Ashok Shilalekh Junagadh
મંદિરો - યાત્રા ધામ સંતો અને સતીઓ

બજરંગ બાપાનું જન્મ સ્થાન જાંજરીયા હનુમાન

Bajarang Das Bapa, Bagdana Bhavnagarશિવકુવર બાને બે ભાઈ હતા , એમાં તેમના મોટા ભાઈ તથા શિવકુવર બાના લગ્ન સાથે થયા હતા , નાના ભાઈના લગ્ન બાકી હતા , નાના ભાઈની યોગ્ય ઉમર થતા લગ્ન નક્કી થયા , પરંતુ તે સમયે શિવકુંવર બાને ગર્ભવાસ હોવાથી નાના ભાઈના લગ્નમાં જઇ સકે તેમ ન હતા ,

નાના ભાઈને જાણ થઇ બહેન મારા લગ્નમાં આવવાના નથી , તેથી શિવકુંવર બાના નાના ભાઈએ હઠ પકડી જો બેન બા મારી જાનમાં નહિ આવે તો હું લગ્ન નહિ કરું , શિવકુંવર બાના નાના ભાઈને વડીલોએ ધણા સમજાવ્યા તેમ છતાં તેની જીદ વધતી ગઈ બહેન જાનમાં નહિ આવે તો હું લગ્ન નહિ કરું , વરરાજાને જાજુ વઢીને કહેવાય પણ નહિ , અમુક સમયે જીદ એવી હોય છે , તે બીજી પરિસ્થિતિને સમજતી નથી ,

લગ્નના દિવસો નજીક આવી ગયા હોવાથી લગ્નતિથીમાં કોઈ ફારફેર થાય તેમ ન હતું , તે સમયે વડીલોને પોતાની જુબાનીની કીમત હતી , એક વાર સામે વેવાઈને વચન આપે ત્યાર બાદ કોઈ ફરક પડતો ન હતો, વેવાઈને ત્યાં પણ લગ્નની પૂરે પૂરી તૈયારી થઇ ચુકી હતી , તેથી લગ્નની તિથિમાં કોઈ ફારફેર ન થાય તેમ હોવાથી તથા નાના ભાઈની જીદને વશ થઇ ભાઈ ભોજાઈ માલપરા ગામે શિવકુંવર બાને તેડવા આવ્યા હતા ,

શિવકુવરબા ભાઈ ભોજાઇ સાથે બળદ ગાડામાં પોતાના પિયર તરફ જતા હતા તે સમયે ભાવનગર વટીને અધેવાડા ગામ તરફ આવ્યા , અધેવાડા પાસે માંલેશ્વરી નદીના કાઠે જાંજરીયા હનુમાનની જગ્યા આવેલી છે , ત્યાં અચાનક શિવકુંવર બાને પ્રસૃત્તિની પીડા થઇ , જાણ થતા નદીમાં કપડા ધોતી સ્ત્રીઓ દોડતી શિવકુંવર બા પાસે આવી , એ જાંજરીયા હનુમાનની જગ્યામાં જ એક કણબીના દુધીમાં નામના ડોશીમાએ કારતક સુદ પૂનમને મંગળવારે શિવકુંવર બા ને પ્રસૃત્તી કરાવી , ત્યાં એક બાળકનો જન્મ થયો , તે બાળક બીજા કોઈ નહિ આપણા સર્વનાં રુદિયામાં રહેનાર બજરંગ બાપા પોતે હતા , બાળકનો જન્મ થતા શીવકુવર બા પોતાના ગામ માલપરા પાસા આવ્યા ,

જાંજરીયા હનુમાનની જગ્યા અત્યંત પવિત્ર તથા સુખકારી છે , અમુક ભૂમિ બહુ જ બળ વાળી હોય છે , જાંજરીયા હનુમાનની જગ્યા એટલે એક મહાન ઓલિયા પુરુષના જન્મ સ્થાનની જગ્યા , બાપાના જન્મસ્થાનની પ્રસાદીની જગ્યા , જેઓને બાપા પ્રત્યે શ્રધ્ધા અને વિશ્વાસ છે , તે લોકોએ એક વાર જાંજરીયા હનુમાનની જગ્યામાં દર્શન માટે અવશ્ય જવું જોઈએ , બજરંગ બાપાને જાંજરીયા હનુમાનની જગ્યા બહુજ પ્રિય હતી , તેવો કાળીચૌદશને દિવસે જાંજરીયા હનુમાનની જગ્યામાં દર્શને અચુક જતા હતા ,