મોક્ષની નગરી -દ્વારિકા

Gomti River

ભારતના ચાર પવિત્ર ધામોમાંનું એક છે દ્વારકા. સૌરાષ્ટ્રના પશ્ચિમ કાંઠે આવેલ આ નગરી ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા નિર્માણ પામેલ છે. એવું માનવામાં આવે છે કે શ્રી કૃષ્ણએ બનાવેલ આ નગરી ડૂબી જતાં તેમના પ્રપૌત્ર વજ્રનાભે નજીકમાં એક ઉંચી જગ્યાએ પોતાના પૂર્વજોને નામે સાત મંદિરો સ્થાપ્યા. જેમાંના એકની અંદર ઈસુની પહેલી સદી દરમિયાન શ્રીકૃષ્ણની ચતુર્ભુજ મૂર્તિની સ્થાપના થઈ. તેની પર સમુદ્રના પાણી ફરી વળતાં તે મંદિર પર ચોથી સદીમાં અને ત્યાર બાદ આઠમી સદીમાં શ્રીકૃષ્ણનું મંદિર સ્થપાયું હતું. જે વારંવાર જીર્ણૉધ્ધાર પામ્યુ હતું.

હાલમાં ગોમતી તટે ચાલીસ મીટર ઉંચા, સાત ઝરૂખા અને 72 સ્તંભોવાળા જગત મંદિરની અંદર લગભગ એક મીટર ઉંચી શ્યામ આરસની શ્રી કૃષ્ણની ચતુર્ભુજ પ્રતિમા ચાંદીના સુંદર સિંહાસન પર વિરાજમાન છે. અહીંયા મંદિરની ધજાને દિવસમાં ત્રણ વખત બદલવામાં આવે છે. એક હજાર કરતાં વધારે વર્ષ પહેલાં સ્થપાયેલ આ પવિત્ર મંદિરનાં દર્શનાર્થે દેશના ચારે ખુણેથી યાત્રાળુઓ આવે છે. મુખ્ય મંદિરની આસપાસએવી જ શૈલીના અન્ય મંદિરોમાં (1) અનિરુધ્ધજી, (2) પુરૂષોત્તમજી, (3) દેવકીજી, (4) વેણીમાધવ, (5) બલરામજી વગેરે દેવસ્થાનોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત છેલ્લાં 500 વર્ષની અંદર બંધાયેલ સુદામા મંદિર, ગાયત્રી મંદિર, શારદાપીઠ તેમજ અંબાજી, સરસ્વતી વગેરેના મંદિરો અહીં છે.

અહીંના મંદિરોની કોતરણે ખુબ જ સુંદર છે. આ પ્રાચીન મંદિરને લગભગ તેની શરૂઆતના સમયથી જ રાજા અને સામાન્ય પ્રજા દ્વારા મદદ આપવામાં આવેલ છે. આ મહત્વના મોક્ષ ધામોમાંનું એક છે. ગોમતી નદી તેની પાસે થઈને વહે છે.

સ્વર્ગદ્વાર અને મોક્ષદ્વાર તરીકે ઓળખાતાં મુખ્ય મંદિરનાં બે દ્વારો પૈકીના પ્રથમ દ્વારથી ગોમતી તરફ ઉતરતાં 56 પગથિયાની સીડીની બંને બાજુએ તેમજ ગોમતીકાંઠે અનેક બીજાં મંદિરો આવેલા છે. જન્માષ્ટમી, દિવાળી, હોળી-ધુળેટીના તહેવારોમાં અહીંયા મેળા ભરાય છે. બેટ શંખોદ્વારનું તીર્થ અહીંથી 30 કિ.મી.દુર સમુદ્રની વચ્ચે આવેલ છે.

દ્વારકા પહોચવા માટે
અહીંનું સૌથી નજીકનું હવાઈમથક જામનગર છે. આ સિવાય તમે રેલ દ્વારા પણ જઈ શકો છો દ્વારકા જામનગરથી 132 કિ.મી.ના અંતરે આવેલ છે. બસ માર્ગ દ્વાર પણ અહીં પહોચી શકાય છે. ગુજરાતના જુદા જુદા ભાગોમાંથી અહીં જવા માટે રાજ્ય પરિવહનની બસો અને લકઝરી પણ મળી રહે છે.

Like This Page
⇩⇩⇩⇩⇩⇩⇩⇩
https://www.facebook.com/kathiyawadikhamir

Posted in મંદિરો - યાત્રા ધામ, શહેરો અને ગામડાઓ Tagged with: , ,

આ પણ વાંચો...

1)    નાગેશ્વર જ્યોતિર્લિંગ 2)    પાલણપીરનો મેળો
3)    વારાહી માતા મંદિર (હઠીલા) 4)    શ્રી શીતળા માતાજી મંદિર -કાલાવડ
5)    વેરાવળ 6)    નકલંક ઘામ -તોરણીયા
7)    પોરબંદર ચોપાટી બીચ 8)    ભુરખીયા હનુમાન મંદિર
9)    જૂનાગઢ નજીક સાઇટ સીઇંગ સ્પોટ્સ 10)    નરસિંહ મહેતાનો ચોરો -જુનાગઢ
11)    શ્રી નિષ્કલંક મહાદેવ -કોળિયાક 12)    ગોહિલવાડ
13)    તરણેશ્વર મહાદેવ -તરણેતર 14)    ગુજરાતના-જોવાલાયક સ્થળોમાં -વાંકાનેર
15)    મજેવડી દરવાજા-જુનાગઢ 16)    લીરબાઈ
17)    શ્રી ચામુંડા માતાજી -ઉંચા કોટડા 18)    વાંકાનેર
19)    ગોરખનાથ જન્મકથા 20)    સંતશ્રી વાલમરામ બાપા આશ્રમ
21)    દ્વારિકાધીશ મંદિર 22)    આરઝી હકૂમત
23)    ઘેડ પંથક 24)    ડુબી ગયેલ દ્વારકા
25)    લોકમેળાની ગઈકાલ અને આજ 26)    ઓખા બંદર
27)    જુનાગઢને જાણો 28)    કથાનિધિ ગિરનાર
29)    જામનગર ફોટો ગેલેરી 30)    વિસામણબાપુની જગ્‍યા વિહળધામ (પાળીયાદ)
31)    સત નો આધાર -સતાધાર 32)    વાહ, ભાવનગર
33)    સતી રાણકદેવી ના થાપા 34)    હરસિદ્ધમાતા મંદિર -જામનગર
35)    Willingdon dam Junagadh 36)    દેવાયત બોદરની પ્રતિમા – જુનાગઢ
37)    બાપા સીતારામ 38)    ખોડીયારમાં નું પ્રાગટ્ય
39)    ઘોડાખરા હિંદુ પીર 40)    ગિરનાર
41)    ત્રાગા ના પાળીયા 42)    ગિરનાર
43)    ઐતિહાસિક જીલ્લો -અમરેલી 44)    મેર જ્ઞાતિ
45)    માધવપુર ઘેડ 46)    ચાલો તરણેતરના મેળે
47)    Somnath Beach Development 48)    જગત ગુરુ ભગવાન શ્રી કૃષ્ણ ની નગરી
49)    તુલસીશ્યામ 50)    પરબ ધામ -પરબ વાવડી, જુનાગઢ
51)    શ્રી હરી મંદિર પોરબંદર 52)    સોમનાથ મંદિર
53)    સ્વામી ધર્મજીવનદાસજી અને ચૈતન્ય મંદિર 54)    નરસિંહ મેહતા તળાવ -જુનાગઢ
55)    કનકાઇ માતાજી -ગીર 56)    અગ્નિકુળ રાજપૂતો નું જન્મ સ્થળ
57)    અન્નક્ષેત્ર તેમજ ચમત્કારી જ્ગ્યા એટલે જલીયાણ જોગી નું વીરપુર 58)    ગીરનારની ગોદમાં ભરાતા મહા શિવરાત્રીના મેળામાં જોવા મળતી જ્ઞાતિઓ
59)    બજરંગદાસ બાપા 60)    શ્રી શેષનારાયણ ભગવાન -સાયલા
61)    સુર્ય મંદિર, પ્રભાસ પાટણ વેરાવળ 62)    ખોડિયાર મંદિર -રાજપરા
63)    વિશ્વંભરીધામ લીલાપુર 64)    જય માં હિંગળાજ
65)    વંશ ચિન્હ/રાજ્ય ચિન્હ Coat of Arms 66)    વીર માંગડા વાળો
67)    મોજીલા મામા 68)    શ્રી બાલાજી હનુમાનજી મહારાજ -રાજકોટ
69)    જામનગર ની રાજગાદી 70)    ઓખામંડળ પરગણું
71)    મહાશિવરાત્રીનો મેળો 72)    કલા અને સંસ્કૃતિની નગરી ભાવનગર
73)    આવો સોમનાથ દરિયા-કાંઠે 74)    લંબે હનુમાન -જુનાગઢ
75)    મુળ દ્વારકા 76)    રૂપાળું ગામડું
77)    આઇ ચાંપબાઇ 78)    શનિદેવનું જન્મસ્થાન
79)    સતાધાર 80)    બાલા હનુમાન -જામનગર
81)    ગોંડલનું પીઠસ્થાન સમું ભુવનેશ્વરી મંદિર 82)    રાજકુમાર કોલેજ -રાજકોટ
83)    ખીરસરા પેલેસ -રાજકોટ 84)    સૌરાષ્ટ્ર અને સનાતન ધર્મ
85)    દાદા ખાચરનો દરબાર -ગઢપુર 86)    નરસિંહ મેહતા તળાવ -જુનાગઢ
87)    જય દ્વારિકાધીશ 88)    સુદામાપુરી -પોરબંદર
89)    ખોડિયાર મંદિર – ગળધરા 90)    માંડવરાયજી મંદિર
91)    અમરેલી પરીચય 92)    કણકણમાં કોતરણીનો કસબ
93)    દામોદર મંદિર જુનાગઢ 94)    પોરબંદર રજવાડું
95)    નવા નગર (જામનગર) 96)    અમરેલી
97)    ગૌરીશંકર તળાવ 98)    જાફરાબાદી ભેંસ
99)    બાલાજી હનુમાન જેતપુર 100)    મોરબી જંકશન