Uparkot Fort Junagadh
તેહવારો

હનુમાન જયંતી

Hanuman Jayanti
હનુમાન જયંતીની હાર્દિક શુભકામનાઓ

|| ॐ નમો હનુમંતે ભય ભંજ્નાય સુખમ કુરું ફટ સ્વાહા ||

ધરાપર કદાચ કોક નગર અથવા ગામ એવુ હશે જ્યાં પવન કુમારનું નાનું-મોટું મંદિર અથવા મુર્તિ ન હોય. સત્ય તો એ છે કે મહાવીર હનુમાન ભારતના તન મન તેમજ પ્રાણમાં વ્યાપ્ત છે. અને સદાય આપણને શક્તિ, ભક્તિ, સમર્પણ, શ્રમ, નિશ્ચલસેવા, ત્યાગ, બલિદાન, વિગેરેની પ્રેરણા આપે છે. પરમ આદર્શ શ્રી હનુમાનજીનું જીવન પ્રકાશ-સ્થંભની જેમ આપણુ કલ્યાણ-માર્ગની નિશ્ચિત દિશા બતાવે છે. હનુમાનજીનું કોઇ અલગ અસ્તિત્વજ નથી. તેઓ શ્રી રામમય થઇ ગયા છે. પરમપ્રભુ શ્રીરામે જ્યારે પ્રશ્ન કર્યો કે તું કોણ છે? ત્યારે સ્વયં નિવેદન કર્યું – પ્રભો!

देहबुद्धया तु दासोऽस्मि जीव बुद्धया त्वदाम्सकः।
आत्मबुद्धया त्वमेवाऽहम् ईति मे निश्चिता मतिः॥

દેહદૃષ્ટિથી તો હું આપનો દાસ છું જીવરુપથી આપનો અંશ તથા તત્વાર્થથી તો આપ અને હું એકજ છીએ આજ મારો મત છે.

नमो भगवते आंजनेयाय महाबलाय स्वाहा।

અંજનીનો જાયો શ્રી હનુમાન
ઇશરદાન ગઢવી ના અવાજમાં સાંભળો કળયુગ ના દેવ શ્રી હનુમાનજી ની જન્મ કથા અને રામાયણ દરમ્યાન હનુમાનજી નો વીરરસ તથા પરાક્રમો

One thought on “હનુમાન જયંતી”

Comments are closed.