Gir Forest National Park
ઈતિહાસ મંદિરો - યાત્રા ધામ

શ્રી માલબાપાનું મંદિર -માણેકવાડા

Maalbapa Temple Manekvadaશ્રી માલબાપાનું મંદિર જૂનાગઢથી વેરાવળ તરફ જતા સ્ટેટ હાઇવે પર, જૂનાગઢથી ૩૦ કિલોમીટર અને કેશોદથી ૧૫ કિલોમીટર દૂર આવેલું નાગદેવતાનું સુંદર મંદિર એટલે માણેકવાડાના શ્રી માલબાપાનું મંદિર…
જય માલબાપા

ઈતિહાસ:
સીમાડે સરપ ચિરાણો :
કથા એવી ચાલે છે કે જુનાગઢ તાબે માંનેકાવાળા અને મઘરવાડા નામના ચારણ લોકોના બે ગામ છે. બંને વચ્ચે સીમાડાનો કજીયો હતો.વારંવાર જરીફો માપની કરવા આવતા,પરંતુ ટનતો ટળતો નહતો.એક દિવસ બંને પક્ષો સીમાડો કાઢવા માટે સીમમાં ઊભા છે.કોઈ એકમત થતો નથી,લાકડીઓ ઉડવા જેટલો ઉશ્કેરાટ થઇ ગયો છે,તે વખતે તેઓ એ સામેથી એક જબરદસ્ત સર્પ ને આવતો દીઠો.કોઈ કે મશ્કરીમાં કહયું કે, ‘ભાઈ આનાગદેવાતાને જ કહીએ કે આપણો સીમાડો વહેચી આપો.’ તરતજ બંને પક્ષો હાથ જોડીને સર્પને સંબોધીને એક સામટ બોલી ઉથયા : ‘હે બાપા ! સાચી વાત છે.તમે દેવ-પ્રાણી છો.વહેચી ધ્યો અમારો સીમાડો.તમારા શરીરનો લીટો પડે,એ અમારા સીમાડા તરીકે કબુલ છે.’ સાંભળી ને તરત જ એ ફણધર થંભ્યો.વાંકીચૂંકી ચાલ છોડી ને એણે સીધું સોટી જેવું શરીર કર્યુ અને પછી એ ચાલ્યો. એનો લીંટો પડતો ગયો,તે પ્રમાણે ખૂંટ નખાતા ગયાં અને એ લીટાથી પોતાની જમીનની બરાબર સરખી વહેચણી થતી જોય ને બેય પક્ષો ‘વાહ બાપા! વાહ મારા દેવતા !’ઉચ્ચારતા ઉચ્ચારતા સર્પ ની પાછળ ચાલ્યા ગયા. સર્પ ચાલતો ચાલતો બરાબર એક વીકટ સ્થળે અવ્યો.કેરડાના ઝાડનું એક સુકઈ ગયેલું અણીદાર ઠૂંઠુ પોતાના સામે ઊભું છે. બરછી જેવી ઝીણી એની અણી જોઈ ને નાગ પળભર થંભી ગયો. અને તરત મણસો બોલી ઊઠ્યા! ‘હવે શું થાશે ? બરાબર આપણા સરખેસરખા સીમાડા ઉપર જ આ કેરડો મોટા બાપુઍ વાવેલો. હવે જોઈએ કે દાદો કોને રેહ દેશે.’ આ શબ્દો જાણે કાન માંડીને સર્પ સાંભળટતો હોય એમ ફેણ ચડાવીને ઊભો છે. એના અંતરમાં પણ સમસ્યા થઇ પડી કે કઇ બાજુ ચાલું ? જે બાજુ ચાલીશ તે બાજુવાળાની એક તસુ જમીન કપાઇ જશે. એક જ તસુ જમીનનો પ્રઋ હતો. સર્પ નિર્ણય કરી નાખ્યો. પોતે સીધો ને સીધો ચાલ્યો. કેરડાના થડ ઉપર જ ચડ્યો. સીધોસીધો એ ઠૂંઠાની અણી ઉપર ચડ્યો, અણી એની ફેણમાં સોંસરી પરોવાઇ ગઇ. સર્પ જોર કરીને બીજી બાજુ ઊતરવા લાગ્યો. એમ ને એમ પૂંછડી સુધી ચિરાઇ ગયો. લગાર પણ તર્યો હોત તો વહેંચણ અનસરખી કહેવાત્. એનું નામ સીમાડે સર્પ ચીરાણો ! આજ એ માણેકવાડા ગામની નદીને સામે તીર એ સર્પની દેરી છે. લોકો ‘માલ’ નામે ઓળખે છે. અનેક ભિન્ન ભિન્ન કાઠિયાવાડી કુટુંબોના એ કુલદેવતા મનાય છે, ને વર-કન્યાની છેડાછેડી ત્યાં જઈને છોડાય છે.

PHOTO GALLERY: Shri Malbapa Temple -Manekwada