સૌરાષ્ટ્રની ૧૭૦ જેટલી ભિન્ન ભિન્ન જ્ઞાતિ

Kathiyawadi People

વેશભૂષા અને સૌરાષ્ટ્રની જ્ઞાતિઓ
મનુષ્ય સામાજિક પ્રાણી છે. એની સામાજિકતાનાં ઘડતરમાં જુદી જુદી જ્ઞાતી, ધર્મ, વ્યવસાય, પ્રાદેશિકતા ધરાવતાં માનવોનો પરિચય વેશભૂષા દ્વારા મળી રહે છે.
સૌરાષ્ટ્રની જ્ઞાતિઓ : સૌરાષ્ટ્રની ખુશનુમા હવા, દ્વ્રીપકલ્પ, ફળદ્વ્રુપ ભૂમિ, સાગર કિનારો, પર્વતો, જંગલો, સમૃધ્ધિ -એ સર્વે ભૌગોલિક રચનાએ પશુપાલન કરતી, શાસન કરતી, સાગર ખેડતી, વેપાર-વાણિજ્ય કરતી, કૃષિ કરતી ઘણી ભ્રમણશીલ કોમોને દેશ-પરદેશમાંથી આકર્ષી લોહી મિશ્રણમાંથી અનેક જાતિઓ અને પેટાજાતિઓ જન્મી. આહારભેદ ને ધંધાનાં ભેદ પડયા ત્યારે જુદી જુદી જ્ઞાતિઓ અસ્તિત્વમાં આવી અને જ્યાં સામાજિક રિવાજોમાં મતભેદ પડ્યાં ત્યાં જ્ઞાતિની પેટા જ્ઞાતિઓ અસ્તિત્વમાં આવી છે. સૌરાષ્ટ્રમાં મોટા ભાગની વસ્તી હિંદુઓની છે. તેમાં પેટાજ્ઞાતિઓ અને પ્રાદેશિકભેદો જોવા મળે છે.

સૌરાષ્ટ્રની ૧૭૦ જેટલી ભિન્ન ભિન્ન જ્ઞાતિ, કોમોની નામાવલિ કવિશ્રી પિંગળશીભાઈ ગઢવીએ ગીત વેલીઓમાં રજૂ કરી છે:

આહિર, આડ, અતીત, આરબ, અગર, ઉદિયા, અબાટી જાત,
કાઠી, કાયસ્થ, કણબી, કોળી, કારડીયા, કડીઆ બહુભાત,
કંસારા, કાંકસિયા, કસાઈ, કઠિયારા, કુંભાર, કલાલ,
ખિસ્તી, ખત્રી, ખાંટ, ખારવા, ખોજા, ખોખર, ખસિયા, ખવાસ.

ગધૈ, ગોલા ને ગોરોડાં, ગોડીઆ, ગુર્જર, ગલકટા,
ગાંધર્વ, ગોહિલ, ઘાંચી, ઘંટિયા નાગર નાડીયા અરૂનટા,
સારસ્વત, ચારણ ને સોની, સતવારા સુતાર સંઘાર,
સરણિયા, સેતા ને સૈયદ, સંધી સુમરા શેખ ચમાર.

સલાટ, સીદી, સરવાણી ને છીપા, સેન સિપાઈ,
સગર, ચામઠા, ચુનારિયા ને વાંઢાળા ગર વસિયાં આંય,
જત, જાટ, ડાકલિયા ડફગર, દરજી ઢાઢી જીલાયા, ઢોલીમ્
ધોબી, માળી, ધૂળ ધોનારા તાઈ, તૂરી ને તરક તંબોલી.

તરગાળા, તંબૂરિયા, થોરી, દેપાળા, પીંજારા, પઠાણ,
પુરબિયા, પારસી, પખલી, મૂલ્લાં, બાબી, મુલેસલામ,
બ્રાહ્મણ, બલોચ, બાબર, બારોટ, બજાણિયા, ભણસારી, ભાંડ,
ભાવસાર, ભીલ, ભાટ, ભાટિયા, ભંગી, ભોપા, ભોઈ, ભરવાડ.

મેર, મુંમના, મોચી, મેમણ, માધવિયા, મુંડા ને મીર,
મહિયા, મ્યાણા, મકરાણી ને માતંગ, મતવા, ગવલી, ફકીર,
રજપૂત, બાબરિયા, રબારી, રામાનંદી, રાવળ, લોક,
લુહારિયા, લિબડિયા, લોઘી, લોહાણા, લુહાર, અથોક.

વાંઝા, વ્હોરા, વાદી, વાણિયા, વણઝારા, વણકર, વાઘેર,
વાણંદ, વાઘરી, લંઘા, વેરાગી, હાટી, હાડી, હજામ, ડફેર,
ખરક, ખલાસી, વજીર, ગોદલિયા, ગારુડી, ચમાડીયા પઢાર,
ડાંગશિયા, મારગી, માદારી, આડોડિયા, સેમળિયા, ચમાર.

મલેક, મોરી, માજોઠી, સફિયા, ચાકી, ચાટી સુરાં,
પટ્ટણી, ચૌધરી, હાલપોત્રા, સમા, કુરેશી, ખરા,
મલ, મોતેસર, માલચડિયા, દેદા, ગરવી, ભૈયા, ડોમ,
સુદાખરા, મોમૈયા, નાગોરી, થઈ એકસો સીંત્તેર કોમ.

ગુજરાતી સાહિત્ય એકેડ્મી દ્વારા પ્રાપ્ત થયેલ ગુજરાતી ભાષાની શ્રેષ્ઠ સાહિત્ય કૃતિ નું પ્રથમ પારિતોષિક અને રોકડ ઇનામ વિજેતા ગ્રંથ ..” સૌરાષ્ટ્રનો સાંસ્કૃત્તિક વૈભવ“
(ડો. કલાભાઈ પિંગળશીભાઈ ગઢવી સ્મૃતિગ્રંથનું, લક્ષ્મણભાઈ પિંગળશીભાઈ ગઢવી રચીત પુસ્તક) માંથી…

Posted in ગીત-કવિતા-બાળગીતો-હાલરડાં, દુહા-છંદ Tagged with: , , ,

આ પણ વાંચો...

1)    આદર્શ માતા 2)    કવિતા -કવિ દાદ
3)    પાળીયા બોલે છે 4)    સૂર્ય પૂજા – ભલે ઊગ્યા ભાણ
5)    કાઠીયાવાડી છે 6)    હોથલ પદમણી – કાઠીયાવાડી દુહા
7)    અષાઢી બીજ 8)    કાઠીયાવાડી દુહા
9)    સાચા સંતો માથે ભક્તિ કેરા મોલ 10)    ઊઠો
11)    ભોમિયા વિના મારે 12)    વિદાય
13)    ચારણી નિસાણી છંદ 14)    કળાવંત કુળવંત કાઠીયાણી
15)    સિંહણ બચ્ચું 16)    સોરઠ રતનની ખાણ
17)    સોરઠ દેશ ન સંચર્યો 18)    ભા’ કુંભાજી – ગોંડલ
19)    ચારણી સાહિત્યમાં ઘોડાંનાં વિવિધ નામ 20)    બારાડી – લીલી નાઘેર પંથક
21)    ઝૂલો ઝૂલો પારણીયામાં લાલ છે 22)    સૂના સમદરની પાળે
23)    આરઝી હકૂમત 24)    ઘેડ પંથક
25)    ગોંડલનું રાજગીત 26)    સૌરાષ્‍ટ્રના પાંચરત્‍નો
27)    ગોપાલ મારો પારણીયે ઝુલે રે 28)    વિર ચાંપરાજ વાળા
29)    સિંહ ચાલીસા 30)    કાગવાણી
31)    જનની જણ તો ભક્ત જણ જે 32)    ઉઘાડી રાખજો બારી
33)    દીકરો મારો લાડકવાયો 34)    સ્વતંત્રતાની મીઠાશ
35)    સૌરાષ્ટ્ર ની ઓળખ સમા લોકડાયરા 36)    ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી
37)    નાથા ભાભા મોઢવાડિયા 38)    મારે ઘેર આવજે બે’ની
39)    વીર રામવાળા 40)    કોઈનો લાડકવાયો
41)    કાઠીયાવાડની કામિની 42)    કાઠીયાવાડી દુહા
43)    જય જય ગરવી ગુજરાત 44)    જાવ ! હજી ફાસ્ટફૂડ ખાવ
45)    કાઠિઓએ કાઠીયાવાડ કીધો 46)    ભાગું તો મારી ભોમકા લાજે
47)    જવામર્દો મહેરો ની યશોગાથા -મણિયારો 48)    આપણું સૌરાષ્ટ્ર
49)    શહીદો ને કોટી કોટી વંદન 50)    કેસર કેરી
51)    ગજબ હાથે ગુજારીને 52)    વીર માંગડા વાળો
53)    પાંચાળ પંથક 54)    મા મને કોઈ દી સાંભરે નઇ
55)    મચ્છુકાંઠો 56)    ઓખામંડળ પરગણું
57)    ભાલબારું અને નળકાંઠો પંથક 58)    ઝાલાવાડ પરગણું
59)    છત્રીસ રાજપૂત શાખા અને તેના ગઢ 60)    સોન હલામણ
61)    ભોજા ભગત ના ચાબખા 62)    રૂપાળું ગામડું
63)    કાઠીયાવાડી દુહા 64)    આહિરના એંધાણ
65)    નદી રૂપાળી નખરાળી 66)    કસુંબો
67)    લોકસાહિત્ય 68)    રાજિયાના સોરઠા
69)    રંગ રાજપુતા 70)    સોરઠની સાખીઓ
71)    મારા કેસરભીના કંથ 72)    કાઠીયાવાડી દુહા
73)    નીડર ચારણનો દોહો 74)    ૧૪ વિદ્યા
75)    સોરઠ ના દુહા 76)    મચ્છુકાંઠો
77)    સોરઠી દુહો 78)    ક્ષત્રીયોની તલવાર નુ સાહિત્ય
79)    સોરઠદેશ સોહમણો 80)    દશાવતાર -દોહા
81)    મરદ કસુંબલ રંગ ચડે 82)    ગીર સાથે ગોઠડી
83)    મરદો મરવા તેગ ધરે 84)    મારા શાયર મેઘાણી
85)    ઊંચો ગઢ ગિરનાર 86)    ગિરનાર સાદ પાડે
87)    મહાજાતિ ગુજરાતી 88)    વારતા રે વારતા
89)    દરબાર સાહેબશ્રી એભલ પટગીર 90)    કસુંબીનો રંગ
91)    નવ કહેજો! 92)    વીર જતીન્દ્રનાં સંભારણા
93)    બૂરા ક્યા? 94)    છેલ છબીલો ગુજરાતી
95)    છેલ્લી પ્રાર્થના 96)    યજ્ઞ-ધૂપ
97)    ભલી કાઠીયાવાડ 98)    ભીરુ
99)    મોતનાં કંકુ-ઘોળણ 100)    તરુણોનું મનોરાજ્ય