Ozat River Sorath Saurashtra
ગીત-કવિતા-બાળગીતો-હાલરડાં દુહા-છંદ શહેરો અને ગામડાઓ

રૂપાળું ગામડું

Village of Saurashtra
રૂપાળું ગામડું

સોરઠી ગામઠી ગઝલ (અછાંદસ)

બેહૂદુ લાગે તો માફી જરા લખણ આ ગામડિયું સે,
આંગળિયુંથી દાઇરભાત ખાતા લાગે જણ ઉતાવળિયું સે;

ગૅસસ્ટવના ગતકડાંમાં ઇ ન પડે લોકઉજળા,
પકાવવા અન્ન ઈમના સૂલે બરતણ બાવળિયું સે;

કઠણ કરથી સાંદેણા સરિખો રોટલો ચડે સૂલે,
હરૂભરૂ જોઈ સે તગતગ દાંત કાઢતી તાવડિયું સે;

હૌના દલડાં જાણે કે સિમસિમ ખુલત ખજાના,
પરોણાગતમાં દૂધની તાંહડિયું ને ખીલે ગાવડિયું સે;

માયુંનાં હયડાં બાઈંધા સે એના સોરુંની ડોકે,
ડાયા માણહું ને લાગે દોરાધાગાનું માદળિયું સે;

હખિયાં સે હૌને કારણ ખાલી ઈ કે સંતોષ સે હૌને,
ઘણું કેવાય સ્યાર દીવાલું ને માથે વિલાયતી નળિયું સે;

માંડીને કરસું પસી કયેંક એઇને વખત મઈલે,
‘શિરીષ’નાં ગામડાંની રૂડી ને રૂપાળી વાતડિયું સે.

-સતીષ વૈશ્નાણી ‘શિરીષ’