Shri Hari Mandir Porbandar
ઈતિહાસ ફરવા લાયક સ્થળો

સોનકંસારી

Son Kansariબરડામાં આવેલી આ સોનકંસારી એટલે નાના-મોટા મંદિરોનો એક સમુહ જે સાતમી સદીથી માંડી નવમી સદી સુધીમાં નિર્માણ પામ્યા હતા… આ સમયગાળો મૈત્રક કાલીન અને સૈંધવ કાલીન ગણાય છે. તે સમયમાં પથ્થરોને કંડારી જીવંત કરવાનું કાર્ય અત્યંત જટીલ રહયું હશે. જે ખરેખર કાબીલે દાદ છે… સમય વિતતા આ કલાત્મક મંદિરો ભંગ થવા લાગ્યા છે. અમુક તો માત્ર પથ્થરોના ઢગ બની વેરાઇ રહયા છે… પુરાતત્વખાતું સમયાંતરે અહીં નવા પાટિયાં લગાવતું રહે છે. પરંતુ ખરેખર આ સ્થળને માવજત આપી તેનો વિકાસ કરવાની ખાસ જરૂર છે. બરડાના પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે આવા બેનમુન સ્થાપત્યો… અહીં પર્યટનને ઉજળી તક હોવાનું દર્શાવે છે.