વીર જતીન્દ્રનાં સંભારણા

રણશીંગાં બજિયાં નહીં, નવ ગહેકી શરણાઈ,
તલવારોની તાળીઓ સમરે નવ સંભળાઈ;

સિંધુડા-સૂર શરણાઈના નવ સુણ્યા,
હાક વાગી ન, તોખાર નવ હણહણ્યા,
ઘાવ પર ઘાવ નવ ખડગના ખણખણ્યા,
યુદ્ધ-ઉન્માદના નાદ નવ રણઝણ્યા.

વિણ ઉન્માદે વીર તેં દીધો દેહ ધરી
બિન્દુ બિન્દુ રક્તનાં રિપુને દીધ ગણી;

બિન્દુ બિન્દુએ રક્ત દીધાં ગણી,
ચૂકવી પલપલે દેહની કણીકણી,
મૃત્યુને ગણ્યું તેં ગોદ માતા તણી;
કે શું પ્રિયમિલનની રાત સોહામણી ?

આવે મંગળ અવસરે, કોણ વિલાપ કરે !
કાયરતાને આંસુડે કોનાં નેન રડે !

વેગળી જાઓ રે અશ્રુની વાદળી !
વીરનાં તેજને નવ રહો આવરી;
નીરખવા દો મુને લાખ નયનો કરી,
આહુતિ-જ્વાલ એ બાલની અણઠરી.

ગગનવિદારણ રાગના ગાજો નંદન ઘોષ !
ઉત્સવ-દિન આપણ ઘરે; અરિજનને અફસોસ.

અરિજનો થરથરે એહવી ઘોષણા
ગરજી ગરજી ભરો ગગનનાં આંગણાં,
ઊઠ રે ઊઠ ઓ તરુણ કોડામણા !
વીરનાં વાંચ શોણિત સંભારણાં,

વણગાયાં ક્યમ વીસરીએ બહુમૂલાં બલિદાન,
ગાશું ઘરઘર ઘૂમતાં એનાં અપર્ણગાન;

ગાઓ રે બેનડી વીરને વારણે,
ગાઓ રે માવડી પુત્રને પારણે,
બંદીજન ગાઓ બિરદાઈ સમરાંગણે,
ભક્તજન ગાઓ મંદિરને બારણે.

તારી ટેક ત્યજાવવા મથનારા કંગાલ,
કાળાં મુખ નીચાં કરી કૂટે વ્યર્થ કપાળ;

કૂટતા કપાળો ક્રૂર કંગાલ એ,
તાહરાં શાંત વીરત્વ નીરખી રહે,
‘ હાય ! હા હારિયા,’ દાંત ભીંસી કહે,
અણનમ્યા વીરને જાલિમો ક્યમ સહે.

બાણપથારી ભીષ્મની, દધીચિનાં વપૃદાન,
મોરધ્વજે કરવત સહ્યાં, એ ઇતિહાસી ગાન.

જીર્ણ ઇતિહાસનાં ગાન એ વીસરિયાં,
જૂઠડી ભાવનાના થરોથર થયા,
નવેલા શૌર્ય-આદર્શ તેં સ્થાપિયા.
સમર્પણનાં નવાં મૂલ તેં આંકિયાં.

ઝીલો ઝીલો મલકતા જાલિમ તણા પ્રહાર,
લાલ કસૂંબલ રક્તની ફૂટે શોણિત-ધાર;

પ્રહારે પ્રહારે ઉર-પાતળો ફૂટે,
કસૂંબલ રંગની રક્ત-છોળો છૂટે,
મૃત્યુ-ભયના કૂડા લાખ બંધો તૂટે,
પાળ ફોડી અને પ્રાણનાદ ઊમટે.

રજ રજ નોંધી રાખશું હૈયા બીચ હિસાબ,
અવસર આવ્યે માગશું કિસ્મત પાસ જવાબ;

માગવા જવાબો એક દિન આવશું,
ભૂખરી પતાકા સંગમાં લાવશું,
અમારા રક્તના હોજ છલકાવશું,
માતનો ધ્વજ ફરી વાર રંગી જશું.
[૧૯૨૯]

ઝવેરચંદ મેઘાણી
-સિંધુડો

Posted in ગીત-કવિતા-બાળગીતો-હાલરડાં, શુરવીરો, શૌર્ય ગીત Tagged with: ,

આ પણ વાંચો...

1)    વત્સરાજ સોલંકી -વાછરા દાદા 2)    જેસાજી જેઠવા ડાડા ની શૌર્ય કથા
3)    હિન્દ કી રાજપુતાનિયા થી… 4)    આદર્શ માતા
5)    કવિતા -કવિ દાદ 6)    વીર યોદ્ધા – નાથા મોઢવાડિયા
7)    કાઠીયાવાડી છે 8)    વીર મોખડાજી ગોહિલ
9)    ઊઠો 10)    ભોમિયા વિના મારે
11)    ગઢ ફરતે ઘોર ઘમસાણ ગાજે 12)    ખમા ! ખમા ! લખ વાર
13)    વિદાય 14)    ભા’ કુંભાજી – ગોંડલ
15)    ઝૂલો ઝૂલો પારણીયામાં લાલ છે 16)    ઝારાનું મયદાને જંગ
17)    સૂના સમદરની પાળે 18)    આરઝી હકૂમત
19)    ગોંડલનું રાજગીત 20)    ગોપાલ મારો પારણીયે ઝુલે રે
21)    વિર ચાંપરાજ વાળા 22)    જનેતાના દૂધમાં ભાગ
23)    જનની જણ તો ભક્ત જણ જે 24)    ઉઘાડી રાખજો બારી
25)    દીકરો મારો લાડકવાયો 26)    હાલાજીતારા હાથ વખાણું
27)    હાલાજી મેરામણજી અજાણી 28)    સ્વતંત્રતાની મીઠાશ
29)    મહેર શુરવીર શહીદ નાગાજણ સિસોદિયા 30)    ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી
31)    દેવાયત બોદરની પ્રતિમા – જુનાગઢ 32)    નાથા ભાભા મોઢવાડિયા
33)    મારે ઘેર આવજે બે’ની 34)    વિર દેવાયત બોદર
35)    મેર જ્ઞાતિ 36)    વીર રામવાળા
37)    કોઈનો લાડકવાયો 38)    વાઘજી બાપુ -મોરબી
39)    જય જય ગરવી ગુજરાત 40)    જાવ ! હજી ફાસ્ટફૂડ ખાવ
41)    હમીરજી ગોહિલની વાત 42)    વીર યોધ્ધા હમીરજી ગોહિલ
43)    ભાગું તો મારી ભોમકા લાજે 44)    જવામર્દો મહેરો ની યશોગાથા -મણિયારો
45)    શહીદો ને કોટી કોટી વંદન 46)    કેસર કેરી
47)    રા’ ના રખોપા કરનાર 48)    મહાકાવ્ય
49)    મા મને કોઈ દી સાંભરે નઇ 50)    ગઢઘુમલી નુ રક્ષણ
51)    રૂપાળું ગામડું 52)    કાઠીયાવાડી ખમીર -નારણભાઇ આહિર
53)    નદી રૂપાળી નખરાળી 54)    મારા કેસરભીના કંથ
55)    ચાંપારાજ વાળો 56)    મરદ કસુંબલ રંગ ચડે
57)    ગિરનાર સાદ પાડે 58)    વારતા રે વારતા
59)    મહાજાતિ ગુજરાતી 60)    વાળા ક્ષત્રિય વંશ
61)    દરબાર સાહેબશ્રી એભલ પટગીર 62)    કસુંબીનો રંગ
63)    રાંગમા ઘોડી શોભતી 64)    તલવારનો વારસદાર
65)    નવ કહેજો! 66)    બૂરા ક્યા?
67)    છેલ છબીલો ગુજરાતી 68)    છેલ્લી પ્રાર્થના
69)    પ્રજા પ્રેમનું ઊછળતું ખમીર 70)    યજ્ઞ-ધૂપ
71)    ભીરુ 72)    મોતનાં કંકુ-ઘોળણ
73)    તરુણોનું મનોરાજ્ય 74)    મરદ સમરવિર બડુદાદા
75)    ઝંખના 76)    કાલ જાગે
77)    ધન્ય ધન્ય સૌરાષ્ટ્ર ધરા 78)    કવિ તને કેમ ગમે
79)    વટ રાખવો પડે 80)    હાલોને જાયેં સોનુંરે વીણવા
81)    ગામડાનો ગુણાકાર 82)    હું સોરઠી કાઠી
83)    ઝૂલણા છંદ 84)    અમરલોકથી આવ્ય અમારા શાયર
85)    સૌરાષ્ટ્રની ૧૭૦ જેટલી ભિન્ન ભિન્ન જ્ઞાતિ 86)    ક્ષત્રિય, તારો પડકાર
87)    કાઠી ભડ કહેવાય 88)    ગાંધીને પગલે તું ચાલીશ ને ગુજરાત?
89)    ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું 90)    રંગીલા રાજકોટ નું રંગીલું ગીત
91)    વીર યોધ્ધા હમીરજી ગોહિલ 92)    જનનીની જોડ સખી!
93)    અમે અમદાવાદી 94)    શિવાજીનું હાલરડું
95)    તમે મારાં દેવનાં દીધેલ છો 96)    સૌરાષ્ટ્રમાં ગવાતું એક હાલરડું
97)    હાં…હાં હાલાં -હાલરડું