ઝૂલણા છંદ

Kathi Rajput on Horse

ગામડે ગામડે પાળિયા જઈ જુવો, કીર્તિગાથા સુરાની સુણાવે,
નામ અમર કરી સ્વર્ગ સિધાવ્યા, પાઠો સુરાતન ના સુણાવે ,
ધબકતા ઢોલના બોલ કાને સુણી, હાથ તલવાર લઇ તુરત દોડે ,
તેજ આ તેજ આ ભોમ કાઠી તણી, શુર બને સ્વાર જ્યાં તુરત ધોડે,

ગીરના સાવજો ત્રાડ જ્યાં નાખતા, નીરખતા કંઈકના ગાત્ર છૂટે,
ખાબકે તે જ સાવજ પરે ભય તજી, મરદ કૈક પાકતા માત કુખે ,
મોત મુઠ્ઠીમાં લઇ બીક ફેંકી દઈ, બંધનો ગરીબના વીર તોડે ,
તેજ આ તેજ આ ભોમ કાઠી તણી, શુર બને સ્વાર જ્યાં તુરત ધોડે,

હાથણી જેવી ભગર ભેસો જ્યાં, માણકી ઘોડી અવર નાચે ,
મોંઘી મહેમાની જ્યાં અવરથી ઉજળી,શિર સમરથી ઉર રાચે ,
ગીરની ઝાડીમાં સિંહ ગાજે જ્યાં, લીલી નાઘેરમાં મોર નાચે ,
તેજ આ તેજ આ ભોમ કાઠી તણી, શુર બને સ્વાર જ્યાં તુરત ધોડે,

રંગબેરંગી જ્યાં પંખી બોલતા, સુણતા ગાન શિર પ્રભુચરણ ઝુકે,
પડછંદ પંડધારી જ્યાં માનવી દીપતા, પહેરી શિર પાઘડી આંટી પાડે,
ખાચરો ખુમાણો વાત વાળા તણી,ક્ષત્રીય વટ વાત ઇતિહાસની પડે ,
તેજ આ તેજ આ ભોમ કાઠી તણી, શુર બને સ્વાર જ્યાં તુરત ધોડે,

– દેવશંકર દવે

Posted in દુહા-છંદ, શૌર્ય ગીત Tagged with: , , , , , , ,

આ પણ વાંચો...

1)    હિન્દ કી રાજપુતાનિયા થી… 2)    પાળીયા બોલે છે
3)    સૂર્ય પૂજા – ભલે ઊગ્યા ભાણ 4)    કાઠીયાવાડી છે
5)    હોથલ પદમણી – કાઠીયાવાડી દુહા 6)    અષાઢી બીજ
7)    કાઠીયાવાડી દુહા 8)    સાચા સંતો માથે ભક્તિ કેરા મોલ
9)    ઊઠો 10)    ગઢ ફરતે ઘોર ઘમસાણ ગાજે
11)    ખમા ! ખમા ! લખ વાર 12)    વિદાય
13)    ચારણી નિસાણી છંદ 14)    કળાવંત કુળવંત કાઠીયાણી
15)    સિંહણ બચ્ચું 16)    સોરઠ રતનની ખાણ
17)    સોરઠ દેશ ન સંચર્યો 18)    ભા’ કુંભાજી – ગોંડલ
19)    ચારણી સાહિત્યમાં ઘોડાંનાં વિવિધ નામ 20)    બારાડી – લીલી નાઘેર પંથક
21)    ઝારાનું મયદાને જંગ 22)    સૂના સમદરની પાળે
23)    ઘેડ પંથક 24)    સૌરાષ્‍ટ્રના પાંચરત્‍નો
25)    વિર ચાંપરાજ વાળા 26)    સિંહ ચાલીસા
27)    કાગવાણી 28)    જનની જણ તો ભક્ત જણ જે
29)    હાલાજીતારા હાથ વખાણું 30)    હાલાજી મેરામણજી અજાણી
31)    સૌરાષ્ટ્ર ની ઓળખ સમા લોકડાયરા 32)    ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી
33)    નાથા ભાભા મોઢવાડિયા 34)    વીર રામવાળા
35)    કોઈનો લાડકવાયો 36)    કાઠીયાવાડની કામિની
37)    કાઠીયાવાડી દુહા 38)    કાઠિઓએ કાઠીયાવાડ કીધો
39)    ભાગું તો મારી ભોમકા લાજે 40)    જવામર્દો મહેરો ની યશોગાથા -મણિયારો
41)    આપણું સૌરાષ્ટ્ર 42)    શહીદો ને કોટી કોટી વંદન
43)    ગજબ હાથે ગુજારીને 44)    મહાકાવ્ય
45)    વીર માંગડા વાળો 46)    પાંચાળ પંથક
47)    મચ્છુકાંઠો 48)    ઓખામંડળ પરગણું
49)    ભાલબારું અને નળકાંઠો પંથક 50)    ઝાલાવાડ પરગણું
51)    છત્રીસ રાજપૂત શાખા અને તેના ગઢ 52)    સોન હલામણ
53)    ભોજા ભગત ના ચાબખા 54)    રૂપાળું ગામડું
55)    આહિરના એંધાણ 56)    કાઠીયાવાડી દુહા
57)    કસુંબો 58)    લોકસાહિત્ય
59)    રાજિયાના સોરઠા 60)    રંગ રાજપુતા
61)    સોરઠની સાખીઓ 62)    કાઠીયાવાડી દુહા
63)    નીડર ચારણનો દોહો 64)    ૧૪ વિદ્યા
65)    સોરઠ ના દુહા 66)    સોરઠી દુહો
67)    મચ્છુકાંઠો 68)    ક્ષત્રીયોની તલવાર નુ સાહિત્ય
69)    સોરઠદેશ સોહમણો 70)    દશાવતાર -દોહા
71)    મરદ કસુંબલ રંગ ચડે 72)    ગીર સાથે ગોઠડી
73)    મરદો મરવા તેગ ધરે 74)    મારા શાયર મેઘાણી
75)    ઊંચો ગઢ ગિરનાર 76)    દરબાર સાહેબશ્રી એભલ પટગીર
77)    કસુંબીનો રંગ 78)    રાંગમા ઘોડી શોભતી
79)    તલવારનો વારસદાર 80)    નવ કહેજો!
81)    વીર જતીન્દ્રનાં સંભારણા 82)    છેલ્લી પ્રાર્થના
83)    ભલી કાઠીયાવાડ 84)    ભીરુ
85)    મોતનાં કંકુ-ઘોળણ 86)    તરુણોનું મનોરાજ્ય
87)    ઝંખના 88)    માણેસ, તું મરોય
89)    ધન્ય ધન્ય સૌરાષ્ટ્ર ધરા 90)    વટ રાખવો પડે
91)    કાઠીયાવાડનો ભવ્ય વારસો 92)    અમ દેશની એ આર્ય રમણી
93)    હું સોરઠી કાઠી 94)    અમરલોકથી આવ્ય અમારા શાયર
95)    સત ધરમને શીલતા 96)    સૌરાષ્ટ્રની ૧૭૦ જેટલી ભિન્ન ભિન્ન જ્ઞાતિ
97)    ક્ષત્રિય, તારો પડકાર 98)    સંત ને શૂરાના બેસણાં
99)    સૌરાષ્ટ્ર ધરા 100)    કાઠી ભડ કહેવાય