ફરવા લાયક સ્થળો શહેરો અને ગામડાઓ

ગૌરીશંકર તળાવ

Gaurishankar Lake Bhavnagar
ગૌરીશંકર તળાવ -ભાવનગર

ગૌરીશંકર તળાવ ભાવનગર શહેરમાં આવેલું એક તળાવ છે. આ રમણીય તેમ જ વિશાળ તળાવ નગરની શોભા વધારે છે. ભાવનગર રાજ્યના એક સમયના દીવાન શ્રી ગૌરીશંકર ઓઝાના નામ પરથી આ જળાશયનું નામ ગૌરીશંકર તળાવ રાખવામાં આવ્યું છે.

માળનાથની ડુંગરમાળામાંથી માલેશ્રી નદીના અનેક ફાંટા નિકળે છે. આવા એક વરતેજ ગામ તરફ વહેતા વહેણને રોકીને ભિકડાની નહેર દ્વારા આ તળાવ તરફ વાળવામાં આવ્યું છે. ભાવનગરના દિર્ઘદ્રષ્ટા રાજવીઓ એ એવી વ્યવસ્થા કરાવી છે કે ગૌરીશંકર તળાવ ભરાઇ જાય એટલે નહેરમા પાણી આવતું અટકાવી શકાય જેથી ભાવનગર શહેર પર ક્યારેય પુરની આફતના આવે. જો ભુલેચુકે પણ વહેણ બદલવાનું રહી જાય તો પણ વધારાનું પાણી “વૅસ્ટ વીયર” દ્વારા કંસારાના નાળા વાટે શહેર પર આફત બન્યા વગર દરિયામાં વહી જાય તેવું પણ આયોજન અહીંયા છે.