હાલોને જાયેં સોનુંરે વીણવા

હાલોને જાયેં સોનુંરે વીણવા
વગડે છે છાબું વેરી રે લોલ,
ધરતીના કાપડાની લીલી અતલસ છે,
સોનલ બુટ્ટે ઘેરી રે લોલ.
લીલાં મખમલિયા આવળને પાંદડે,
પીળાં પીળાં ફૂલ જાય ઝોલે રે લોલ.
આવી અડપલું કરતો જ્યાં વાયરો,
હસી હસી મીઠડું ડોલે રે લોલ.
વગડાનાં ફૂલની વેણી બનાવીએ,
નહીં રે ખરચો કે નહીં ખોટજી રે.
આવળ ને કેરડા ને અરણી,
સરસડા દેખે આંખ્યું ને હસે હોઠજી રે લોલ.
– કવિ મીન પિયાસી

Maldhari in Girખરેખર તો કવિ મીન પિયાસી ઉર્ફે દીનકરરાય કેશવલાલ વૈધ્ય વ્યવસાયે વૈધ્ય હતા. તેમણે જંગલમાં થતા આવળના છોડને કેવી સુંદર રીતે નવાજયો છે. આપણને તો આ આવળ, કેરડાં, અરણી કે સરસડા શું છે તેનો પૂરો ખ્યાલ પણ નથી. આવળના છોડને સોનામુખી જેવાં પાંચ પાંખડીવાળાં ફૂલ થાય છે. તેને પરડા થાય છે તે પરડાને વાટીને પાણીમાં નાખી શેક કરવાથી સાધાનો દુખાવો દૂર કરે છે. બળદ થાકી જતા ત્યારે અમે આવળનાં ફૂલના લાડુ ખવડાવતા. ચામડાં રંગવામાં આવળની છાલ વપરાતી. આખી દુનિયામાં સૌરાષ્ટ્રથી નિકાસ થતી. મીન પિયાસીની કવિતામાં સરસડાંનો ઉલ્લેખ છે. સાપનું ઝેર ઉતારવા અને આંખ દુ:ખતી હોય તો સરસડાંનો લેપ કરાતો. કંઠમાળમાં સરસડાં દવાનું કામ કરતાં.

કેરડાનું અથાણું સાવ મફતમાં મળતું. કાવ્યમાં અરણીનો ઉલ્લેખ કર્યો છે. તે અરણી સંધિવાના રોગમાં દવા તરીકે કામ કરતી. અરણીનાં બે લાકડાંને ઘસીને અગ્નિ પ્રગટાવાતો અને અસલના યજ્ઞોમાં અરણીનાં કાષ્ટોથી પ્રગટ થતો અગ્નિ જ બ્રાહ્નણો યજ્ઞમાં ઉપયોગમાં લેતા. વાઘનું ઝેર અરણી ઉતારતી. મીન પિયાસીનો કાવ્યસંગ્રહ ‘‘ગુલછડી અને જુઈ’’ ખરીદીને જરૂર વાંચજો.

એ સમયના કવિ ધરતીની વનસ્પતિ અને જનાવરો સાથે કેટલા જોડાયેલા હતા, તેની જાણ થશે. આજે સૌરાષ્ટ્રના ચારણો અને બારોટોનાં નામ લખીને અમે આ દેવીપુત્રો પ્રત્યેનું ઋણ ચૂકવીશું. ચારણો ઉપર સરસ્વતીના ચારેય હાથ રહેતા. હેમુ ગઢવી, કવિ દુલા કાગ, ભીખુદાન ગઢવી, જિતુદાન ગઢવી, રામભાઈ કાગ, પ્રવીણદાન ગઢવી, મનુભાઈ ગઢવી, કવિ દાદ, તખતદાન ગઢવી, કાર્ટુનિસ્ટ દેવ ગઢવી, ભારતી કૂંચાલા, નિર્મળ ઉધાસ, પંકજ ઉધાસ, મનહર ઉધાસ અને મનોજ બારોટ આ બધાંએ સૌરાષ્ટ્ર જ નહીં પણ આખા ગુજરાતના લોકસાહિત્યને ધબકતું રાખ્યું છે.

Posted in કલાકારો અને હસ્તીઓ, ગીત-કવિતા-બાળગીતો-હાલરડાં Tagged with: , ,

આ પણ વાંચો...

1)    આદર્શ માતા 2)    કવિતા -કવિ દાદ
3)    કાઠીયાવાડી છે 4)    ઊઠો
5)    ભોમિયા વિના મારે 6)    ઈશરદાન ગઢવી
7)    આદિકવિ નરસિંહ મહેતા 8)    વિદાય
9)    ગોકુલદાસ રાયચુરા 10)    કલાપી તીર્થ સંગ્રહાલય
11)    ઝૂલો ઝૂલો પારણીયામાં લાલ છે 12)    શશિકાંત દવે
13)    સૂના સમદરની પાળે 14)    આરઝી હકૂમત
15)    સર પ્રભાશંકર પટ્ટણી 16)    સર પટ્ટણીનું જીવનઃ પ્રેરણાનો અખંડ સ્‍ત્રોત
17)    ગોંડલનું રાજગીત 18)    ગોપાલ મારો પારણીયે ઝુલે રે
19)    જલારામબાપાનો પરચો 20)    ભાદરવાનો ભીંડો
21)    ઉઘાડી રાખજો બારી 22)    દીકરો મારો લાડકવાયો
23)    સ્વતંત્રતાની મીઠાશ 24)    પદ્મશ્રી દુલા ભાયા કાગ
25)    સૌરાષ્ટ્ર ની ઓળખ સમા લોકડાયરા 26)    મહેર શુરવીર શહીદ નાગાજણ સિસોદિયા
27)    ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી 28)    કવિ શ્રી મનોજ ખંડેરિયા
29)    રમેશભાઈ ઓઝા 30)    રમેશ પારેખ
31)    મારે ઘેર આવજે બે’ની 32)    રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી
33)    કલાપી 34)    કોઈનો લાડકવાયો
35)    બાબુભાઇ રાણપુરાને ભાવભીની શ્રધાંજલિ 36)    જય જય ગરવી ગુજરાત
37)    જાવ ! હજી ફાસ્ટફૂડ ખાવ 38)    હમીરજી ગોહિલની વાત
39)    ભાગું તો મારી ભોમકા લાજે 40)    મોંઘામૂલો માનવી -મેઘાણી
41)    શાહબુદ્દીન રાઠોડ 42)    કેસર કેરી
43)    લીંબડીના રાજકવી 44)    નારાયણ સ્વામી
45)    મા મને કોઈ દી સાંભરે નઇ 46)    ભાવનગર મહારાજનું ત્યાગ સમર્પણ
47)    રૂપાળું ગામડું 48)    રાજવી કવિ કલાપી
49)    મનુભાઈ પંચોલી 50)    લોકસાહિત્યના રતન: ભીખુદાન ગઢવી
51)    નદી રૂપાળી નખરાળી 52)    મારા કેસરભીના કંથ
53)    અમરજી દિવાન 54)    દામોદર ખુશાલદાસ બોટાદકર
55)    કવિ દલપતરામ 56)    વિભુતિ ના મુખે
57)    રામ કથાકાર – મોરારીબાપુ 58)    ગિરનાર સાદ પાડે
59)    મહાજાતિ ગુજરાતી 60)    વારતા રે વારતા
61)    શ્રી રતુભાઇ અદાણી 62)    કસુંબીનો રંગ
63)    અશોક દવે 64)    અમરેલી થી હોલીવુડ
65)    નવ કહેજો! 66)    વીર જતીન્દ્રનાં સંભારણા
67)    બૂરા ક્યા? 68)    છેલ છબીલો ગુજરાતી
69)    છેલ્લી પ્રાર્થના 70)    યજ્ઞ-ધૂપ
71)    ભીરુ 72)    મોતનાં કંકુ-ઘોળણ
73)    તરુણોનું મનોરાજ્ય 74)    ઝંખના
75)    કાલ જાગે 76)    કવિ તને કેમ ગમે
77)    ગામડાનો ગુણાકાર 78)    અમરલોકથી આવ્ય અમારા શાયર
79)    સૌરાષ્ટ્રની ૧૭૦ જેટલી ભિન્ન ભિન્ન જ્ઞાતિ 80)    લોકસાહિત્ય એટલે?
81)    ગાંધીને પગલે તું ચાલીશ ને ગુજરાત? 82)    રંગીલા રાજકોટ નું રંગીલું ગીત
83)    જનનીની જોડ સખી! 84)    અમે અમદાવાદી
85)    શિવાજીનું હાલરડું 86)    તમે મારાં દેવનાં દીધેલ છો
87)    સૌરાષ્ટ્રમાં ગવાતું એક હાલરડું 88)    હાં…હાં હાલાં -હાલરડું