રાજિયાના સોરઠા

Rajiya na Sorthaઉપજાવે અનુરાગ, કોયલ મન હર્ષિત કરે;
કડવો લાગે કાગ, રસનાના ગુણ રાજિયા.

નર તે ચતુર સુજાણ, સર અવસરચૂકે નહીં;
અવસરના એંધાણ રહે ઘણા દિ’ રાજિયા.

લાવર, તીતર, લાર, હર હોઇ દાકા કરે;
સાવઝના શિકાર, રમવા મુશ્કેલ રાજિયા.

સુધ હીણા સિરદાર, મતહીણા રાખે મિનખ;
અસ આંદો અસવાર, રામ રૃખાલો રાજિયા.
અર્થાત: મુરખ સરદાર જો બુધ્ધિ વિનાના માણસને પોતાની પાસે રાખે તો તેની સ્થિતિ આંધળો માણસ ઘોડેસ્વારી કરી એના જેવી થાય છે. રાજિયા, એની રખવાલી રામ જ કરે છે.

ઊંચે ગિરિવર આગ, જલતી સહ દેખે જગત;
પર જલતી નીજ પાગ, રતિના દીસે રાજિયા.
અર્થાત: હે રાજિયા! ઊંચા પહાડ માથે પ્રગટેલી આગ જગત આખું જુએ છે પણ પોતાના માથા પર સળગતી પાઘડી પ્રતિ કોઇ જોતું નથી. માણસ ગામ આખાની પંચાત કરવા જાય છે પણ પોતાના કુટુંબમાં થતાં ઝઘડા ઓલવવા તરફ ધ્યાન આપતો નથી. આ વાસ્તવિક સત્ય છે

મતલબની મનવાર, જગત જમાડે ચુરમા;
વણમતલબની મનવા, રાબેય ન પીરસે રાજિયા.
અર્થાત: આ જગતની માલીપા કામ કઢાવવા માટે લોકો વાઢીએ ઘી પીરસી ને લચપચતું ચુરમુ મનવાર કરીને જમાડે છે, પણ માણસને મતલબ ન હોય તો ભાણામાં રાબ રેડવાની મનવારેય કોઇ કરતું નથી એમ લોકકવિ ‘રાજિયો’ આ સોરઠામાં સમજાવે છે.

Posted in દુહા-છંદ, ભજન-પ્રભાતિયા-પ્રાર્થના

આ પણ વાંચો...

1)    હિન્દ કી રાજપુતાનિયા થી… 2)    કૈલાશ કે નિવાસી નમું બાર બાર હું
3)    પાળીયા બોલે છે 4)    સૂર્ય પૂજા – ભલે ઊગ્યા ભાણ
5)    કાઠીયાવાડી છે 6)    હોથલ પદમણી – કાઠીયાવાડી દુહા
7)    અષાઢી બીજ 8)    અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ
9)    કાઠીયાવાડી દુહા 10)    આજ વૃંદાવન આનંદસાગર
11)    સાચા સંતો માથે ભક્તિ કેરા મોલ 12)    મનડાને સ્થિર કરે જાગીને જાણે ભલે
13)    ઝીલવો જ હોય તો રસ 14)    શ્રી ઉમિયા માતાની છડી
15)    મેરુ તો ડગે જેનાં મન નવ ડગે, પાનબાઈ 16)    સરસ્વતી વંદના : યા કુન્દેન્દુ તુષારહારધવલા
17)    આજ મારાં નયણાં સફળ થયાં 18)    ચારણી નિસાણી છંદ
19)    કળાવંત કુળવંત કાઠીયાણી 20)    રામ સભામાં અમે
21)    હાં રે દાણ માંગે 22)    માણવો હોય તો રસ માણી લેજો પાનબાઈ
23)    શ્રી ઉમિયા માતાની સ્તુતિ 24)    સિંહણ બચ્ચું
25)    સોરઠ રતનની ખાણ 26)    ચાલ રમીએ સહિ
27)    પદમાવતીના જયદેવ સ્વામી 28)    સોરઠ દેશ ન સંચર્યો
29)    ભા’ કુંભાજી – ગોંડલ 30)    ચારણી સાહિત્યમાં ઘોડાંનાં વિવિધ નામ
31)    બારાડી – લીલી નાઘેર પંથક 32)    કળજુગ આવ્યો હવે કારમો
33)    કળજુગમાં જતિ સતી 34)    જુગતીને તમે જાણી લેજો
35)    ઘેડ પંથક 36)    કાનજી તારી મા કહેશે
37)    ગિરિ તળેટી ને કુંડ દામોદર 38)    દળી દળીને ઢાંકણીમાં ઉઘરાવવું
39)    સંગાળશા શેઠ ને ચંગાવતી રાણી 40)    સૌરાષ્‍ટ્રના પાંચરત્‍નો
41)    વિર ચાંપરાજ વાળા 42)    સિંહ ચાલીસા
43)    સૂર્ય વંદના 44)    વાગે ભડાકા ભારી ભજનના
45)    કાગવાણી 46)    જનની જણ તો ભક્ત જણ જે
47)    કાળધર્મ ને સ્વભાવને જીતવો 48)    સૌરાષ્ટ્ર ની ઓળખ સમા લોકડાયરા
49)    ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી 50)    ધ્યાન ધર
51)    નાથા ભાભા મોઢવાડિયા 52)    વીર રામવાળા
53)    નાગર નંદજીના લાલ 54)    કાઠીયાવાડની કામિની
55)    મોરલી કે રાધા? 56)    કાઠીયાવાડી દુહા
57)    જીવન અંજલી થાજો 58)    કાઠિઓએ કાઠીયાવાડ કીધો
59)    જવામર્દો મહેરો ની યશોગાથા -મણિયારો 60)    આપણું સૌરાષ્ટ્ર
61)    અમે મહિયારાં રે, ગોકુળ ગામનાં 62)    શહીદો ને કોટી કોટી વંદન
63)    વા વાયા ને વાદળ ઊમટ્યાં 64)    અંજનીનો જાયો શ્રી હનુમાન
65)    ગજબ હાથે ગુજારીને 66)    વીર માંગડા વાળો
67)    પાંચાળ પંથક 68)    શિવતાંડવ સ્ત્રોત્રમ
69)    મચ્છુકાંઠો 70)    ઓખામંડળ પરગણું
71)    ભાલબારું અને નળકાંઠો પંથક 72)    ઝાલાવાડ પરગણું
73)    છત્રીસ રાજપૂત શાખા અને તેના ગઢ 74)    સોન હલામણ
75)    જલારામ બાપાનું ભજન 76)    ભોજા ભગત ના ચાબખા
77)    રૂપાળું ગામડું 78)    રાજા ભૃતુહરી અને રાણી પીંગલા
79)    કાઠીયાવાડી દુહા 80)    આહિરના એંધાણ
81)    કસુંબો 82)    લોકસાહિત્ય
83)    રંગ રાજપુતા 84)    સોરઠની સાખીઓ
85)    કાઠીયાવાડી દુહા 86)    નીડર ચારણનો દોહો
87)    ૧૪ વિદ્યા 88)    સોરઠ ના દુહા
89)    શ્રી ઉમિયા માતાની આરતી 90)    સોરઠી દુહો
91)    મચ્છુકાંઠો 92)    શ્રી જલારામ બાવની
93)    ક્ષત્રીયોની તલવાર નુ સાહિત્ય 94)    સોરઠદેશ સોહમણો
95)    દશાવતાર -દોહા 96)    મરદ કસુંબલ રંગ ચડે
97)    ગીર સાથે ગોઠડી 98)    મરદો મરવા તેગ ધરે
99)    મારા શાયર મેઘાણી 100)    ઊંચો ગઢ ગિરનાર