મહાકાવ્ય

Veer Hamirji Gohilમહાકાવ્ય – હમીરજી ગોહિલ સર્ગ-૩ મિજબાનીના.અંશો

‘આ જેવો વર લાડકો કદિ ય તેં જોયો હતો – બેન ! શું ?’
‘જો જો ! ખડ્‌ગ સુનેરી એ કર મહીં કેવું દિસે છે રૂડું ?’
‘ઓહો ! અશ્વ કુદી રહ્યો પણ જરી આ સ્વાર ના ના ડગે !’
‘આહા ! એ મુખતેજથી શશી અને ઝાંખી મશાલો બને !’

‘ચંદાબેન તણો જ આ કર ગ્રહે ! કેવું બને તો – સખિ ?’
‘કોઈ વેગડભાઈને કહી શકે એ ગોળ ખાવા અહીં ?’

‘રે ! એ ભીલ ઠર્યો અને રજપૂતી ટેકી દિસે વીર આ !’
‘ચંદાને પણ ભીલડી ગણીશ ના” “એ કોઈ દેવી મહા !’

‘કિંતુ આ રજપૂત યુદ્ધ કરવા જાતો – સૂણ્યું મેં નકી !’
‘શું આ ઉછળતું જ પુષ્પ મરવા જાશે ? અરેરે ! સખિ !’
‘તો એ આ વ્યવિશાલનું કહીશ હું ચંદાની માતા કને !’
‘છે તો કૈં જ થવું નહીં !” “નિરખી આ છોને જરા તોય લે !’

‘કોઈ કાયર સાથ લાખ વરસો સ્વર્ગે ય જીવ્યા થકી !’
‘મ્હોટું ભાગ્ય સુવીરની કરલતા પૂરી ક્ષણે સ્પર્શવી !’
‘ચંદા પાસ રહી શીખેલ દિસ તું વાતો વડી બોલવી !’
‘બાઈ ! સૌ હરિએ લખેલ બનશે ! આ જોઈ લે તો જરી !

કલાપી

Posted in શૌર્ય ગીત Tagged with: ,

આ પણ વાંચો...

1)    હિન્દ કી રાજપુતાનિયા થી… 2)    ઊઠો
3)    ગઢ ફરતે ઘોર ઘમસાણ ગાજે 4)    ખમા ! ખમા ! લખ વાર
5)    વિદાય 6)    ઝારાનું મયદાને જંગ
7)    સૂના સમદરની પાળે 8)    હાલાજીતારા હાથ વખાણું
9)    હાલાજી મેરામણજી અજાણી 10)    કોઈનો લાડકવાયો
11)    ભાગું તો મારી ભોમકા લાજે 12)    જવામર્દો મહેરો ની યશોગાથા -મણિયારો
13)    મરદ કસુંબલ રંગ ચડે 14)    કસુંબીનો રંગ
15)    રાંગમા ઘોડી શોભતી 16)    તલવારનો વારસદાર
17)    નવ કહેજો! 18)    વીર જતીન્દ્રનાં સંભારણા
19)    છેલ્લી પ્રાર્થના 20)    ભીરુ
21)    મોતનાં કંકુ-ઘોળણ 22)    તરુણોનું મનોરાજ્ય
23)    ઝંખના 24)    ધન્ય ધન્ય સૌરાષ્ટ્ર ધરા
25)    વટ રાખવો પડે 26)    હું સોરઠી કાઠી
27)    ઝૂલણા છંદ 28)    ક્ષત્રિય, તારો પડકાર
29)    કાઠી ભડ કહેવાય 30)    ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું
31)    શિવાજીનું હાલરડું