જલારામ બાપાનું ભજન

Jalaram Bapa Virpurવીરપુર વાસી હરિગુણ પ્યાસી, ડંકો વગાડ્યો પૂરા દેશમાં
દાતા તમે આવ્યા જલા ના વેશ માં….

માતા રાજબાઇ ખોળે જન્મ ધર્યોને, પિતા પ્રધાન પરખાણા
વીરબાઇ સરીખી મળી અર્ધાંગના. ભક્તિ તરબોળ દરશાણા
સાધુ સંતોની સેવા કરતાં, અંતર ઉમંગ આવેશ માં..

અંગે અંગરખું હાથમાં બેરખો, ગાલે લાખું લાખેણું
ગળે રુદ્રાક્ષની માળા ઓપતી, શોભા તારી શું વખાણું
હાથમાં લાકડી માથે પાઘડી, ઓલિયો લાગે છે કેવો ખેસ માં.

લાલા ભગત જેવા સખા તમારા, દળણા સૌ સાથમાં દળતાં
ભેગા મળી સંતો ભજનો લલકારે, આરાધ ઈશ ની કરતાં
ગંગા ને યમુના સરીખી સરિતા, આવે પનિહારી વેશમાં…

પ્રભુ એ આવી લીધી પરીક્ષા, વિરબાઇ માંગી લીધાં
લેશ ન માયા ઉરમાં આણી, હરખે વળાવી દીધાં
ઝોળીને ધોકો દઈ છટકયા સીતા પતિ, ચાલ્યા સાધુના પહેરવેશમાં

રામની ભકિત ભાળી પ્રગટ્યા પવનસુત, મૂર્તિ રૂપ મંડાણા
હેતે ભગત ને આશિષ આપતાં, પ્રેમ ભાળીને પરખાણા
સદાએ સંતની સાથમાં રહેતા, બેસે કોઈ ભકતના વેશમાં..

રામના નામની ધૂણી ધખાવી, ભૂખ્યાને અન્નજલ આપતાં
દીન દુખિયાની કરતા ચાકરી, કષ્ટો ગરીબના કાપતાં
અવળાં ઉત્પાત કોઈ અંતર ના આણતાં, બોલે ભલેને કોઈ દ્વેષ માં

દેશ વિદેશના ભકતોની ભીડ જામે, સેવા કરવામાં સૌ શુરો
હેતે હરિજન દર્શન કરતાં, પામે સંતોષ પુરે પુરો
એક અધેલો ચડેના ચડાવો, કોઈ પણ દાણ ના પ્રવેશ માં…

દીન “કેદાર” પર દયા દરશાવો, આશિષ અવિરત આપજો
સદા રહે મારે હૃદયે રામજી, એવી મતી મારી રાખજો
હરિગુણ ગાતાં ઊડે પંખેરુ મારું, આવું તારે દ્વારે શુદ્ધ વેશ માં

અર્ધાંગનાં-મારીજ એક રચનામાં મેં લખ્યું છે કે “પરણે બધા એ તેને,પત્ની મળે જીવન માં,પણ હોય ભાગ્યશાળી,અર્ધાંગની મળે છે…”

અધેલો:-એક જમાના માં અધેલા નામનું ચલણ અમલમાં હતું, જે ત્યારના ચલણનું અર્ધ ભાગ જેવું મૂલ્ય દર્શાવતું. જૂનો અરધો પૈસો; દોઢ પાઈની કિંમતનો તાંબાનો સિક્કો.

રચયિતા : કેદારસિંહજી મે. જાડેજા -ગાંધીધામ -કચ્છ

Posted in ભજન-પ્રભાતિયા-પ્રાર્થના Tagged with: ,

આ પણ વાંચો...

1)    હિન્દ કી રાજપુતાનિયા થી… 2)    કૈલાશ કે નિવાસી નમું બાર બાર હું
3)    સૂર્ય પૂજા – ભલે ઊગ્યા ભાણ 4)    અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ
5)    આજ વૃંદાવન આનંદસાગર 6)    મનડાને સ્થિર કરે જાગીને જાણે ભલે
7)    ઝીલવો જ હોય તો રસ 8)    શ્રી ઉમિયા માતાની છડી
9)    મેરુ તો ડગે જેનાં મન નવ ડગે, પાનબાઈ 10)    સરસ્વતી વંદના : યા કુન્દેન્દુ તુષારહારધવલા
11)    આજ મારાં નયણાં સફળ થયાં 12)    રામ સભામાં અમે
13)    હાં રે દાણ માંગે 14)    માણવો હોય તો રસ માણી લેજો પાનબાઈ
15)    શ્રી ઉમિયા માતાની સ્તુતિ 16)    ચાલ રમીએ સહિ
17)    પદમાવતીના જયદેવ સ્વામી 18)    કળજુગ આવ્યો હવે કારમો
19)    કળજુગમાં જતિ સતી 20)    જુગતીને તમે જાણી લેજો
21)    કાનજી તારી મા કહેશે 22)    ગિરિ તળેટી ને કુંડ દામોદર
23)    દળી દળીને ઢાંકણીમાં ઉઘરાવવું 24)    સંગાળશા શેઠ ને ચંગાવતી રાણી
25)    સૂર્ય વંદના 26)    વાગે ભડાકા ભારી ભજનના
27)    કાળધર્મ ને સ્વભાવને જીતવો 28)    ધ્યાન ધર
29)    નાગર નંદજીના લાલ 30)    મોરલી કે રાધા?
31)    જીવન અંજલી થાજો 32)    અમે મહિયારાં રે, ગોકુળ ગામનાં
33)    વા વાયા ને વાદળ ઊમટ્યાં 34)    અંજનીનો જાયો શ્રી હનુમાન
35)    શિવતાંડવ સ્ત્રોત્રમ 36)    રાજા ભૃતુહરી અને રાણી પીંગલા
37)    રાજિયાના સોરઠા 38)    શ્રી ઉમિયા માતાની આરતી
39)    શ્રી જલારામ બાવની 40)    શ્રી હનુમાન ચાલીસા
41)    એકબીજાને જીતશું રે ભાઈ 42)    ઓધાજી મારા વા’લાને વઢીને કે’જો રે
43)    પૃથ્વી થી સૂર્ય નું અંતર 44)    સંત સાહિત્યમાં પ્રખ્યાત
45)    દેવાયત પંડિતની આગમવાણી 46)    ધૂપ ને રે ધુંવાડે -આરતી
47)    પ્રેમ કટારી -ભજન 48)    પાપ તારું પરકાશ જાડેજા
49)    હળવે હળવે હરિજી મારે મંદિર આવ્યા રે 50)    સુખદુઃખ મનમાં ન આણીએ
51)    સમરને શ્રી હરિ 52)    વૈષ્ણવ જન તો
53)    વારી જાઉં રે સુંદર શ્યામ 54)    વહાલા મારા
55)    રુમઝુમ રુમઝુમ 56)    રાત રહે જાહરે પાછલી
57)    મેહુલો ગાજે ને માધવ નાચે 58)    માલણ લાવે મોગરો રે
59)    મારી હૂંડી સ્વીકારો મહારાજ 60)    ભોળી રે ભરવાડણ
61)    ભૂતળ ભક્તિ પદારથ 62)    બાપજી પાપ મેં કવણ કીધાં
63)    પ્રેમરસ પાને 64)    પ્રાતઃ હવું પ્રાણપતિ
65)    પ્રાણ થકી મને વૈષ્ણવ વ્હાલા 66)    પાછલી રાતના નાથ
67)    પઢો રે પોપટ રાજા 68)    નિરખને ગગનમાં કોણ
69)    નારાયણનું નામ જ લેતાં 70)    નાનું સરખું ગોકુળિયું
71)    આજ મારાં નયણાં સફળ થયાં 72)    નાચતાં નાચતાં નયન-નયણાં મળ્યાં
73)    ધ્યાન ધર હરિતણું 74)    તમારો ભરોસો
75)    જ્યાં લગી આત્મા 76)    જે ગમે જગત ગુરૂદેવ જગદીશને
77)    જાગો રે જશોદાના કુંવર 78)    જાગીને જોઉં તો
79)    જાગને જાદવા 80)    જશોદા તારા કાનુડાને
81)    જળકમળ છાંડી જાને બાળા 82)    ચાંદની રાત કેસરિયા
83)    ગોરી તારે ત્રાજૂડે રે 84)    ગોરી તારાં નેપુર રણઝણ
85)    કેસરભીનાં કાનજી 86)    એવા રે અમો એવા રે એવા
87)    ઊંચી મેડી તે મારા સંતની રે 88)    આશા ભર્યા તે અમે આવિયાં
89)    આજની ઘડી તે રળિયામણી 90)    આ શેરી વળાવી સજ્જ કરું
91)    પી લેવો હોય તો રસ પી લેજો પાનબાઈ 92)    હેઠા ઊતરીને પાય લાગ્યા
93)    સ્થિરતાએ રહેજો ને વચનમાં ચાલજો 94)    સાનમાં રે શાન તમને ગુરુજીની કહું પાનબાઈ
95)    સર્વ ઈતિહાસનો સિદ્ધાંત એક છે 96)    સરળ ચિત્ત રાખીને નિર્મળ રહેવું
97)    સદગુરુ વચનના થાવ અધિકારી 98)    સત્ય વસ્તુમાં જેનું ચિત્ત ભળી ગયું
99)    શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ 100)    વીણવો હોય તો રસ વીણી લેજો પાનબાઈ