતા ખંડેર તેની સાક્ષી પુરે છે.

શ્રી મામૈદેવ હાલાર માં ફરતા ફરતા એક દિવસ ઘુમલી આવ્યા ત્યારે સાથે દશ થી બાર વર્ષ ના પોતાનો પુત્ર મડચંદ પણ હતો. ઘુમલી મા મહેશ્વરી સમાજ ની થોડી ઘણી વસ્તી હતી. લોકો એ તેમનુ ભાવભીનુ સ્વાગત કરવા લાગ્યા ત્યા તો ગઢઘુમલી ઉપર રૂમ-સુમ નુ લશ્કર ચડી આવ્યુ. શ્રી મામૈદેવ ધુમલી ના જેઠવા રાજા શ્રી ભાણજી સાથે દરબાર માં બેઠા હતા. તેવા સમય માં અચાનક જ પહેરેદારો એ તરતજ ગઢ ના દરવાજા ફટોફટ બંધ કરી દીધા. અને સલામતી ની વ્યવસ્થા ગોઠવાઈ ગઈ. હાલાર માં આવતા ની સાથે જ મડચંદદેવ અન્ય બાળકો સાથે ગઢ ની બહાર નીકળી ગયા હતા. શ્રી મામૈદેવ ને જાણ થઈ કે પુત્ર ગઢ ની બહાર રહી જવા પામ્યો છે. આ જોઈ ને ચિંતા માં પડી ગયા……

શહેર માં લશ્કરી હુમલા ની વાત વાયુ વેગે પ્રસરી ગઈ. શ્રી મામૈદેવે તપાસ કરી તો મડચંદદેવ કયાંય દેખાતા નથી. મામૈદેવ અંતર ધ્યાન થઈ જુવે છે તો બાળક મડચંદદેવ બાળકો સાથે ગઢ ની બહાર આટા મારે છે. ગઢ ના દરવાજા બંધ છે. સૈન્ય ગોઠવાઈ ગયુ છે. હવે તો ગઢ ના દરવાજા બંધ છે. સૈન્ય ગોઠવાઈ ગયુ છે. હવે તો ગઢ ના દરવાજા ખોલી શકાય તેમ નથી. આથી પિતા શ્રી મામૈદેવ અને માતા ભુરી દેવી અતી ઉદાસી મા ડુબી ગયા. એટલા માં મામૈદેવે ભુરીદેવી ને કહ્યુ! હે દેવી તમો પુત્ર માટે આટલા ઉદાસ ન થાવ. આપણા પુત્ર નુ રક્ષણ પુજ્ય શ્રી ધણીમાતંગ દેવ કરશે તેઓ આપણા પુત્ર નો વાળ પણ વાંકો નહી થવા દે..

આમ મામૈદેવ માતંગદેવ ને યાદ કરતા કહે છે કે……

“શેણીવારા ડોયલ ટાર, ગત જા ગુસામી ડોયલ ટાર, તુ ટારી ન ટરે, તુ ચડજ મડચંદ જી વાર ઈ દેવ મામૈ ભણે;”

વિદેશી ગોરાઓ પાસે તોપો હતી. રૂમી લોકોએ તોપમારો ચાલુ કર્યો. તોપ નો ધડાકો મડચંદદેવે પણ સાંભળ્યો. ધડાકો સાંભળી બધા છોકરા રાડો પાડતા નાસી ગયા. એકલા મડચંદદેવ ઉભા રહ્યા!! સામે થી તોપ ના ગોળા આવતા જોઈ મડચંદદેવ હાથ મા ઝીલી લેતા અને જમીન પર રાખી દેતા.. આ રીતે થોડી વાર માં જમીન પર ગોળા નો ઢગલો થઈ ગયો. મડચંદદેવ તો જાણે દડા થી રમત રમતા હોય તેમ ગોળા ને પકડી લેતા.

પુજય શ્રી મામૈદેવે પોતાના પુત્ર ને ઉગારે લેવા શ્રી માતંગદેવ ઉપર માનતા માની પછી થાય છે એવુ કે પછી આ માનતા ના પ્રભાવ થી પુજ્ય શ્રી માતંગદેવ ની અગમ્ય શકિતઓ શ્રી મડચંદદેવ ની રક્ષા માટે આવી ગઈ કે પછી મામૈદેવે અગમ્ય શકિતઓ ને મોકલી કે ખુદ મડચંદદેવ આવી શકિતઓ ના જાણકાર હતા. ગમે તેમ પણ શ્રી મડચંદદેવ નો આબાદ બચાવ થઈ ગયો…..

સવાર થી તોપમારો મારવા છતા ગઢ નો એક પણ કાંકરો ખર્યો નહી. સેનાપતી જોવા આવ્યા બાળક “મડચંદદેવ” ગઢ ની બહાર આડા ઉભા છે. અને બાજુ માં તોપ ના ગોળા ના ઢગલા પડયા છે. યુદ્ધ બંધ કરવાના હુકમો થાય છે. બાળક મડચંદદેવ ને લઈ ને સેનાપતી મામૈદેવ પાસે આવે છે. ગોરા સેનાપતીઓ પોતાની ટોપી ઉતારી પછાડવા લાગ્યા. અને સલામ ભરી કહેવા લાગ્યા કે હે દેવ કુર્પા કરી આપનો પુત્ર અમને દાન માં આપો. અમે તેમને રૂમ-સુમ નો રાજા બનાવીશુ. તુર્કસ્તાન નુ કોંન્સ્ટાનિટ્નોપલ રોમન લોકો ની રાજધાની નું નગર હોવાથી તે રૂમ-સુમ તરીકે ઓળખાતુ.

મામૈદેવે પોતાના પુત્ર નુ ભવીષ્ય જાણી પુછ્યુ તું આ લોકોની સાથે જવા તૈયાર છો. ઔવા તમે કહો આપની આજ્ઞા હોતો હુ જવા તૈયાર છુ. મામૈદેવ ગોરા સૈનીકો ને કહેવા લાગ્યા મારા પુત્ર ને તમારી સાથે લઈ ગયા પછી તેની સાથે ગુલામ જેવુ વર્તન ન કરતા પરંતુ તેના દરજ્જા ના હોદા તથા માન સન્માન આપજો મામૈદેવે પોતાના પ્રાણ થી પ્યારો પુત્ર રૂમ-સુમ વાળાઓને સોંપી દીધો. જેઠવાઓનુ રાજ તથા અન્ય લોકો ની જાનહાની નીવારવા પોતાનો પુત્રને ન્યોછાવર કરી દીધો. ધન્ય છે આવા મહાનપુરૂષ ને..

આમ ગોરાઓની માંગણી પ્રમાણે પોતાના પુત્ર ને દેશ માટે બલીદાન આપી.. મડચંદદેવ રોમ માં ગયા હોય કે રશીયા માં પરતું મડચંદદેવ રૂમ-સુમ માં ગયા છે..તે વીશે મામૈદેવ ના વેદ ની પંકિત આ પ્રમાણે છે.

“રૂમસૂમ નું ચાંસી ચડધી, દિલ્હી ડીંધો મેલાણ, કાશ્મીર નું કેંકાણ કેંધો, ઉ મડચંદ હુંદો પાણ”

સૌજન્ય: mamaidev.gujaratiblogs.com