મંદિરો - યાત્રા ધામ શહેરો અને ગામડાઓ

દ્વારિકા નગરી પરિચય

Dwarika Nagri

દ્વારકાએ ઓખા મંડળ તાલુકાનું મુખ્‍ય વડું મથક છે. સૌરાષ્‍ટ્રની પશ્ચિમે અરબ સાગરના કિનારે આવેલ દ્વારકા એક પવિત્ર યાત્રાધામ તરીકે જાણીતું છે. પુરાતન જમાનામાં આ માર્ગેથી ભારતમાં પ્રવેશ થઈ શકતો. દ્વારકા રેલ માર્ગે અમદાવાદ (૩૭૮ કિ.મી.), જામનગર (૧૩૭ કિ.મી.) અને રાજકોટ (૨૧૭ કિ.મી.) સાથે જોડાયેલ છે. રોડ માર્ગે તે જામનગર અને ઓખા સાથે જોડાયેલ છે. નજીકનું એરપોર્ટ જામનગર છે. દ્વારકા ર૦.રર અંશ ઉત્તર અક્ષાંશ અને ૬૯.૦૫‘‘ અંશ પૂર્વ રેખાંશ પર આવેલ છે. ગોમતી નદીના જમણા કિનારે આવેલ આ એક પુરાણા બંદર તરીકે પ્રખ્‍યાત શહેર છે. દ્વારકા શબ્‍દ ‘દ્વાર ‘ અને ‘કા‘ એમ બે શબ્‍દોના સાયુજ્યથી બનેલ છે. ‘દ્વાર‘નો અર્થ થાય છે, દરવાજો અથવા માર્ગ જ્યારે ‘કા‘નો અર્થ છે. ‘બ્રહ્મ‘, સંયુક્ત અર્થ લઈએ તો દ્વારકાનો અર્થ છે. બ્રહ્મ તરફ લઈ જતો માર્ગ. દ્વારકા દ્વારમતિ અથવા દ્વારાવતી તરીકે પણ પ્રખ્‍યાત છે. ભગવાન શ્રી કૃષ્‍ણ મથુરા છોડી સમસ્‍ત યાદવ પરિવાર સાથે અહીં આવીને વસ્‍યા ત્‍યારથી આ સ્‍થળની ગણના એક પવિત્ર ધામમાં થવા લાગી દ્વારકા હિન્‍દુ ધર્મના ચાર યાત્રાધામો પૈકીની મોક્ષપુરી તરીકે જાણીતી છે.

અયોધ્‍યા મથુરા માયા કાશી, કાંચી અવન્તિકા
પુરી દ્વારાવતી ચૈવ સપ્‍તૈતા મોક્ષદાયિકા !!

એમ કહેવાય છે કે, સૌરાષ્‍ટ્રના પાંચરત્‍નો છે નદી, નારી, તુરંગ (ઘોડો) ચોથું શ્રી સોમનાથ ધામ અને દ્વારકાધીશના દર્શન.

જય દ્વારિકાધીશ


ફેસબુક પેજ: facebook.com/mydwarikacity

    તમારો અભિપ્રાય આપો






    Subscribe Here

    વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

    Advertisement

    Advertisement

    માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

    શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

    તો નીચેની લીન્ક પર ક્લિક કરો

    Send Information

    Follow us on Instagram

    error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators