ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું

ધડ ધીંગાણે જેના માથા મસાણે,એનો પાળીયો થઈને પૂજાવું રે,
ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું.

ટોચોમા ટાંકણું લઈને ઘડવૈયા, મારે પ્રભુ થઇ નથી પુજાવું,
ધડ ધીંગાણે જેના માથા મસાણે, એનો પાળીયો થઈને પૂજાવું રે.
ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું.

હોમ હવન કે જગન જાપથી, મારે નથી પધરાવું.
બેટડે બાપના મોઢા ન ભાળ્યા, એવા કુમળે હાથે ખોડાવું રે.
ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું.

પીળા પીતાંબર અને જરકશી જામા, મારે વાઘામાં નથી વીંટળાવું,
કાઢ્યા’તા રંગ જેણે ઝાઝા ધીંગાણે, એવા સિંદુરિયા થઈને ચોપડાવું રે.
ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું.

ગોમતીજી કે જમનાજીમાં મારે, નીર ગંગાથી નથી નાવું,
નમતી સાંજે કોઈ નમણી વિજોગણના, ઉના ઉના આંસુડે નાવું રે.
ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું.

બંધ મંદિરીયામાં બેસવું નથી મારે વન વગડામાં રે જાવું,
શુરા ને શહીદોના સંગમાં રે મારે ખાંભી થઈને હરખાવું રે.
ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું.

કપટી જગતના રે કુડા રે રાગથી ફોગટ નથી રે પુજાવું,
મડદાં બોલે એવા સિંધૂડા રાગમાં શુરોપુરો થઈને હરખાવું રે.
ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું.

મોહ ઉપજાવે એવી મૂર્તિમાં રે મારે ચીતરે નથી ચીતરાવું,
રંગ કસુંબીના ઘુંટ્યા હૃદયમાં હવે દાદુળ શું સમજાવું ?
ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું.

– કવિ ‘દાદ’

ઉપલેટા ના કલાકાર શ્રી માલદેભાઈ આહીર ના મુખે થી સાંભળો શું કેહવા માંગે છે ઉપરોક્ત લોકગીત

Posted in લોકગીત, શૌર્ય ગીત Tagged with:

આ પણ વાંચો...

1)    હિન્દ કી રાજપુતાનિયા થી… 2)    પશુધન અને તેની ઉપરની સોરઠીલોકોની મમતા
3)    ઊઠો 4)    ગઢ ફરતે ઘોર ઘમસાણ ગાજે
5)    ખમા ! ખમા ! લખ વાર 6)    વિદાય
7)    ઝારાનું મયદાને જંગ 8)    સૂના સમદરની પાળે
9)    હાલો ને આપણા મલકમાં 10)    સંગાળશા શેઠ ને ચંગાવતી રાણી
11)    ગોંડલનું રાજગીત 12)    જનેતાના દૂધમાં ભાગ
13)    કાગવાણી 14)    હાલાજીતારા હાથ વખાણું
15)    હાલાજી મેરામણજી અજાણી 16)    કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે
17)    કોઈનો લાડકવાયો 18)    ગોકુળ આવો ગિરધારી
19)    જય જય ગરવી ગુજરાત 20)    ભાગું તો મારી ભોમકા લાજે
21)    જવામર્દો મહેરો ની યશોગાથા -મણિયારો 22)    ગુજરાતી લોકગીત
23)    મહાકાવ્ય 24)    મા મને કોઈ દી સાંભરે નઇ
25)    દશાવતાર -દોહા 26)    મરદ કસુંબલ રંગ ચડે
27)    કસુંબીનો રંગ 28)    રાંગમા ઘોડી શોભતી
29)    તલવારનો વારસદાર 30)    ઝૂલણ મોરલી વાગી રે
31)    નવ કહેજો! 32)    વીર જતીન્દ્રનાં સંભારણા
33)    બૂરા ક્યા? 34)    છેલ્લી પ્રાર્થના
35)    ભીરુ 36)    મોતનાં કંકુ-ઘોળણ
37)    તરુણોનું મનોરાજ્ય 38)    ઝંખના
39)    એકબીજાને જીતશું રે ભાઈ 40)    માણેસ, તું મરોય
41)    ચાંદો ઊગ્યો ચોકમાં ઘાયલ 42)    આપણા મલકના માયાળુ માનવી
43)    ધન્ય ધન્ય સૌરાષ્ટ્ર ધરા 44)    મોરબીની વાણિયણ
45)    તારી બાંકી રે પાઘલડી નું ફૂમતુ રે 46)    વટ રાખવો પડે
47)    અમ દેશની એ આર્ય રમણી 48)    કે મીઠો માંનો રોટલો
49)    ધન્ય સોરઠ ભોમકા 50)    આજનો ચાંદલિયો
51)    ઇંધણા વીણવા ગઇ’તી મોરી સૈયર 52)    હું સોરઠી કાઠી
53)    ઝૂલણા છંદ 54)    ક્ષત્રિય, તારો પડકાર
55)    કાઠી ભડ કહેવાય 56)    દેવાયત પંડિતની આગમવાણી
57)    સત નિર્વાણ ફાઉન્ડેશન 58)    પાપ તારું પરકાશ જાડેજા
59)    મન મોર બની થનગાટ કરે 60)    ચારણ કન્યા
61)    રૂડી ને રંગીલી 62)    આવકારો મીઠો આપજે રે
63)    મારો હેલો સાંભળો 64)    જનનીની જોડ સખી!
65)    શિવાજીનું હાલરડું