યજ્ઞ-ધૂપ

આઘેરી વનરાઈ ઇંધન ક્યાં ચેતાય ?
કોને આંગણ યજ્ઞમાં આપણ તેડાં થાય ?

યજ્ઞનો ધૂપ ધમ ધમ દિગન્તે ચડે,
નોતરાં યુધ્ધનાં બારડોલી-ઘરે,
દૂર બેઠેલ અમ પ્રાણ થનગન કરે,
યજ્ઞનો ધૂપ આકાશભર ઊભરે,

મીઠી સૌરભ ધૂપની દૂર સુદુર છવાય,
લાખો હૈયા તુજ પરે હોમાવા હરખાય;

લાખ હૈયાં ધબકતાં તુંને ભેટવા
તોપ બંદૂક તલવાર પર લેટવા,
આજ તુજ યજ્ઞ-ધૂપે સહાતી હવા
પ્રેરતી લાખને યુદ્ધ-ઘેલા થવા.

લાખ લાખ નયનો રહ્યાં નીરખી અંબર માંય,
તારા યજ્ઞ-ધુંવા તણી યજ્ઞ-નિમંત્રક ઝાંય.

નીરખતાં લાખ નયનો ગગન-કાંગરે,
ધૂંધળો ધૂપ ચડતો જગત-નોતરે,
ભડ થજે, ભય નથી, આજ અમરાપરે
દેવ-કુલ યજ્ઞ તવ નીરખવા ઊતરે.

રહેજે મક્કમ મરણ લગ, મોત બિચારું કોણ !
તું મરતે જીવવું ગમે એવો કાયર કોણ !

તું મરંતે હજારો તનય હિન્દના
વિચરવા એ જ પંથે અમર ધામના
સજ્જઊભા : તું નિષ્પાપ છે, ડરીશ ના !
યજ્ઞનો ધૂપ પીધા પછી ફરીશ ના !

[બારડોલી-સત્યાગ્રહને ઉદ્દેશીને : ૧૯૨૮]

ઝવેરચંદ મેઘાણી
-સિંધુડો

Posted in ગીત-કવિતા-બાળગીતો-હાલરડાં Tagged with: ,

આ પણ વાંચો...

1)    આદર્શ માતા 2)    કવિતા -કવિ દાદ
3)    કાઠીયાવાડી છે 4)    ઊઠો
5)    ભોમિયા વિના મારે 6)    વિદાય
7)    ઝૂલો ઝૂલો પારણીયામાં લાલ છે 8)    સૂના સમદરની પાળે
9)    આરઝી હકૂમત 10)    ગોંડલનું રાજગીત
11)    ગોપાલ મારો પારણીયે ઝુલે રે 12)    ઉઘાડી રાખજો બારી
13)    દીકરો મારો લાડકવાયો 14)    સ્વતંત્રતાની મીઠાશ
15)    ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી 16)    મારે ઘેર આવજે બે’ની
17)    કોઈનો લાડકવાયો 18)    જય જય ગરવી ગુજરાત
19)    જાવ ! હજી ફાસ્ટફૂડ ખાવ 20)    ભાગું તો મારી ભોમકા લાજે
21)    કેસર કેરી 22)    મા મને કોઈ દી સાંભરે નઇ
23)    રૂપાળું ગામડું 24)    નદી રૂપાળી નખરાળી
25)    મારા કેસરભીના કંથ 26)    ગિરનાર સાદ પાડે
27)    મહાજાતિ ગુજરાતી 28)    વારતા રે વારતા
29)    કસુંબીનો રંગ 30)    નવ કહેજો!
31)    વીર જતીન્દ્રનાં સંભારણા 32)    બૂરા ક્યા?
33)    છેલ છબીલો ગુજરાતી 34)    છેલ્લી પ્રાર્થના
35)    ભીરુ 36)    મોતનાં કંકુ-ઘોળણ
37)    તરુણોનું મનોરાજ્ય 38)    ઝંખના
39)    કાલ જાગે 40)    કવિ તને કેમ ગમે
41)    હાલોને જાયેં સોનુંરે વીણવા 42)    ગામડાનો ગુણાકાર
43)    અમરલોકથી આવ્ય અમારા શાયર 44)    સૌરાષ્ટ્રની ૧૭૦ જેટલી ભિન્ન ભિન્ન જ્ઞાતિ
45)    ગાંધીને પગલે તું ચાલીશ ને ગુજરાત? 46)    રંગીલા રાજકોટ નું રંગીલું ગીત
47)    જનનીની જોડ સખી! 48)    અમે અમદાવાદી
49)    શિવાજીનું હાલરડું 50)    તમે મારાં દેવનાં દીધેલ છો
51)    સૌરાષ્ટ્રમાં ગવાતું એક હાલરડું 52)    હાં…હાં હાલાં -હાલરડું