ગામડાનો ગુણાકાર

Village of Saurashtra

ગામડામાં વસ્તી નાની હોય, ઘરે-ઘરે જ્ઞાની હોય,
આંગણિયે આવકારો હોય, મહેમાનોનો મારો હોય!
ગામમાં ચા પાવાનો ધારો હોય, વહેવાર એનો સારો હોય,
રામ-રામનો રણકારો હોય, જમાડવાનો પડકારો હોય!

સત્સંગ મંડળી જામી હોય, સવાર સામી હોય,
જ્ઞાનની વાતો બહુ નામી હોય, જાણે સ્વર્ગની ખામી હોય!

વહુને સાસુ ગમતાં હોય, ભેળાં બેસી.. જમતાં હોય,
બોલવામાં સમતા હોય, ભૂલ થાય તો નમતાં હોય!
છોકરાં ખોળામાં રમતાં હોય, આવી માની મમતા હોયહોય!
‘ગઇલ્ઢા’ છોકરાવને સંભાળવતાં હોય, ચોરે બેસી રમાડતાં હોય,સાચી દિશાએ વાળતાં હોય!

બાપાના બોલ સૌ પાળતા હોય, ભલે ! આંખે ઓછું ભાળતાં હોય,
આવા ‘ગઇલ્ઢાં’ ગાડા વાળતાં હોય!
નીતિ નિયમનાં શુઘ્ધ હોય, આવાં ઘરડાં ઘરમાં વૃદ્ધ હોય,
માંગે પાણી ત્યાં હાજર દૂધ હોય, માનો તો ભગવાન બુદ્ધ હોય!

ભજન-કીર્તન થાતાં હોય, પરબે પાણી પાતાં હોય,
મહેનત કરીને ખાતાં હોય, પાંચમાં પૂછાતાં હોય..!
દેવ જેવા દાતા હોય, ભકિત રંગમાં રંગાતા હોય, પ્રભુનાં ગુણ ગાતા હોય!

ઘી-દૂધ બારે માસ હોય, મીઠી-મધુર છાસ હોય,
વાણીમાં મીઠાશ હોય, રમઝટ બોલતા રાસ હોય!
પુન્ય તણો પ્રકાશ હોય, ત્યાં નકકી શ્રી કૃષ્ણનો વાસ હોય,
કાચાં-પાકાં મકાન હોય, એમાંય એક દુકાન હોય,
ગ્રાહકોનાં એવાં માન હોય, જાણે મળયા ભગવાન હોય!

સંસ્કૃતિની શાન હોય, ત્યાં સુખીએનાં સંતાન હોય,
એક ઓશરીએ રૂમ ચાર હોય, સૌનું ભેળું જમણવાર હોય,
અતિથીને આવકાર હોય, ખુલ્લાં ઘરનાં દ્વાર હોય!
કુવા કાંઠે આરો હોય, નદી કાને કિનારો હોય,
વહુ-દીકરીનો વર્તારો હોય, ઘણી પ્રાણથી પ્યારો હોય!

કાનો ભલે કાળો હોય, એની રાધાને મન રૂપાળો હોય,
વાણી સાથે વર્તન હોય, મોટા સૌનાં મન હોય,
હરિયાળાં વન હોય, સુગંધી પવન હોય.!

ગામડું નાનું વતન હોય, ત્યાં જોગમાયાનાં જતન હોય,
માનવી મોતીનાં રતન હોય, પાપનું ત્યાં પતન હોય!
શીતળવાયુ વાતો હોય, ઝાડવે જઇ અથડાતો હોય,
મોર તે દી’ મલકાતો હોય, ‘માસ્ટર ચુનીલાલ’ હરખાતો હોય!

ગામડાનો મહીમાં ગાતો હોય, પછી તેની કલમે લખાતો હોય…

Posted in ગીત-કવિતા-બાળગીતો-હાલરડાં, શહેરો અને ગામડાઓ Tagged with:

આ પણ વાંચો...

1)    આદર્શ માતા 2)    કવિતા -કવિ દાદ
3)    કાઠીયાવાડી છે 4)    પાલણપીરનો મેળો
5)    વેરાવળ 6)    ઊઠો
7)    પોરબંદર ચોપાટી બીચ 8)    ભોમિયા વિના મારે
9)    વિદાય 10)    ગોહિલવાડ
11)    ગુજરાતના-જોવાલાયક સ્થળોમાં -વાંકાનેર 12)    મજેવડી દરવાજા-જુનાગઢ
13)    વાંકાનેર 14)    ઝૂલો ઝૂલો પારણીયામાં લાલ છે
15)    સૂના સમદરની પાળે 16)    આરઝી હકૂમત
17)    ઘેડ પંથક 18)    ગોંડલનું રાજગીત
19)    ઓખા બંદર 20)    ગોપાલ મારો પારણીયે ઝુલે રે
21)    જુનાગઢને જાણો 22)    જામનગર ફોટો ગેલેરી
23)    ઉઘાડી રાખજો બારી 24)    દીકરો મારો લાડકવાયો
25)    વાહ, ભાવનગર 26)    સ્વતંત્રતાની મીઠાશ
27)    ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી 28)    Willingdon dam Junagadh
29)    દેવાયત બોદરની પ્રતિમા – જુનાગઢ 30)    ત્રાગા ના પાળીયા
31)    ઐતિહાસિક જીલ્લો -અમરેલી 32)    મારે ઘેર આવજે બે’ની
33)    મેર જ્ઞાતિ 34)    માધવપુર ઘેડ
35)    ચાલો તરણેતરના મેળે 36)    કોઈનો લાડકવાયો
37)    જય જય ગરવી ગુજરાત 38)    નરસિંહ મેહતા તળાવ -જુનાગઢ
39)    જાવ ! હજી ફાસ્ટફૂડ ખાવ 40)    ભાગું તો મારી ભોમકા લાજે
41)    ગીરનારની ગોદમાં ભરાતા મહા શિવરાત્રીના મેળામાં જોવા મળતી જ્ઞાતિઓ 42)    કેસર કેરી
43)    વંશ ચિન્હ/રાજ્ય ચિન્હ Coat of Arms 44)    મા મને કોઈ દી સાંભરે નઇ
45)    જામનગર ની રાજગાદી 46)    ઓખામંડળ પરગણું
47)    કલા અને સંસ્કૃતિની નગરી ભાવનગર 48)    રૂપાળું ગામડું
49)    નદી રૂપાળી નખરાળી 50)    રાજકુમાર કોલેજ -રાજકોટ
51)    મારા કેસરભીના કંથ 52)    ખીરસરા પેલેસ -રાજકોટ
53)    નરસિંહ મેહતા તળાવ -જુનાગઢ 54)    અમરેલી પરીચય
55)    નવા નગર (જામનગર) 56)    અમરેલી
57)    પોરબંદર રજવાડું 58)    ગૌરીશંકર તળાવ
59)    જાફરાબાદી ભેંસ 60)    મોરબી જંકશન
61)    સરદાર પટેલ દરવાજો -જુનાગઢ 62)    ગુંદાળા દરવાજો -ગોંડલ
63)    દ્વારિકા નગરી પરિચય 64)    સુવર્ણ મહોત્સવ -ગોંડલ ૧૯૩૪
65)    ગિરનાર સાદ પાડે 66)    જામનગર ઈતિહાસ
67)    વારતા રે વારતા 68)    અલંગ
69)    મહાજાતિ ગુજરાતી 70)    નિલમબાગ પેલેસ ભાવનગર
71)    સુરેન્દ્રનગર 72)    વઢવાણ
73)    રાજકોટ 74)    પાંડવ કુંડ – બાબરા
75)    કસુંબીનો રંગ 76)    ગાધકડા ગામ
77)    રાજુલાનો ટાવર 78)    જુનાગઢ
79)    સૌરાષ્ટ્રમાં હડપ્પીય સ્થળો 80)    બાર્ટન લાઈબ્રેરી -ભાવનગર
81)    રાજકોટ ઈતિહાસ 82)    નરસિંહ મહેતાની ભૂમિ
83)    નવ કહેજો! 84)    વીર જતીન્દ્રનાં સંભારણા
85)    બૂરા ક્યા? 86)    નરસિંહ મેહતા તળાવ જુનાગઢ
87)    છેલ છબીલો ગુજરાતી 88)    છેલ્લી પ્રાર્થના
89)    સંધ્યા ટાણે 90)    સો વાર કાશી એક વાર પ્રાચી
91)    યજ્ઞ-ધૂપ 92)    ભીરુ
93)    મોતનાં કંકુ-ઘોળણ 94)    તરુણોનું મનોરાજ્ય
95)    ઝંખના 96)    કાલ જાગે
97)    કેશોદ -ઈતિહાસ 98)    કવિ તને કેમ ગમે
99)    હાલોને જાયેં સોનુંરે વીણવા 100)    અમરલોકથી આવ્ય અમારા શાયર