ઈતિહાસ ફરવા લાયક સ્થળો

જાંબુવનની ગુફા

Aarzi Hakumat Junagadh
બીલખા ખાતે સ્‍વાતંત્ર્ય સેનાની દુર્લભજીભાઇ નાગ્રેચાનું થયેલ સન્‍માન

Jambuvan Gufaસૌરાષ્‍ટ્રના વિખ્‍યાત બરડા ડુંગરની તળેટીમાં આવેલી જાંબુવનની ગુફા બહુ ઓછા લોકોએ જોઇ હશે. જમીન પર અવેડા જેવી કુંડી જેવડી જગ્‍યા નીચે વ્‍યવસ્‍થિત પથ્‍થરની સીડી અને અંદર ઉતરતાં એક પછી એક વિશાળ રૂમ જોવા મળે છે. ભૂગર્ભમાં આવેલી જાંબુવનની ગુફા પોરબંદર જિલ્‍લાના રાણાવાવ થી પાંચ કિલોમીટરના અંતરે બરડા ડુંગરની ગોદમાં પુરાતત્‍વના અભ્‍યાસુ અને પુરાતત્‍વવિદો માટે રસપ્રદ સ્‍થળ છે. જાંબુવન નામના રીંછ પરથી આ ગુફાનું નામ પડયું છે. ક્રૃષ્‍ણ અવતારમાં જાંબુવન નામનો રીંછ ભગવાન શિવનો અનન્‍ય ઉપાસક હતો. આ ગુફામાં જાંબુવને અનેક શિવલીંગની સ્‍થાપના કરી હતી તેમાં પાતાળેશ્વર મહાદેવનું શિવલીંગ મુખ્‍ય છે તેના પર કુદરતી રીતે જલાભિષેક થાય છે.

પાણીના ટીપાં ટપકવાથી આપોઆપ શિવલીંગ બંધાય છે તેના પાછળની દંતકથા એવી છે કે જાંબુવનનને ૧૦૮ શિવલીંગની પૂજા કરવી હતી એક રાતમાં આટલી સંખ્‍યામાં શિવલીંગ ન થતાં જાંબુવન એક ધ્‍યાને બેઠા. ભગવાન શિવજી પ્રસન્‍ન થયા અને વચન આપ્‍યું કે ઉપરથી ગુફા અંદર ટપકતાં પાણીના ટીપાંથી શિવલીંગ બની જશે. આજે પણ જાંબુવન ગુફામાં અંદર ઉતરીને જોઇએ તો આ કુદરતી દ્રશ્‍ય જોવા મળે છે. ઉપરથી પાણીના ટપકાં ગુફાની માટીમાં શિવલીંગ પર ટપકે છે. કુદરતી રીતે બનતાં આ શિવલીંગો અદ્રશ્‍ય પણ થઇ જાય છે. અમરનાથમાં જેમ કુદરતી રીતે બરફનું શિવલીંગ બને છે એમ જાંબુવન ગુફામાં પાણીના ટપકાંથી માટીના શિવલીંગ બને છે. ભાવિકોમાં તે ભારે શ્રધ્‍ધાનું સ્‍થળ છે. તે ઉપરાંત ગુફામાં સોના જેવી ચળકતી માટી પણ જોવા માટેનુ કેન્દ્ર છે.

    તમારો અભિપ્રાય આપો






    Subscribe Here

    વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

    Advertisement

    Advertisement

    માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

    શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

    તો નીચેની લીન્ક પર ક્લિક કરો

    Send Information

    Follow us on Instagram

    error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators