ઈતિહાસ શહેરો અને ગામડાઓ

સુવર્ણ મહોત્સવ -ગોંડલ ૧૯૩૪

Gondalપ્રજાને ન્યાય ને રક્ષણ એવી રીતે આપવામાં આવે છે કે:-
૧) ખેતરે ખેતરે સીમમાં અંતરિયાળ પણ પાકા મકાનો હોય છે એટલુજ નહિ પણ ત્યાં જંગલ માં મંગળ કરી ખેડૂતો નિર્ભય થઇ ને રાત દિવસ કુટુંબકબીલા સાથે આનંદ થી રહી શકે.
૨) ગામડેગામડું ટેલીફોન ને રસ્તાની ફૂલ્ગુથણીથી શહેરો અને રાજધાની સાથે એવું જોડાઈ ગયું કે કેમ જાણે આપણે જ્યાં હોય ત્યાં દરબારગઢના ચોકમાં જ બેઠા હોઈએ.

Gondalઅખંડ રાજ્ય રચનાર
મહારાજા શ્રી ભગવતસિંહજીએ ગામડાઓના ભુક્કા કરીને રાજધાની રચી નથી, પરંતુ ગામડાને આબાદ કરીને મનહર શહેરો વસાવ્યા છે, નહેર, ટેલીફોન, પુલો અને સડકોરૂપી ધોરી નાસોથી રાજધાનીરૂપી હૃદયમાં એકઠું થયેલ સંસ્કારરૂપી લોહી સ્વચ્છ કરીને ગામડાઓને પૂરું પડી એક અખંડ રાજ્ય એમને રચ્યું છે, અને પોતે તો મૂળથી જ સાવ સાદા પણ સોરઠી પોશાકમાં એકધારી રીતે રહીને રાજ્ય અને દેશમાં દાખલો બેસાડ્યો છે.

સુવર્ણ મહોત્સવ ૧૯૩૪
સુવર્ણ મહોત્સવ સમિતિ, ગોંડલ