લોકગીત

કે મીઠો માંનો રોટલો

Birthplace of Chelaiyo
ચેલૈયાનું જન્મ સ્થાન

Bajra na Rotlaમાંના હાથના રોટલા પાસે દેવોનું અમૃત પણ તુચ્છ છે. એ મીઠાશ સામે જગતની તમામ સંપત્તિ કે પદ-પ્રતિષ્ઠા પાણી ભરે ! એમાંય આખુ વર્ષ મહેનત કરીને ખેતર ખેડ્યું હોય, બી રોપ્યાં હોય, વર્ષાની કાગડોળે વાટ જોઈ હોય અને પછી મોસમની પહેલી મીઠી બાજરી લણીને એનો લોટ પોતાના હાથે દળ્યો હોય, આંગળાની છાપ પાડીને રોટલો ઘડ્યો હોય અને દેવતાની મીઠાશમાં એને ચઢવ્યો હોય ત્યારે તો એને કઈ ઉપમા આપવી ? તસ્વીરમાં ગ્રામીણ મા એવા રોટલાને જોઈને આનંદવિભોર થઈ ઊઠે છે. લીંબડીના કવિ ચન્તકાન્ત નિર્મલ કહે છે કે એ રોટલામાં માંવડીને પહેલા આણે આવતી પોતાની દીકરીની તસ્વીર દેખાય છે. તસ્વીરકારે જાણે એક જ તસ્વીરમાં અનેક તસ્વીરોને મઢી દીધી છે !

કર્યું દળણું વહેલી પ્રભાત
હળવે હાથે થાબડી ધીરે, મા પકવે એ ધીરે તાપ
કે મીઠો માંનો રોટલો…

હાથે ટીપાતા રોટલામાં, માને કોનો ચહેરો દેખાય
રોટલામાં જોતી મલકે માવડી, કોને જોઈ હરખાય
કે મીઠો માંનો રોટલો…

કાલે મળી’તી પ્રિય સખી એની, જેને કહેતી’તી એ બધી વાત
માના હાથનો રોટલો ખાધા, જાણે જુગજુગની થઈ વાર
કે મીઠો માંનો રોટલો…


ભઈલો ગયો છે તેડવા એને, લાડકડીને પહેલે આણે
સમય થયો આ આવી કે આવશે, વિચારતા મા મલકે અટાણે
કે મીઠો માંનો રોટલો…

    તમારો અભિપ્રાય આપો






    Subscribe Here

    વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

    Advertisement

    Advertisement

    માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

    શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

    તો નીચેની લીન્ક પર ક્લિક કરો

    Send Information

    Follow us on Instagram

    error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators