મા મને કોઈ દી સાંભરે નઇ

Zaverchand Meghaniઝવેરચંદ મેઘાણી
૨૮ ઓગસ્ટ ૧૮૯૬ – ૯ માર્ચ ૧૯૪૭

આજે આપણા રાષ્ટ્રીય શાયર ની પુણ્ય તિથી નિમિતે પ્રસ્તુત છે તેમનીજ એક ભાવભીની રચના

કોઈ દી સાંભરે નઇ
મા મને કોઈ દી સાંભરે નઇ
કેવી હશે ને કેવી નઇ
મા મને કોઈ દી સાંભરે નઇ

કોક કોક વાર વળી રમ્મત વચાળે મારા
કાનમાં ગણગણ થાય
હુતુતુતુની હડિયાપટીમા
માનો શબદ સંભળાય-
મા જાણે હીંચકોરતી વઈ ગઈ
હાલાના સૂર થોડા વેરતી ગઈ…

શ્રાવણની કોક કોક વે’લી સવારમાં
સાંભરી આવે બા
પારિજાતકની મીઠી સુગંધ લઈ
વાડીએથી આવતો વા
દેવને પૂજતી ફૂલ લઈ લઈ
મા એની મ્હેક મ્હેક મેલતી ગઈ

સૂવાના ખંડને ખૂણે બેસીને કદી
આભમાં મીટ માંડું
માની આંખો જ જાણે જોઈ રહી છે મને
એમ મન થાય ગાંડું
તગતગ તાકતી ખોળલે લઈ
ગગનમાં એ જ દ્ય્ગ ચોડતી ગઇ

કેવી હશે ને કેવી નઇ
મા મને કોઈ દી સાંભરી નઇ.

-ઝવેરચંદ મેઘાણી

Posted in ગીત-કવિતા-બાળગીતો-હાલરડાં, લોકગીત Tagged with:

આ પણ વાંચો...

1)    આદર્શ માતા 2)    કવિતા -કવિ દાદ
3)    કાઠીયાવાડી છે 4)    પશુધન અને તેની ઉપરની સોરઠીલોકોની મમતા
5)    ઊઠો 6)    ભોમિયા વિના મારે
7)    વિદાય 8)    ઝૂલો ઝૂલો પારણીયામાં લાલ છે
9)    સૂના સમદરની પાળે 10)    આરઝી હકૂમત
11)    હાલો ને આપણા મલકમાં 12)    સંગાળશા શેઠ ને ચંગાવતી રાણી
13)    ગોંડલનું રાજગીત 14)    ગોપાલ મારો પારણીયે ઝુલે રે
15)    જનેતાના દૂધમાં ભાગ 16)    કાગવાણી
17)    ઉઘાડી રાખજો બારી 18)    દીકરો મારો લાડકવાયો
19)    હાલાજીતારા હાથ વખાણું 20)    સ્વતંત્રતાની મીઠાશ
21)    ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી 22)    મારે ઘેર આવજે બે’ની
23)    કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે 24)    કોઈનો લાડકવાયો
25)    ગોકુળ આવો ગિરધારી 26)    જય જય ગરવી ગુજરાત
27)    જાવ ! હજી ફાસ્ટફૂડ ખાવ 28)    ભાગું તો મારી ભોમકા લાજે
29)    જવામર્દો મહેરો ની યશોગાથા -મણિયારો 30)    કેસર કેરી
31)    ગુજરાતી લોકગીત 32)    રૂપાળું ગામડું
33)    નદી રૂપાળી નખરાળી 34)    મારા કેસરભીના કંથ
35)    દશાવતાર -દોહા 36)    ગિરનાર સાદ પાડે
37)    મહાજાતિ ગુજરાતી 38)    વારતા રે વારતા
39)    કસુંબીનો રંગ 40)    તલવારનો વારસદાર
41)    ઝૂલણ મોરલી વાગી રે 42)    નવ કહેજો!
43)    વીર જતીન્દ્રનાં સંભારણા 44)    બૂરા ક્યા?
45)    છેલ છબીલો ગુજરાતી 46)    છેલ્લી પ્રાર્થના
47)    યજ્ઞ-ધૂપ 48)    ભીરુ
49)    મોતનાં કંકુ-ઘોળણ 50)    તરુણોનું મનોરાજ્ય
51)    ઝંખના 52)    એકબીજાને જીતશું રે ભાઈ
53)    માણેસ, તું મરોય 54)    ચાંદો ઊગ્યો ચોકમાં ઘાયલ
55)    કાલ જાગે 56)    આપણા મલકના માયાળુ માનવી
57)    ધન્ય ધન્ય સૌરાષ્ટ્ર ધરા 58)    મોરબીની વાણિયણ
59)    તારી બાંકી રે પાઘલડી નું ફૂમતુ રે 60)    કવિ તને કેમ ગમે
61)    હાલોને જાયેં સોનુંરે વીણવા 62)    ગામડાનો ગુણાકાર
63)    અમ દેશની એ આર્ય રમણી 64)    કે મીઠો માંનો રોટલો
65)    ધન્ય સોરઠ ભોમકા 66)    આજનો ચાંદલિયો
67)    ઇંધણા વીણવા ગઇ’તી મોરી સૈયર 68)    અમરલોકથી આવ્ય અમારા શાયર
69)    સૌરાષ્ટ્રની ૧૭૦ જેટલી ભિન્ન ભિન્ન જ્ઞાતિ 70)    દેવાયત પંડિતની આગમવાણી
71)    સત નિર્વાણ ફાઉન્ડેશન 72)    પાપ તારું પરકાશ જાડેજા
73)    મન મોર બની થનગાટ કરે 74)    ગાંધીને પગલે તું ચાલીશ ને ગુજરાત?
75)    ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું 76)    ચારણ કન્યા
77)    રૂડી ને રંગીલી 78)    આવકારો મીઠો આપજે રે
79)    રંગીલા રાજકોટ નું રંગીલું ગીત 80)    મારો હેલો સાંભળો
81)    જનનીની જોડ સખી! 82)    અમે અમદાવાદી
83)    શિવાજીનું હાલરડું 84)    તમે મારાં દેવનાં દીધેલ છો
85)    સૌરાષ્ટ્રમાં ગવાતું એક હાલરડું 86)    હાં…હાં હાલાં -હાલરડું