Tarnetar Fair
સેવાકીય કર્યો

શ્રવણ ટીફીન સેવા

Dr. Uday Modiમિત્રો,
આજે મળો આધુનિક શ્રવણ ને.
ડો,ઉદય મોદી -મુંબઈ નજીક ભાયંદર માં વસતા, આયુર્વેદ ના આ ડોક્ટર સાહેબ, જન્મે કપોળ વણિક છે, અને સૌરાષ્ટ્ર ના અમરેલી ના વતની છે, 4 વરસ થી તેઓં ..શ્રવણ ટીફીન સેવા ચલાવે છે …ભૂલો ભલે બીજું બધું માં બાપને ભૂલશો નહિ ,,આ સુત્ર ને સાચારૂપ માં ચરિતાર્થ કરનાર ઉદય ભાઈ ,,ને માતા- પિતા એ આપેલા સંસ્કાર નો વારસો દીપાવ્યો છે,, પિતા,શ્રી, હિમતલાલ હરજીવનદાસ મોદી ના અવસાન બાદ તેમની સ્મૃતિ માં ટ્રસ્ટ ની સ્થાપના કરી ..અને માનવતા ની મહેક સમું આ કાર્ય શરુ કર્યું ..મુંબઈ જેવા મોંઘા અને બીઝી શહેર માં ,,સંતાનો થી ત્યજાયેલા અને એકાંકી જીવન જીવતા ,,અસહાય ,નિરાધાર અને વયોવૃધ , વડીલો ની સાર – સંભાળ ની સાથે સાથે તેમણે ..2 ટાઇમ નું શુદ્ધ અને સાત્વિક ભોજન ઘર પરિવાર ના સભ્યો ની દેખરેખ માં બનેલું સમયસર ,,મળતું કર્યું થોડાક વડીલો થી શરુ કરેલો આ સેવા યજ્ઞ ,,ધીમે ધીમે 78,વડીલો સુધી પહોચ્યો ..આજે પણ દરરોજ 78,વડીલો ને તેમને ત્યાં થી નિયમિત સવાર-સાંજ ટીફીન પહોચે છે ..હું એ વાત નો સાક્ષી છું ..અને એ પણ તદ્દન ફ્રી ..એક પૈસો લીધા વગર ,,,,,જીવન અને સમાજ થી હતાશ થયેલા નિરાશ થયેલા ત્યજાયેલા વડીલો ને ઉદય ભાઈ નો પરિવાર હુંફ અને ઉષ્મા આપે છે ..તેમના પત્ની કલ્પના બેન અને દીકરી આયુષી અને દીકરો વરુણ પૂરો સહયોગ આપે છે ,,આ વડીલો ને નિરાશા ની ગર્તા માં થી બહાર લાવવાં, સહ પરિવાર વડીલો ના જન્મ દિવસે તેમને ત્યાં કેક સાથે શુભેચ્છા આપવા જાય છે ,,માનસિક સધિયારો અને હિમત આપે છે ..ફ્રી માં દવા આપે છે ..માનવધર્મ જ સાચો ધર્મ છે તેની પ્રતીતિ કરાવતું આ વ્યક્તિત્વ આજે કેટ કેટલા આશીર્વાદ અને દુઆ ના હકદાર બન્યા છે ..જબરદસ્ત સ્ટ્રગલ કરીને આગળ આવેલા ઉદયભાઈ ની સેવા અને સમર્પિત ભાવના ને તો વંદન જ હોય !!

મિત્રો ,જગત માં ભૂંડા માં ભૂંડું શું છે ?? ભૂખ છે ..માનવ માત્ર ને પેટ ની ભૂખ શું નું શું કરાવે છે અને જયારે વૃદ્ધ અવસ્થા હોય ,શરીર કૃશકાય થયું હોય ,,પરિવાર ના લોકો પણ ત્યજી ગયા હોય ..શારીરિક,માનસિક અને આર્થીક રીતે ખલાસ થઇ ગયા હોઈએ ..જીવતર ની આ સમી સાંજે એકલ વાયા થઇ ને બેઠા હોઈએ ત્યારે ..કોઈ આવે અને આપણી વાત સંભાળે ,,આપણી તકલીફ સાંભળે ..અને દુર કરે ..ત્યારે કેવું લાગતું હશે કલ્પી જોજો જરા !! પોતાના માં,બાપ ને તો સૌ સાચવે …પણ…..???

આ સેવા યજ્ઞ માં આજે વધતી મોંઘવારી અને આર્થિક ભીંસ ને કારણે નવા વડીલો નો સમાવેશ કરવો મુશ્કેલ થઈ ગયો છે ત્યારે આ પુણ્ય ના કામ માં જોડવા સૌ મિત્રો ને હૃદય થી અપીલ કરીએ છીએ 58- વયોવૃધ વ્યક્તિઓં આ યોજના નો લાભ લેવા રાહ જોઈ રહી છે ..આપણે ત્યાં આવતા લગ્ન-પ્રસંગો .એનીવરસરી ,,બાળકો ના જન્મ દિવસ ..ના ઉજવણાં માં થોડો કાપ મૂકી અને સાચી દુવા અને આશીર્વાદ મળે તેવા આ કાર્ય માં ઉપીયોગી થઈએ ….ઈશ્વર ને ચોપડે આ જમા થતું પુણ્ય ક્યારેક આપણને જ કામ આવશે ..હળાહળ કળયુગ માં આપણે શ્રવણ નથી બની શકતા પણ શ્રવણ કાર્ય માં સહભાગી જરૂર થઈ શકીએ છીએ ..કોઈંક ની આંતરડી માં થી નીકળેલી દુઆ કે આનંદ અને તૃપ્તિ નો ઓડકાર તમારા જીવતર ને હર્યું ભર્યું બનાવી દેશે ..તેમાં કોઈ શંકા નથી …માં-બાપ ની કાયમી સ્મૃતિ સચવાય અને આશીર્વાદ મળે તેવી યોજના માટે મળો ડો,ઉદય ભાઈ મોદીને ……કઈ ના કરી શકીએ તો પણ આ પોસ્ટ ને વધુ ને વધુ શેઅર કરી ને સેવાભાવી લોકો સુધી તો પહોચાડી ને પણ સારા કામ માં નિમિત બની શકાય છે
ફેસબુક મિત્રો, આ લીંક ને શેઅર કરી શકો છો,,
ઉદયભાઈ નો કોન્ટેક નંબર છે 022-28180842 અને મોબાઈલ નંબર છે 09820448749
અડ્રેસ-
કાલિન્દી આયુર્વેદ ભંડાર, શોપ નંબર:3, શીવાલીન બિલ્ડીંગ, નાકોડા પાર્શ્વનાથ ના દેરાસર સામે, સુદામા ટાવર પાસે, 60 ફૂટ રોડ, ભાયંદર -વેસ્ટ ૪૦૧૧૦૧
કૈંક સારું કાર્ય કર્યા નો સંતોષ અને આંનંદ આપણે પણ લઈએ.
facebook.com/druday.modi