ભજન-પ્રભાતિયા-પ્રાર્થના

ગુપત રસ આ જાણી લેજો

Ganga Sati

ગુપત રસ આ જાણી લેજો પાનબાઈ!
જેથી જાણવું રહે નહિ કાંઈ,
ઓઘ રે આનંદના કાયમ રહે,
ને સેજે સંશય બધા મટી જાય … ગુપત.

શુરવીર થૈને સંગ્રામે ચડવું પાનબાઈ,
માયલું મન ફરી ઊભું ન થાય;
કેવળ ભક્તિને તમે એમ પામો પાનબાઈ,
જેથી જનમ મરણ સહેજે મટી જાય … ગુપત.

પરપંચનાં તોડી નાખો પડલ પાનબાઈ,
તો તો પચરંગી પાર જણાય;
જથારથ પદને જાણ્યા પછી પાનબાઈ,
ભાવ કભાવ મનમાં નહિ થાય … ગુપત.

મેદાનમાં હવે મામલો મચાવો પાનબાઈ,
ભજન કરો ભરપૂર,
ગંગા રે સતી એમ બોલિયાં રે,
વરસાવો નિર્મળ નર … ગુપત.


– ગંગા સતી

    તમારો અભિપ્રાય આપો






    Subscribe Here

    વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

    Advertisement

    Advertisement

    માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

    શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

    તો નીચેની લીન્ક પર ક્લિક કરો

    Send Information

    Follow us on Instagram

    error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators