તલવારનો વારસદાર

Shurvir Rajput Manભેટે ઝૂલે છે તલવાર, વીરાજી કેરી ભેટે ઝૂલે રે
ભીંતે ઝૂલે છે તલવાર, બાપુજી કેરી ભીંતે ઝૂલે છે

મારા બાપુને બહેન બે બે કુંવરિયા, બે વચ્ચે પાડ્યા છે ભાગ
હાં રે બેની બે વચ્ચે પાડ્યા છે ભાગ, વીરાજી કેરી ભેટે ઝૂલે રે

મોટે માગી છે મો’લ મ્હેલાતો વાડિયો, નાને માગી છે તલવાર
મોટો મહાલે છે મો’લ મેડીની સાયબી, નાનો ખેલે છે શિકાર

મોટો ચડિયો છે કંઈ હાથી અંબાડિયે, નાનેરો ઘોડે અસવાર
મોટો કઢે છે રોજ કાવા કસૂંબલા, નાનેરો ઘૂમે ઘમસાણ

મોટો પોઢે છે લાલ રંગીલે ઢોલિયે, નાનો ડુંગરડાની ધાર
મોટો મઢાવે વેઢ વીંટી ને હારલાં, નાનો સજાવે તલવાર

મોટાને સોહે હીર-જરિયાની આંગડી, નાનાને ગેંડાની ઢાલ
મોટો સંતાય સુણી શત્રુના રીડિયા, નાનેરો દ્યે છે પડકાર

મોટો ભાગ્યો છે સેન શત્રુનાં ભાળતાં. નાનેરો ઝીંકે છે ઘાવ
મોટો જીવ્યો છે પાય શત્રુના પૂજતો. નાનેરો સૂતો સંગ્રામ
મોટે રે માડી તારી કુખો લજાવી, નાને ઉજાળ્યા અવતાર
મોટાના મોત ચાર ડાઘુએ જાણિયાં, નાનાની ખાંભી પૂજાય

ભેટે ઝૂલે છે તલવાર, વીરાજી કેરી ભેટે ઝૂલે રે
ભીંતે ઝૂલે છે તલવાર, બાપુજી કેરી ભીંતે ઝૂલે છે

– ઝવેરચંદ મેઘાણી

Posted in લોકગીત, શૌર્ય ગીત Tagged with:

આ પણ વાંચો...

1)    હિન્દ કી રાજપુતાનિયા થી… 2)    પશુધન અને તેની ઉપરની સોરઠીલોકોની મમતા
3)    ઊઠો 4)    ગઢ ફરતે ઘોર ઘમસાણ ગાજે
5)    ખમા ! ખમા ! લખ વાર 6)    વિદાય
7)    ઝારાનું મયદાને જંગ 8)    સૂના સમદરની પાળે
9)    હાલો ને આપણા મલકમાં 10)    સંગાળશા શેઠ ને ચંગાવતી રાણી
11)    ગોંડલનું રાજગીત 12)    જનેતાના દૂધમાં ભાગ
13)    કાગવાણી 14)    હાલાજીતારા હાથ વખાણું
15)    હાલાજી મેરામણજી અજાણી 16)    કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે
17)    કોઈનો લાડકવાયો 18)    ગોકુળ આવો ગિરધારી
19)    જય જય ગરવી ગુજરાત 20)    ભાગું તો મારી ભોમકા લાજે
21)    જવામર્દો મહેરો ની યશોગાથા -મણિયારો 22)    ગુજરાતી લોકગીત
23)    મહાકાવ્ય 24)    મા મને કોઈ દી સાંભરે નઇ
25)    દશાવતાર -દોહા 26)    મરદ કસુંબલ રંગ ચડે
27)    કસુંબીનો રંગ 28)    રાંગમા ઘોડી શોભતી
29)    ઝૂલણ મોરલી વાગી રે 30)    નવ કહેજો!
31)    વીર જતીન્દ્રનાં સંભારણા 32)    બૂરા ક્યા?
33)    છેલ્લી પ્રાર્થના 34)    ભીરુ
35)    મોતનાં કંકુ-ઘોળણ 36)    તરુણોનું મનોરાજ્ય
37)    ઝંખના 38)    એકબીજાને જીતશું રે ભાઈ
39)    માણેસ, તું મરોય 40)    ચાંદો ઊગ્યો ચોકમાં ઘાયલ
41)    આપણા મલકના માયાળુ માનવી 42)    ધન્ય ધન્ય સૌરાષ્ટ્ર ધરા
43)    મોરબીની વાણિયણ 44)    તારી બાંકી રે પાઘલડી નું ફૂમતુ રે
45)    વટ રાખવો પડે 46)    અમ દેશની એ આર્ય રમણી
47)    કે મીઠો માંનો રોટલો 48)    ધન્ય સોરઠ ભોમકા
49)    આજનો ચાંદલિયો 50)    ઇંધણા વીણવા ગઇ’તી મોરી સૈયર
51)    હું સોરઠી કાઠી 52)    ઝૂલણા છંદ
53)    ક્ષત્રિય, તારો પડકાર 54)    કાઠી ભડ કહેવાય
55)    દેવાયત પંડિતની આગમવાણી 56)    સત નિર્વાણ ફાઉન્ડેશન
57)    પાપ તારું પરકાશ જાડેજા 58)    મન મોર બની થનગાટ કરે
59)    ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું 60)    ચારણ કન્યા
61)    રૂડી ને રંગીલી 62)    આવકારો મીઠો આપજે રે
63)    મારો હેલો સાંભળો 64)    જનનીની જોડ સખી!
65)    શિવાજીનું હાલરડું