ગીત-કવિતા-બાળગીતો-હાલરડાં લોકગીત

બૂરા ક્યા?

Dula Bhaya Kaag
બૂરો ભ્રાતમેં કલેશ, બૂરો ધર પીઠ લરનમેં,
બૂરો અફિનકો બ્યસન, બૂરો પરતંત્ર ફિરનમેં;
બૂરો મૂર્ખકો નેહ, બૂરો નીચ પાય પર્યો સો,
બૂરો નારિ એકાંત, બુરો આલસી ભરોસો;
જગ બૂરો મિત્રસે કપટ જો, બૂરો અધમ ક્રમ સાધનો;
સત’કાગ’, સ્વમી ! સંસારમેં, બૂરો બલીસે બાધનો.

બૂરો ઘાત-વિશ્વાસ, બૂરો નાદાન બઢ્યો સો,
બૂરો વેદ બિનુ વિપ્ર, બૂરો શ્રુતિ શૂદ્ર પડ્યો સો;
બૂરો સભા અપમાન, બૂરો મહિપાલ કૃપણમન,
બૂરો મહંત ચિત ક્ષુદ્ર, બૂરો રોગિષ્ટ મહદ તન;
મદ બૂરો યોગિ નારિ-મિલન, ભય રંજ બૂરો ભગતમેં;
સત ‘કાગ’,સ્વામી ! સબસે બૂરો, માનભંગ નર જગતમેં.

બૂરો પાન પય ખ્યાલ, બૂર અબલા પ્રધાનપદ,
બૂરો શત્રુગૃહગમન, બૂરો યૌવન રુ રાજમદ;
બૂરો પ્રાતમેં સયન, બૂરો સેવકસે હસવો,
બૂરો અકલ જલ સ્નાન, બૂરો કુગ્રામહિ વસવો;
સહિ બૂરો મલેચ્છ તન સો સદા, બૂરો છિદ્ર પર ખોલનો;
સત ’કાગ’ સ્વામી ! સંસારમેં બૂરો અતિ મુખ બોલનો.

બૂરો વૃથા વિવાદ, બૂરો તન ક્રોધ તપનિકો,
બૂરો નાશ લગિ ધીર, ચિત લોલજ પનિકો;
બૂરો ક્ષત્રિ અતિ શાંત, બૂરો બિન કંઠ સુ ગાયન,
બૂરો અજાનિત પંથ, બૂરો બિનું રૂપ દીર્ઘ તન;
બહુ બૂરો સમય અતિ હૈ બૂરો, બૂરો કાર્ય બિનુ ગર્વ હૈ,
સત ‘કાગ’ સ્વામી ! સંસારમેં, બૂરો ભજન બિનુ સર્વ હૈ.


– દુલા ભાયા કાગ

    તમારો અભિપ્રાય આપો






    Subscribe Here

    વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

    Advertisement

    Advertisement

    માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

    શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

    તો નીચેની લીન્ક પર ક્લિક કરો

    Send Information

    Follow us on Instagram

    error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators