શ્રી જલારામ બાવની

Jay Jalaramસોરઠ ભૂમિ પાવન ધામ, વીરપુર નામે એમાં ગામ,
પ્રગટ્યા ત્યાં શ્રી જય જલારામ, જનસેવાનું કરવા કામ,

રાજબાઇ માતાનું નામ, પ્રધાનજી પિતાનું નામ,
લોહાણા જ્ઞાતિ હરખાય, નામ સમરતાં રાજી થાય,

સંત પધાર્યા એને દ્વાર, રાજબાઇએ કીધો સત્કાર,
ઉજ્જ્વણ થાશે તારી કુથ, એવું બોલ્યા નિજ મુખ,

સંવત અઢારસો છપ્પન માંહ્ય, કારતક સુદ સાતમની છાય,
આશીર્વાદથી પ્રગટ્યા રામ, નામ પાડ્યું શ્રી જય જલારામ,

વૃદ્ધ સંત આવ્યા તે ઠામ, ઓળખ્યા શ્રી જય જલારામ,
માતપિતા સ્વધામે ગયા, કાકાને ત્યાં મોટા થયા,

સંવત અઢારસો સિત્તેરમાંહ્ય, યજ્ઞોપવીત વિધિ થાય,
સંવત અઢારસો બોત્તેરમાંહ્ય, પ્રભુતાં પગલાં મંડાય,

કાકાનું સંભાળે હાટ, ધર્મ દાનમાં મનમાં ઘાટ,
સાધુ સંતોને દેતા દાન, રઘુવીરનું એ ધરતાં ધ્યાન,

એક સમે સંતોનો સંઘ, આવી જમાવ્યો ભક્તિનો રંગ,
જલારામની પાસે આજ, આવ્યા સીધુ લેવા કાજ,

જલારામ લઇ માથે ભાર, દેવા ચાલ્યા એને દ્વાર,
પાડોશીને લાગી લ્હાય, તે કાકાને કહેવા જાય,

વા’લાકાકા દોડ્યા ત્યાંય, જ્યાં જલા દેવાને જાય,
ઘભરામણ છૂટી તે વાર, પત રાખે છે દીન-દયાળ,

છાણાં કહ્યાં તો છાણાં થાય, ઘીના બદલે જળ દેખાય,
પાડોશી તો ભોંઠો થાય, દુરિજન કર્મોથી પસ્તાય,

જલા ભક્તને લગની થઈ, ભીતર બારી ઉઘડી ગઈ,
યાત્રા કરવા કીધી હામ, પછી ફર્યા એ ચારે ધામ,

ગુરુ કરવાનો પ્રગટ્યો ભાવ, ફત્તેપુર જઈ લીધો લ્હાવ,
ભોજો ભગત કીધા ગુરુદેવ, વ્રત કરવા સાચી સેવ,

સંવત અઢારસો ચોત્તેર માંહ્ય, સદાવ્રતનું સ્થાપન થાય,
વીરબાઇ સુલક્ષણી છે નાર, સેવાની રાખે સંભાળ,

સાધુ સંતો આવે નિત્ય, જલાબાપાની જોઇ પ્રીત,
અન્ન તણા નીધિ છલકાય, બાધા આખડીથી દુઃખ જાય,

બાપા સૌમાં ભાળે રામ, ખવરાવીને લે આરામ,
ગાડાં ભરી અન્ન આવે જાય, સાધુસંતો ખૂબ જ ખાય,

તન મન ધનથી દુઃખીઆં જન, આવીને નિત કરે ભજન,
બાપા સૌના દુઃખહરનાર, ભેદ ન રાખે કોઇ લગાર,

થોડા જનનાં કહું છું નામ, મળીઓ છે જેને આરામ,
જમાલ ઘાંઘી જે કહેવાય, દીકરો તેનો સાજો થાય,

હરજી દરજી પેટનું દુઃખ, ટાળીને ત્યાં પામ્યો સુખ,
મૃત્યુ પામ્યો કોળી એક, પિતા તેનો કરગર્યો છેક,

બાપા હૈયે કરુણા થાય, રામનામની ધૂન મચાય,
થયો સજીવન તેનો બાળ, રામનામનો જય જયકાર,

પુણ્ય તપ્યું બાપાનું માંહ્ય, વ્હાલો ઊતર્યો અવની માંહ્યા,
કરી કસોટી માગી નાર, જોવા કેવું દિલ ઉદાર,

ધન્ય ધન્ય છે વીરબાઇ નાર, પ્રભુ સમ જાણ્યો છે ભરથાર,
આજ્ઞા આપો છું તૈયાર, સેવા સંતની સાચો સાર,

સેવા કરવા ગયાં છે સતી, જાણી ત્રિભુવનના એ પતિ,
આકાશવાણીમાં સંભળાય, ધન્ય જલા ભક્તિ કહેવાય,

ઝંડો ઝોળી વીરબાઇ હાથ, દઇને અલોપ થયા છે નાથ,
વાચક પહોંચ્યા વીરપુર ગામ, સૌએ સમર્યા સીતારામ,

આજે પણ વીરપુરની માંહ્ય, સૌને એનાં દર્શન થાય,
જનસેવા તો ખૂબ જ કરી, ઠાર્યા સૌને પોતે ઠરી,

ઓગણીસે ને સાડત્રીસ માંહ્ય, બાપા સિધાવ્યા વૈકુંઠમાંહ્ય,
મધુદાસ જે બાવની ગાય, દુઃખની છુટી સુખીઆ થાય,

વીરપુર ગામે કીધો વાસ, ભક્તજનોની પુરવા આશ,
દાસ મુકુંદ તે ગુણલા ગાય, દુઃખદારીદ્ર તેનાં જાય,

સોરઠ ભૂમિ પાવન ધામ, વીરપુર નામે એમાં ગામ…

– મનુદાસ

જય જલિયાણ
જય જલારામ

Posted in ભજન-પ્રભાતિયા-પ્રાર્થના, સંતો અને સતીઓ Tagged with: , ,

આ પણ વાંચો...

1)    હિન્દ કી રાજપુતાનિયા થી… 2)    કૈલાશ કે નિવાસી નમું બાર બાર હું
3)    સૂર્ય પૂજા – ભલે ઊગ્યા ભાણ 4)    રાણપુરની સતીઓ
5)    અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ 6)    આજ વૃંદાવન આનંદસાગર
7)    સાચા સંતો માથે ભક્તિ કેરા મોલ 8)    નકલંક ઘામ -તોરણીયા
9)    આદિકવિ નરસિંહ મહેતા 10)    મનડાને સ્થિર કરે જાગીને જાણે ભલે
11)    ઝીલવો જ હોય તો રસ 12)    શ્રી ઉમિયા માતાની છડી
13)    મેરુ તો ડગે જેનાં મન નવ ડગે, પાનબાઈ 14)    સરસ્વતી વંદના : યા કુન્દેન્દુ તુષારહારધવલા
15)    આજ મારાં નયણાં સફળ થયાં 16)    રામ સભામાં અમે
17)    હાં રે દાણ માંગે 18)    માણવો હોય તો રસ માણી લેજો પાનબાઈ
19)    શ્રી ઉમિયા માતાની સ્તુતિ 20)    ચાલ રમીએ સહિ
21)    પદમાવતીના જયદેવ સ્વામી 22)    લીરબાઈ
23)    કળજુગ આવ્યો હવે કારમો 24)    સંતશ્રી વાલમરામ બાપા આશ્રમ
25)    કળજુગમાં જતિ સતી 26)    જુગતીને તમે જાણી લેજો
27)    અરજણ ભગત 28)    કાનજી તારી મા કહેશે
29)    ગિરિ તળેટી ને કુંડ દામોદર 30)    ગોરખનાથ
31)    દળી દળીને ઢાંકણીમાં ઉઘરાવવું 32)    સંગાળશા શેઠ ને ચંગાવતી રાણી
33)    જલારામબાપાનો પરચો 34)    સતી રાણકદેવી
35)    સૂર્ય વંદના 36)    વાગે ભડાકા ભારી ભજનના
37)    શ્રી રાણી માં શ્રી રૂડી માં 38)    વિસામણબાપુની જગ્‍યા વિહળધામ (પાળીયાદ)
39)    સત નો આધાર -સતાધાર 40)    કાળધર્મ ને સ્વભાવને જીતવો
41)    બાપા સીતારામ 42)    મુક્તાનંદ સ્વામી
43)    ધ્યાન ધર 44)    ગંગા સતી
45)    નાગર નંદજીના લાલ 46)    મોરલી કે રાધા?
47)    જીવન અંજલી થાજો 48)    સ્વામી ધર્મજીવનદાસજી અને ચૈતન્ય મંદિર
49)    જલા સો અલ્લા 50)    અન્નક્ષેત્ર તેમજ ચમત્કારી જ્ગ્યા એટલે જલીયાણ જોગી નું વીરપુર
51)    અમે મહિયારાં રે, ગોકુળ ગામનાં 52)    બજરંગદાસ બાપા
53)    વા વાયા ને વાદળ ઊમટ્યાં 54)    સંગીત કળા અને પ્રેમાનંદ સ્વામી
55)    અંજનીનો જાયો શ્રી હનુમાન 56)    બાપા સીતારામ
57)    શિવતાંડવ સ્ત્રોત્રમ 58)    જલારામ બાપાનું ભજન
59)    ભોજા ભગત ના ચાબખા 60)    સદાવ્રતના સ્વામી :જલારામ બાપા
61)    આઇ ચાંપબાઇ 62)    સાંઈ નેહડી
63)    રાજા ભૃતુહરી અને રાણી પીંગલા 64)    કચ્છના કાવડિયા સંતવર્ય મેકરણ દાદા
65)    સંત શિરોમણી જલારામ બાપા -વીરપુર 66)    રાજિયાના સોરઠા
67)    શ્રી ઉમિયા માતાની આરતી 68)    પીઠો ભગત
69)    ભજન ની તાકાત 70)    જય જલારામ
71)    સ્વામી આનંદ 72)    અઠે દુવારકા
73)    શામળાબાપા 74)    શ્રી હનુમાન ચાલીસા
75)    બજરંગ બાપાનું જન્મ સ્થાન જાંજરીયા હનુમાન 76)    સૌરાષ્ટ્રના સંત -દાસી જીવણ
77)    શ્રી નાથજી દાદાની જગ્યા -દાણીધાર 78)    એકબીજાને જીતશું રે ભાઈ
79)    અમ દેશની એ આર્ય રમણી 80)    ઓધાજી મારા વા’લાને વઢીને કે’જો રે
81)    પૃથ્વી થી સૂર્ય નું અંતર 82)    ભોજા ભગત
83)    સંત સાહિત્યમાં પ્રખ્યાત 84)    દેવાયત પંડિતની આગમવાણી
85)    ધૂપ ને રે ધુંવાડે -આરતી 86)    પ્રેમ કટારી -ભજન
87)    પાપ તારું પરકાશ જાડેજા 88)    હળવે હળવે હરિજી મારે મંદિર આવ્યા રે
89)    સુખદુઃખ મનમાં ન આણીએ 90)    સમરને શ્રી હરિ
91)    વૈષ્ણવ જન તો 92)    વારી જાઉં રે સુંદર શ્યામ
93)    વહાલા મારા 94)    રુમઝુમ રુમઝુમ
95)    રાત રહે જાહરે પાછલી 96)    મેહુલો ગાજે ને માધવ નાચે
97)    માલણ લાવે મોગરો રે 98)    મારી હૂંડી સ્વીકારો મહારાજ
99)    ભોળી રે ભરવાડણ 100)    ભૂતળ ભક્તિ પદારથ