ઈતિહાસ મંદિરો - યાત્રા ધામ સંતો અને સતીઓ

આઇ ચાંપબાઇ

Aai Champbai

Aai Champbai, Aai Shree Champal Maa

આઇ શ્રી ચાંપલ માં

એક હાથે બળદિયો, બીજે હાથે સિંહ;
ચોરાડી ચાંપલતણી, કોઇ ના લોપે લીહ.

જોગમાયા આઇ ચાંપબાઇ ટંકારા ગામ ના ચારણ હરપાળ કવળને ત્યા જન્મ લીધો હતો. એક વખત આઇ ચાંપબાઇ ગાડુ જોડાવી હિંગળાજની જાત્રાએ જવા નીક્ળ્યા. તેમનો મુકામ ક્ચ્છ માં અંજાર બાદ સીનોગરા પાસે ના ખોડાઇ ગામની સીમમાં આવ્યા. દિવસ આથમવાની તૈયારી છે, એટલે ખોડાઇ ગામની સીમ મા રાત રેવાનુ નક્કી કર્યુ. એક ચરીયાણ આવતા ગાડુ છોડી પડાવ નાખ્યો.

ગામ માં આવતા જતા માણસોએ આવિને વાત કરી કેઃ “અહી અંતરિયાળ સિંહ નો ત્રાસ છે, માટે ગામ મા રોકાવાનુ રાખો.(આજે તો સિંહ ફ્ક્ત સૌરાષ્ટ્ર મા જ બચ્યા છે)


ગામમા ભીમાજી કરીને ટીલાત (મુખ્ય) ગીરાસદાર છે. ત્યા  જઇ ગાડા ના સાથીએ (ગાડુ હાંકનાર) આશરો માગ્યો. પણ ત્યાથી જવાબ મળ્યો કેઃ “આઇ ને સાવજ ની બિક લાગતી હોય તો આઇ શેના?

ગાડા ખેડુએ આવી ને વાત કરી, આઇ એ કહ્યુ કેઃ “હશે ભાઇ!દુનીયા છે, એના બોલવા સામે નો જોવાય. અહી જ રોકાશુ. રાતના પહોર મા સાવજ આવ્યો અને બળદ નુ મારણ કર્યુ. અવાજ થી તરત જાગી ગયા. હાકો કર્યો એટલે સિંહ તો ભાગી ગયો પણ બળદ ના બચ્યો. પણ હવે એક બળદે ગાડુ કેમ ચાલે? આથી ગાડાખેડુ એ ભીમાજી પાસે આવી ને વાત કરી અમારા બળદ ને સિંહે મારી નાખ્યો છે, માટે એક બળદ ની વ્યવસ્થા કરી આપોતો. આઇ એ કહેવરાવ્યુ છે.”

ભીમાજીએ કહ્યુ. “આઇ ના બળદને કાઇ સાવજ મારે? આઇ હોય તો સાવજને ગાડે જોડી દેય.

આવી તોછડાઇ થી આઇને દુઃખ થયુ, અને ભીમાજી ને કહેવરાવ્યુ કે સાવજને ગાડે જોડે છે, જોવા હાલ્ય.

ગ્રામવાસી જોવા આવ્યા. આઇ એ એક હાથમા પરોણો લઇ, કાંટ્ય મા ગયા, ત્યા સિંહ નીંદર ઘોરે છે, આઇએ કાનની બુટ પકડી લીધી ત્યા સોઝી બકરી જેવો બની ગયો.

આઇ દોરીને હાલી નીકળ્યા. સાવજને લઇ આવતા જોઇ ગ્રામવાસીઓના હાજા ગગડી ગયા, અને માફી માંગી, ભીમાજીને પણ પસ્તાવો થયો અને માફી માંગી, આથી આઇ શાંત થયા અને સિંહને છોડી મુક્યો.

ભીમાજીએ એક બળદ લાવી આપ્યો. આઇ ગાડુ જોડી રવાના થયાં, પણ ગામને બિક બેસી ગઇ કે આઇ કોચવાણા છે એટલે આપણુ સારુ નઇ થાય. એમણે વિંનતી કરી અને સિંહ સામે રક્ષણ માંગ્યુ. આઇએ આર્શીવાદ આપ્યા અને ગામને ફરતે એક રેખા દોરીને આણ આપી. ત્યારથી ખેડાઇમાં કોઇ રાની પશુ રજાંડ કરતુ નથી.

    તમારો અભિપ્રાય આપો






    Subscribe Here

    વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

    Advertisement

    Advertisement

    માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

    શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

    તો નીચેની લીન્ક પર ક્લિક કરો

    Send Information

    Follow us on Instagram

    error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators