તરુણોનું મનોરાજ્ય

Kathiyawadi Khamir

ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ;
અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ:

આજ અણદીઠ ભૂમિ તણે કાંઠડે
વિશ્વભરના યુવાનોની આંખો અડે
પંથ જાણ્યા વિના પ્રાણ ઘોડે ચડે,
ગરુડ-શી પાંખ આતમ વિષે ઊઘડે

કેસરિયા વાઘા કરી જોબન જુદ્ધે ચડે;
રોકણહારું કોણ છે ? કોનાં નેન રડે ?

કોઈ પ્રિયજન તણાં નેન રડશો નહિ !
યુદ્ધ ચડતાને અપશુકન ધરશો નહિ !
કેસરી વીરના કોડ હરશો નહિ !
મત્ત યૌવન તણી ગોત કરશો નહિ !

રગરગિયાં-રડિયાં ઘણું, પડિયાં સહુને પાય
લાતો ખાધી, લથડિયાં – એ દિન ચાલ્યા જાય:

લાત ખાવા તણાં દિન હવે ચાલિયા,
દર્પભર ડગ દઈ યુવક દળ હાલિયાં;
માગવી આજ મેલી અવરની દયા,
વિશ્વસમરાંગણે તરુણદિન આવિયા.

અણદીઠાંને દેખવા, અણતગ લેવા તાગ,
સતની સીમો લોપવા, જોબન માંડે જાગ :

લોપવી સીમ, અણદીઠને દેખવું,
તાગવો અતલ દરિયાવ-તળિયે જવું;
ઘૂમવાં દિગ્દિગંતો, શૂળી પર સૂવું :
આજ યૌવન ચહે એહ વિધ જીવવું
[૧૯૨૯]

ઝવેરચંદ મેઘાણી
-સિંધુડો

Posted in ગીત-કવિતા-બાળગીતો-હાલરડાં, દુહા-છંદ, શૌર્ય ગીત Tagged with: , ,

આ પણ વાંચો...

1)    હિન્દ કી રાજપુતાનિયા થી… 2)    આદર્શ માતા
3)    કવિતા -કવિ દાદ 4)    પાળીયા બોલે છે
5)    સૂર્ય પૂજા – ભલે ઊગ્યા ભાણ 6)    કાઠીયાવાડી છે
7)    હોથલ પદમણી – કાઠીયાવાડી દુહા 8)    અષાઢી બીજ
9)    કાઠીયાવાડી દુહા 10)    સાચા સંતો માથે ભક્તિ કેરા મોલ
11)    ઊઠો 12)    ભોમિયા વિના મારે
13)    ગઢ ફરતે ઘોર ઘમસાણ ગાજે 14)    ખમા ! ખમા ! લખ વાર
15)    વિદાય 16)    ચારણી નિસાણી છંદ
17)    કળાવંત કુળવંત કાઠીયાણી 18)    સિંહણ બચ્ચું
19)    સોરઠ રતનની ખાણ 20)    સોરઠ દેશ ન સંચર્યો
21)    ભા’ કુંભાજી – ગોંડલ 22)    ચારણી સાહિત્યમાં ઘોડાંનાં વિવિધ નામ
23)    બારાડી – લીલી નાઘેર પંથક 24)    ઝૂલો ઝૂલો પારણીયામાં લાલ છે
25)    ઝારાનું મયદાને જંગ 26)    સૂના સમદરની પાળે
27)    આરઝી હકૂમત 28)    ઘેડ પંથક
29)    ગોંડલનું રાજગીત 30)    સૌરાષ્‍ટ્રના પાંચરત્‍નો
31)    ગોપાલ મારો પારણીયે ઝુલે રે 32)    વિર ચાંપરાજ વાળા
33)    સિંહ ચાલીસા 34)    કાગવાણી
35)    જનની જણ તો ભક્ત જણ જે 36)    ઉઘાડી રાખજો બારી
37)    દીકરો મારો લાડકવાયો 38)    હાલાજીતારા હાથ વખાણું
39)    હાલાજી મેરામણજી અજાણી 40)    સ્વતંત્રતાની મીઠાશ
41)    સૌરાષ્ટ્ર ની ઓળખ સમા લોકડાયરા 42)    ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી
43)    નાથા ભાભા મોઢવાડિયા 44)    મારે ઘેર આવજે બે’ની
45)    વીર રામવાળા 46)    કોઈનો લાડકવાયો
47)    કાઠીયાવાડની કામિની 48)    કાઠીયાવાડી દુહા
49)    જય જય ગરવી ગુજરાત 50)    જાવ ! હજી ફાસ્ટફૂડ ખાવ
51)    કાઠિઓએ કાઠીયાવાડ કીધો 52)    ભાગું તો મારી ભોમકા લાજે
53)    જવામર્દો મહેરો ની યશોગાથા -મણિયારો 54)    આપણું સૌરાષ્ટ્ર
55)    શહીદો ને કોટી કોટી વંદન 56)    કેસર કેરી
57)    ગજબ હાથે ગુજારીને 58)    મહાકાવ્ય
59)    વીર માંગડા વાળો 60)    પાંચાળ પંથક
61)    મા મને કોઈ દી સાંભરે નઇ 62)    મચ્છુકાંઠો
63)    ઓખામંડળ પરગણું 64)    ભાલબારું અને નળકાંઠો પંથક
65)    ઝાલાવાડ પરગણું 66)    છત્રીસ રાજપૂત શાખા અને તેના ગઢ
67)    સોન હલામણ 68)    ભોજા ભગત ના ચાબખા
69)    રૂપાળું ગામડું 70)    કાઠીયાવાડી દુહા
71)    આહિરના એંધાણ 72)    નદી રૂપાળી નખરાળી
73)    કસુંબો 74)    લોકસાહિત્ય
75)    રાજિયાના સોરઠા 76)    રંગ રાજપુતા
77)    સોરઠની સાખીઓ 78)    મારા કેસરભીના કંથ
79)    કાઠીયાવાડી દુહા 80)    નીડર ચારણનો દોહો
81)    ૧૪ વિદ્યા 82)    સોરઠ ના દુહા
83)    સોરઠી દુહો 84)    મચ્છુકાંઠો
85)    દશાવતાર -દોહા 86)    ક્ષત્રીયોની તલવાર નુ સાહિત્ય
87)    સોરઠદેશ સોહમણો 88)    મરદ કસુંબલ રંગ ચડે
89)    ગીર સાથે ગોઠડી 90)    મરદો મરવા તેગ ધરે
91)    મારા શાયર મેઘાણી 92)    ઊંચો ગઢ ગિરનાર
93)    ગિરનાર સાદ પાડે 94)    મહાજાતિ ગુજરાતી
95)    વારતા રે વારતા 96)    દરબાર સાહેબશ્રી એભલ પટગીર
97)    કસુંબીનો રંગ 98)    રાંગમા ઘોડી શોભતી
99)    તલવારનો વારસદાર 100)    નવ કહેજો!