Khirasra Palace Heritage Hotel -Rajkot
ઉદારતાની વાતો

દાદભાની ઝાલાવાડી ખુમારી

Old Man of Zalawadવિધા અને અનુભવના ઘડતર પ્રિય દાજીરાજ પશ્ચિમ ની સંસ્કૃતિ નો અનુભવ મેળવી હીંદ ના કિનારે, મુંબઈ ઉતાર્યા તે વખતે મુસાફરી ની ખર્ચી પાસે ના હોવાથી મુંબઈ થી દેશ માં વઢવાણ આવવા ખરચીની જરૂરિયાત ઊભી થઈ એ જમાના માં તાર-ટપાલ ,ટેલિફોન -વાયરલેસ જેવા સાધનોની વિપુલતા ન હતી અમુક જ શહેરો ની શરાફી હુંડિયામણ માટે પેઢી ઑ હતી .એમાં વઢવાણના નાથા ભવાનવાળા શાહ કેશવજી ઉર્ફે દાદભાની (મુંબઈ માં) પેઢી ત્યાં હતી પેઢી ઉપર ત્રિભોવનદાસ કેશવજી નાથા બેસતા એમને પોતાના અન્નદાતા ઠાકોર સાહેબ દાજીરાજ વિલાયતની સફર ખેડી ને મુંબઈ પહોચ્યાની જાણ થઈ .તત્કાળ તેઓ સ્નેહ વદન કરવા દોડી આવ્યા હૈયા માં હર્ષ સમાંતો નથી.કેડિયાની કસો તૂટું તૂટું થાય છે રૈયત ના રુદીએ રાજ કરનારા પ્રજા વાત્સલ્ય રાજા આજ આંગણે પધાર્યો હતો .પછી ત્રિભોવન શેઠ સ્વામીની સરભરા કરવામાં પછી પાણી કરે ખરા..!! જેના હ્રદયમાં ધણી માટે અપાર આદર છે એવ ત્રિભોવન શેઠ ઊંમકાભેળ મળ્યા. ઠાકોર પણ પોતાની પ્રજાને પરદેશ માં જોઈ એટલા ખુશ થયા.દાજીરાજજીએ સહજતા થી પોતાની મુઝવણ ની વાત કરી. પોતાના સ્વામી પાસે ખર્ચી ખૂટી છે .આ વાત જાણતા ત્રિભોવન શેઠના રુવાડા ખડા થઈ ગયા.તત્કાળ પચાસ હજારની રકમ લાવીને પોતાના સ્વામીના ચરણો માં મૂકી દીધી

જરા વિચાર તો કરો, એ જમાનામાં જ્યારે પાંચ -પચાસ રૂપિયાવાળો પૈસાદાર ગણાતો, એ વખતે ત્રિભોવન શેઠે કોઈ જ અપેક્ષા વગર પોતાના ધણી ના પગ માં પચાસ હજાર મૂકી દીધા

આ દ્રષ્ટાંત છે વઢવાણ નાં ખમીર અને ખાનદાની નું. આ પ્રસંગ વઢવાણ ના ઈતિયસ માં અજોડ અને અપૂર્વ ગણાય છે એ વખતે પણ દાજીરાજજી ના રુદીયામાં મુંબઈ માં અર્ધા લાખ ની રકમ ચરણે ધરી દેનાર ત્રિભોવન કેશવજી નું નામ રમતું હતું બાદ માં વઢવાણ માં આવી તત્કાળ શેઠ ને આમત્ર્યા. એમનું સન્માન કરી લીધેલ રકમ ભરપાઈ કરી..

આવી હતી એ જમાંનામાં ઝાલાવાડ ની ખુમારી..