હું સોરઠી કાઠી

Sorath No Kathiવટ, વચન ને વેર કાજે, સદાયે થાતો માટી,
લોઢા જેવો પડછંદ બાંધો, ખમીરવંતી જાતી
હું સોરઠી કાઠી ભાઈ હું સોરઠી કાઠી…….

ખડગ અને ખાંડા ખખડાવી, બાપે માર્યા વેર વળાવી,
માથાં સાટે માથાં લઈને, રાખું આંખો રાતી
હું સોરઠી કાઠી ભાઈ હું સોરઠી કાઠી…….

બરછી, ભાલો, તેગ ઉગામી, તીર અને તલવાર ચલાવી,
તોપનાં મોંએ માથું ઘાલી, થાતી પહોળી છાતી
હું સોરઠી કાઠી ભાઈ હું સોરઠી કાઠી…….

મકરાણી, આરબ, પઠાણી, મુલતાની, સિંધી, ખરસાણી,
તેજીલા તોખાર પલાણી, ખેલંતો હું બાજી
હું સોરઠી કાઠી ભાઈ હું સોરઠી કાઠી…….

સિંધુડાનો નાદ બજાવી, તરઘાયાનો તાલ સુણાવી,
ગઢવી, ચારણ, ભાટ વખાણી, કહે સોરઠની લાઠી
હું સોરઠી કાઠી ભાઈ હું સોરઠી કાઠી…….

મા-બોનુની લાજ બચાવી, સત ને ખાતર જાત ખપાવી,
“સિફર” થઈને રક્ષણ કરતી, ગૌરવવંતી નાતી
હું સોરઠી કાઠી ભાઈ હું સોરઠી કાઠી…….

-સિફર

Posted in શૌર્ય ગીત Tagged with: , , ,

આ પણ વાંચો...

1)    હિન્દ કી રાજપુતાનિયા થી… 2)    ઊઠો
3)    ગઢ ફરતે ઘોર ઘમસાણ ગાજે 4)    ખમા ! ખમા ! લખ વાર
5)    વિદાય 6)    ઝારાનું મયદાને જંગ
7)    સૂના સમદરની પાળે 8)    હાલાજીતારા હાથ વખાણું
9)    હાલાજી મેરામણજી અજાણી 10)    કોઈનો લાડકવાયો
11)    ભાગું તો મારી ભોમકા લાજે 12)    જવામર્દો મહેરો ની યશોગાથા -મણિયારો
13)    મહાકાવ્ય 14)    મરદ કસુંબલ રંગ ચડે
15)    કસુંબીનો રંગ 16)    રાંગમા ઘોડી શોભતી
17)    તલવારનો વારસદાર 18)    નવ કહેજો!
19)    વીર જતીન્દ્રનાં સંભારણા 20)    છેલ્લી પ્રાર્થના
21)    ભીરુ 22)    મોતનાં કંકુ-ઘોળણ
23)    તરુણોનું મનોરાજ્ય 24)    ઝંખના
25)    ધન્ય ધન્ય સૌરાષ્ટ્ર ધરા 26)    વટ રાખવો પડે
27)    ઝૂલણા છંદ 28)    ક્ષત્રિય, તારો પડકાર
29)    કાઠી ભડ કહેવાય 30)    ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું
31)    શિવાજીનું હાલરડું