હમીર હાથી

old-gateશૌર્ય કથા
‘દરવાન, ગઢનો દરવાજો ઝટ ખોલ; થોડીક ઉતાવળ કર ભાઇ !’ મારતે ઘોડે આવેલા મોરબીના સૈનિકે હાંફતા અવાજે કહ્યું.

શિયાળાની ચાંદનીરાતના આછા અજવાળે જાણે રાજ માથે કોઇ મોટું સંકટ આવી પડેલ હોય તેમ રાજના ખેપીયાને ગભરાયેલો જોઇ ગઢના રખેવાળોએ ફટાક કરતા દરવાજો ખોલી સૈનિકને ગઢમાં લેતા જ તેણે મારતે ઘોડે દિવાન જીવા મહેતાની હવેલીએ પહોંચી ડેલી ખખડાવી હતી. ડેલી ખૂલતા જ દિવાને પોતાના અંગરક્ષકોને દૂર કરી આંગતૂકને પોતાની કોઠીમાં લીધો હતો. ‘ભીમા, કેમ અડધી રાતે મોરબી માથે લીધું ?’
‘દિવાન સાહેબ, ગજબ થઇ ગયો, મોરબીના ધણી અલિયોજી સાથે દગો થયો !’
‘શું,વાત કરે છે ? મોરબીના ધણી સાથે દગો ! કોણ છે દગાખોર ?’ દિવાને કાંપતા અવાજે પુછ્યું.
અને ભીમાએ મોરબીના રાજા અલિયોજી દ્વારકાધીશના દર્શન કરી પાછા ફરતા પડધરીના ગરાસદાર હાલોજીએ મોરબીના ધણીને દરબારગઢમાં ભાવભર્યા આમંત્રણ આપી તેને દગાથી મારી નાંખ્યાની માંડીને વાત કરી હતી.
દિવાન જીવા મહેતાએ પળનોય વિલંબ વગર રાજમાતાને જગાડી ઉગતા પહોરે અલિયોજીના કુંવર રવાજીને રાજતિલક કરાવી રાજા જાહેર કરતા રવાજીએ બાપના મારતલને માર્યા પહેલા સિંહાસન પર નહિં બેસવાની પ્રતિજ્ઞા લીધી હતી. પ્રજાવત્સલ રાજાની હત્યાથી મોરબી રાજમાં શરૂ થયેલ હાહાકાર અને રાજા રવાજીની પ્રતિજ્ઞા સાંભળી જીવા મહેતાએ રાજની સેનાને પડધરી તરફ કૂચ કરવાનો આદેશ આપ્યો હતો. અને દિવાન જીવા મહેતાના ભાઇ દેવાજીની આગેવાની નીચે આહીર, મતવા, બ્લોચ,સિંધીઓ સાથેની વિશાળ સેનાએ પડધરીના કિલ્લાને ઘેરો ઘાલ્યો હતો. મોરબીની સેનાએ ચંદન ઘોના સહારે કિલ્લાના કાંગરેથી ગઢમાં પ્રવેશી દરવાજાઓ ખોલતા ત્રીજે દિવસે મોરબીની સેના પડધરીની બજારમાં પ્રવેશી હતી.
મોરબીની સેનાને પડધરી નગરમાં પ્રવેશેલી જોઇ ગરાસદાર હાલાજી ભયનો માર્યો ધ્રુજી ઉઠતા દરબારગઢના તોતીંગ દરવાજાઓ બંધ કરતો મોતની બીકે દરબારગઢમાં ભરાયો હતો.

દરબારગઢની મજબુત દિવાલો અને તોતીંગ દરવાજાઓ સામે અઠવાડીયાથી નિરાશ વદને બેઠેલા રવાજી ઠાકોરને જોઇ દિવાન જીવા મહેતા પણ મુંઝાણા હતા. દગાબાજ હાલોજીને દરબારગઢમાંથી બહાર કાઢવો કે દરબારગઢમાં જઇ મારવો એ મોરબીની વિશાળ સેના માટે બહુ જ મુશ્કેલ કામ હતું. વળી પાછો મોરબીની સેનામાં હાથી ન હોય હાથી વગર અસંખ્ય અણીદાર લાંબા ખીલા મારેલા મજબુત દરબારગઢના દરવાજા તોડવા લગભગ અશક્ય હતા. ત્યારે રવાજી પિતૃ હત્યારાને વિવશતાથી વિશાળ દિવાલો પાછળ નિરાશ વદને જોઇ રહ્યા હતા. પોતાના રાજાનો દુ:ખી ચહેરો જોઇ દુ:ખી થતા મોરબીની સેનામાં હાથી તરીકે ઓળખાતા ખોખરાળા ગામના મહાપરાક્રમી સ્વામી ભકત હમીર ડાંગર રાજા રવાજી સામે હાજર થયા હતા. પાંચ હાથ પુરા,પાડાની કાંધ જેવી ડોક, વિશાળ ભુજાઓ, વજ્ર જેવી છાતી, મોટી મોટી આંખો,નાગની ફેણ જેવા થોભીયાવાળી મૂછો, આંટીયાળી પાધડી, કમરે લટકતી તલવાર, પીઠે શોભતી ઢાલ, હાથમાં અર્ધામણનો ભાલો, પગમાં પાંચ પાંચ શેરના જોડા સાથે દુશ્મનોના લોહીથી કંકુવર્ણા થયેલા ક્ડીયા અને ઘેરદાર ચોરણામાં શોભતા ભીમકાય હમીર ડાંગર સામે નજર માંડતા જ રવાજી ઠાકોર રાજી થયા હતા.
‘બાપુ, આમ નિરાશ થાવ એ અમને ગમતી વાત નથી !’

‘ભાઇ, હમીર તું જાણશ કે આ દરબારગઢના દરવાજા તોડ્યા વગર દગાબાજ હાલોજીને મારવો સંભવ નથી ! અને એ દરવાજો હાથી વગર તૂટે એમ નથી એ સૌ જાણે છે.’
‘બાપુ, મોરબીની સેનામાં હાથી નથી એમ કહી મારૂ અપમાન ન કરો; આખો મલક મને હમીર હાથીના નામે ઓળખે છે, અને તમે આપણી સેનામાં હાથી નથી એમ કહો એ ખોટુ છે ?’

‘હા, ભાઇ તારી વાત તો સાચી છે, તું તો મોરબીનો હાથી છો હાથી ! એમાં બેમત નથી.’
‘તો, ચિંતા છોડો બાપુ અને હમીર હાથીને આશીર્વાદ આપો, અને પછી જુઓ હમીર હાથીની કમાલ !’ રાજા રવાજીએ હમીર ડાંગરની વાત સાંભળી ઉત્સાહથી ઉભા થઇ તેને હેતથી બથમાં લીધો હતો.

હમીર ડાંગરે એકલા હાથે પડધરી દરબારગઢના કમાડો તોડવાનો પડકાર ઝીલતા રણશૂરા ઢોલીઓએ બુંગીયા ઢોલ પર દાંડી પાડતા ધ્રીક…ધ્રીક… ધ્રીજાંગ… ધ્રીજાંગ…ધ્રીજાંગ…સાથે ત્રાંસા, નગારા અને રણશીંગાઓ ગર્જી ઉઠતા શરણાઇઓમાંથી મારૂ રાગો રેલાવા લાગ્યા હતા. હમીર ડાંગરે શરીરે ભીના ગોદડા વિંટાળી, માથે મજબૂત કાંસાની ત્રાંસળી ઉપર આંટીયાળી પાઘડી બાંધી મોરબીના ધણીના હાથે કસુંબાની અંજલી લઇ દરવાજા તરફ પગ માંડતા જ જય મુરલીધર, જય મોમાઇમાના જયનાદો સાથે મારો કાપોના રીડીયારમણ અને ઢોલ નગારાના સૂરો વચ્ચે નપુંસકો પણ બેઠા થઇ તેવા માહોલને ભાટ ચારણોના શૌર્યગીતોએ વધુ ઉત્તેજક બનાવ્યા હતા.

ઉંચી દિવાલોના કાંગરે સળગતા કાકડાઓ, મોટા મોટા પત્થરો, ઉકળતા તેલની કડાઇઓ, ભાલા અને તીર કામઠા લઇને દરબારગઢની રક્ષા કરતા સૈનિકોએ ભીમકાય હમીર ડાંગરને તોતીંગ કમાડો તરફ આગળ વધતો જોઇ તેના પર સળગતા કાકડાઓ, પથ્થરાઓ, ભાલાઓ અને તીરોનો વરસાદ વરસાવતા હાથી સમાન હમીર ડાંગર મકકમતાથી આગળ વધતા ગઢના રક્ષક ગઢવીઓએ પર ઉકળતા તેલની કડાઇઓ તેના પર રેડવા મંડ્યા હતા. પરંતુ અનેક અવરોધોની અવગણના કરતા હમીર ડાંગરે દરવાજાની પાસે જઇ એક નજરે દરવાજાને નીહાળી લાગ જોતા જ થોડાક નીચા નમી પોતાનો ખંભો દરવાજામાં ભરાવી જોરથી ઝાટકો મારતા મોટી મોટી ભોગળો અને લોખંડના મીજાગરાઓ સાથે તોતીંગ કમાડો કુડુડુભૂસ થતા જમીન પર તૂટી પડ્યા હતા. દરબારગઢનો દરવાજો તૂટતા જ મોરબીના કટક સાથે રવાજી ઠાકોર દરબારગઢમાં ધુસી જતા કોઠીમાં છુપાયેલ હાલાજીને તલવારની અણીએ કોઠી બહાર કાઢી મોતને ઘાટ ઉતાર્યો હતો.

હાલોજીને મારી છાવણીમાં પાછા ફરતા રવાજીએ ગંભીર રીતે ઘાયલ થયેલા જવાંમર્દ સિપાઇનું માથું ખોળામાં લેતા સ્વામીભકત હમીર હાથીએ રવાજીની નજર સાથે નજર મેળવતા સંતોષનો છેલ્લો શ્વાસ લેતા મોરબીનો રાજા ચોધાર આંસુએ રડી પડયો હતો. રાજા રવાજીએ પોતાના આ મહાન આહીર સેનાની હમીર ડાંગરની અમર શહીદીની યાદમાં મોરબીના ચોકમાં સોળ સ્તંભનું સુંદર કોતરણીવાળું સ્મારક બનાવી શ્રદ્ધાંજલી આપી હતી.

Posted in ઈતિહાસ, શૌર્ય કથાઓ Tagged with: , , ,

આ પણ વાંચો...

1)    વત્સરાજ સોલંકી -વાછરા દાદા 2)    જેસાજી જેઠવા ડાડા ની શૌર્ય કથા
3)    વીર યોદ્ધા – નાથા મોઢવાડિયા 4)    રાણપુરની સતીઓ
5)    ઝાલાવાડ ની ખાનદાની 6)    જામગરીના જોરે
7)    શ્રી શીતળા માતાજી મંદિર -કાલાવડ 8)    મુળુ માણેક અને પાંચ પાળિયા
9)    વીર મોખડાજી ગોહિલ 10)    જગાવાળા અને સંગ્રામસિંહ
11)    આનાથી મોટી કઈ વાત હોઈ શકે! 12)    महर्षि कणाद
13)    જોગીદાસ ખુમાણની આબરૂ 14)    ઉંદસરવૈયા અને બાબરિયાવાડ પંથક
15)    આહીર જ્ઞાતિ ઈતિહાસ 16)    મોટપ
17)    ગોહિલવાડ 18)    ગુજરાતના-જોવાલાયક સ્થળોમાં -વાંકાનેર
19)    લીરબાઈ 20)    રબારી જાતિનો ઇતિહાસ
21)    શ્રી ચામુંડા માતાજી -ઉંચા કોટડા 22)    કલાપી તીર્થ સંગ્રહાલય
23)    વાંકાનેર 24)    ભા’ કુંભાજી – ગોંડલ
25)    બારાડી – લીલી નાઘેર પંથક 26)    ભૂપત બહારવટિયો
27)    બ્રહ્મભટ્ટ બારોટ 28)    ગોરખનાથ જન્મકથા
29)    મહેમાનગતિ 30)    હૈયા કેરાં હેતની સરવાણી
31)    આરઝી હકૂમત 32)    ઘેડ પંથક
33)    ગોંડલ રજવાડા ની રાજવી ગાડીઓ 34)    બારોટો ની વહી -ચોપડા
35)    ચારણ જ્ઞાતિનો ઇતિહાસ 36)    ગોરખનાથ
37)    ડુબી ગયેલ દ્વારકા 38)    સર પ્રભાશંકર પટ્ટણી
39)    સર પટ્ટણીનું જીવનઃ પ્રેરણાનો અખંડ સ્‍ત્રોત 40)    લોકમેળાની ગઈકાલ અને આજ
41)    ઓખા બંદર 42)    વિર ચાંપરાજ વાળા
43)    જનેતાના દૂધમાં ભાગ 44)    જુનાગઢને જાણો
45)    કથાનિધિ ગિરનાર 46)    સતી રાણકદેવી
47)    કહેવતો એટલે સત્યનો નીચોડ 48)    ભુલાઈ ગયેલી પત્ર લખવાની પરંપરા
49)    શ્રી રાણી માં શ્રી રૂડી માં 50)    જેસોજી-વેજોજી
51)    જનની જણ તો ભક્ત જણ જે 52)    જોગીદાસ ખુમાણ
53)    સત નો આધાર -સતાધાર 54)    હરસિદ્ધમાતા મંદિર -જામનગર
55)    હાલાજી મેરામણજી અજાણી 56)    મોડ૫૨નો કિલ્લો
57)    દેપાળદે 58)    આનું નામ તે ધણી
59)    મહેર શુરવીર શહીદ નાગાજણ સિસોદિયા 60)    રા’ખેંગાર વાવ જુનાગઢ
61)    જાંબુર ગીર 62)    ખોડીયારમાં નું પ્રાગટ્ય
63)    મુક્તાનંદ સ્વામી 64)    ઘોડાખરા હિંદુ પીર
65)    સૌરાષ્ટ્રની ઐતિહાસિક -અડી કડી વાવ 66)    ગિરનાર
67)    ત્રાગા ના પાળીયા 68)    નાથા ભાભા મોઢવાડિયા
69)    પીરમબેટ -ભાવનગર જીલ્લો 70)    ગિરનાર
71)    ઐતિહાસિક જીલ્લો -અમરેલી 72)    વિર દેવાયત બોદર
73)    રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી 74)    મેર જ્ઞાતિ
75)    માધવપુર ઘેડ 76)    અણનમ માથા
77)    કલાપી 78)    મહાભારત
79)    વીર રામવાળા 80)    ચાલો તરણેતરના મેળે
81)    ઉપરકોટ કિલ્લો -જુનાગઢ 82)    તુલસીશ્યામ
83)    મણી(વાઘ) મંદિર -મોરબી 84)    પરબ ધામ -પરબ વાવડી, જુનાગઢ
85)    સૌરાષ્ટ્ર અથવા સોરઠ કે કાઠીયાવાડ 86)    સોમનાથ મંદિર
87)    સ્વામી ધર્મજીવનદાસજી અને ચૈતન્ય મંદિર 88)    જલા સો અલ્લા
89)    હમીરજી ગોહિલની વાત 90)    વીર યોધ્ધા હમીરજી ગોહિલ
91)    કનકાઇ માતાજી -ગીર 92)    મોંઘામૂલો માનવી -મેઘાણી
93)    અગ્નિકુળ રાજપૂતો નું જન્મ સ્થળ 94)    શહીદો ને કોટી કોટી વંદન
95)    લાઠી-તલવાર દાવ 96)    રાજકોટ અને લાઠી
97)    સંગીત કળા અને પ્રેમાનંદ સ્વામી 98)    રા’ ના રખોપા કરનાર
99)    વંશ ચિન્હ/રાજ્ય ચિન્હ Coat of Arms 100)    23 માર્ચ, શહીદ દિવસ