ઝંખના

મારી માઝમ રાતનાં સોણલાં ચમકી ચમકી ચાલ્યાં જાય :
મારી આતમ-જ્યોતના દીવડા ઝબૂકી ઝબૂકી ઝંખવાય.

જંપે જરી રોતાં લોચનિયાં, ત્યાં
ઝબકીને જાગી જવાય;
આઘે આઘે આછા યુગનર કેરા
પડછાયા પથરાય રે :
મહાવીર દૂરે દરશાય. -મારી

આભ લગી એનાં મસ્તક ઊંચા ને
પગ અડતા પાતાળ;
જુગજુગના જેણે કાળ વલોવ્યા ને
ડોલાવી ડુંગરમાળ રે :
ફોડી જીવનરૂંધણ પાળ. -મારી

ઠપકા દેતી હસતી મૂરતી એ
ઝળહળાતી ચાલી જાય:
સ્વપ્ન સરે, મારે કાન પડે
મારા દેશની ઊંડેરી હાય રે:
એનાં બંધન ક્યારે કપાય ! – મારી

ઘન ઘન અંધારાં વીંધણહારો
જાગે ન કો ભડવીર;
ડરતાં ડરતાં ડગલાં ભરતાં આ તો
વામન સરખાં શરીર રે:
અણભીંજલ ઊભાં છે તીર. -મારી

જરીક જરીક ડગ માંડતાં મારી
જનનીને ના વળે જંપ,
આવો વિપ્લવ ! આવો જ્વાલામુખી !
આવો રૂડા ભૂમિકમ્પ રે :
ભેદો જીર્ણતા-દારુણ થંભ. – મારી
[૧૯૨૯]

ઝવેરચંદ મેઘાણી
-સિંધુડો

Posted in ગીત-કવિતા-બાળગીતો-હાલરડાં, શૌર્ય ગીત Tagged with: ,

આ પણ વાંચો...

1)    હિન્દ કી રાજપુતાનિયા થી… 2)    આદર્શ માતા
3)    કવિતા -કવિ દાદ 4)    કાઠીયાવાડી છે
5)    ઊઠો 6)    ભોમિયા વિના મારે
7)    ગઢ ફરતે ઘોર ઘમસાણ ગાજે 8)    ખમા ! ખમા ! લખ વાર
9)    વિદાય 10)    ઝૂલો ઝૂલો પારણીયામાં લાલ છે
11)    ઝારાનું મયદાને જંગ 12)    સૂના સમદરની પાળે
13)    આરઝી હકૂમત 14)    ગોંડલનું રાજગીત
15)    ગોપાલ મારો પારણીયે ઝુલે રે 16)    ઉઘાડી રાખજો બારી
17)    દીકરો મારો લાડકવાયો 18)    હાલાજીતારા હાથ વખાણું
19)    હાલાજી મેરામણજી અજાણી 20)    સ્વતંત્રતાની મીઠાશ
21)    ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી 22)    મારે ઘેર આવજે બે’ની
23)    કોઈનો લાડકવાયો 24)    જય જય ગરવી ગુજરાત
25)    જાવ ! હજી ફાસ્ટફૂડ ખાવ 26)    ભાગું તો મારી ભોમકા લાજે
27)    જવામર્દો મહેરો ની યશોગાથા -મણિયારો 28)    કેસર કેરી
29)    મહાકાવ્ય 30)    મા મને કોઈ દી સાંભરે નઇ
31)    રૂપાળું ગામડું 32)    નદી રૂપાળી નખરાળી
33)    મારા કેસરભીના કંથ 34)    મરદ કસુંબલ રંગ ચડે
35)    ગિરનાર સાદ પાડે 36)    મહાજાતિ ગુજરાતી
37)    વારતા રે વારતા 38)    કસુંબીનો રંગ
39)    રાંગમા ઘોડી શોભતી 40)    તલવારનો વારસદાર
41)    નવ કહેજો! 42)    વીર જતીન્દ્રનાં સંભારણા
43)    બૂરા ક્યા? 44)    છેલ છબીલો ગુજરાતી
45)    છેલ્લી પ્રાર્થના 46)    યજ્ઞ-ધૂપ
47)    ભીરુ 48)    મોતનાં કંકુ-ઘોળણ
49)    તરુણોનું મનોરાજ્ય 50)    કાલ જાગે
51)    ધન્ય ધન્ય સૌરાષ્ટ્ર ધરા 52)    કવિ તને કેમ ગમે
53)    વટ રાખવો પડે 54)    હાલોને જાયેં સોનુંરે વીણવા
55)    ગામડાનો ગુણાકાર 56)    હું સોરઠી કાઠી
57)    ઝૂલણા છંદ 58)    અમરલોકથી આવ્ય અમારા શાયર
59)    સૌરાષ્ટ્રની ૧૭૦ જેટલી ભિન્ન ભિન્ન જ્ઞાતિ 60)    ક્ષત્રિય, તારો પડકાર
61)    કાઠી ભડ કહેવાય 62)    ગાંધીને પગલે તું ચાલીશ ને ગુજરાત?
63)    ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું 64)    રંગીલા રાજકોટ નું રંગીલું ગીત
65)    જનનીની જોડ સખી! 66)    અમે અમદાવાદી
67)    શિવાજીનું હાલરડું 68)    તમે મારાં દેવનાં દીધેલ છો
69)    સૌરાષ્ટ્રમાં ગવાતું એક હાલરડું 70)    હાં…હાં હાલાં -હાલરડું