ઈતિહાસ દુહા-છંદ

ભાલબારું – ભાલ પરગણું

Wheat of Bhal Saurashtra

ખંભાતના કાંઠાળા ભાગને ભાલબારું કહે છે, ભાલ, નળકાંઠો, કનેર અને કાઠિયાવાડના સીમાડા એક-બીજા ને આંટીયું નાખીને ઉભા છે, બાવળા બગોદરા, ધોલેરાથી લઇ ને બરવાળા સુધીનો દરિયાકિનારાનો પંથક ભાલ કહેવાય છે. ભાવનગર હાઈવેની સમાંતર વચલો પટ્ટો ‘કનેર’ ના નામે ઓળખાય છે. બાવળાથી પશ્ચિમે સાણંદથી લઈને રાણાગઢ સુધીનો વિસ્તાર નળકાંઠો કહેવાય છે.

સૌરાષ્ટ્રનો ઘેડ પ્રદેશ ઝાલાવાડ અને ભાલ સમુદ્રમાંથી બહાર આવેલો પ્રદેશ છે. જેની ઉપર મીઠો કાપ જામી જવાથી ખેતી થઇ શકે છે, પરંતુ એ ધરતીના તળના પાણી ખરાં છે. ભાલમાં લીમડા, ખીજડા સિવાય ઝાડકે વનરાજી ઓછી જોવા મળે છે. ઉનાળે મૃગજળ અને ધૂળની ડમરીઓથી આકાશ છવાઈ જાય છે. વૃક્ષ વિહોણા પંથક માટે કહેવત જાણીતી છે

‘કપાળમાં ઉગે વાળ તો ભાલમાં ઉગે ઝાડ’ મૂલાંક નપાણિયો પણ મનેખ એના પાણીદાર. હેમચંદ્રાચાર્યની જન્મભૂમિ પણ ધંધુકા-ભાલ છે

ભાલપ્રદેશની ભૌગોલિક સ્થિતિ અને ભુપૃષ્ઠ રચના પાડતા ભગ્વદ્ગોમંડલમાં નોંધાયું છે કે: બે હાજર વર્ષ પેહલા સૌરાષ્ટ્ર દ્વીપકલ્પ નહિ ટાપુ હતો, કચ્છના રણની જગ્યાએ સમુદ્ર હતો. સિંધમુખ સૌરાષ્ટ્રનો પૂર્વ ભાગ હતો. કાળક્રમે સિંધુનદીએ પોતાનું વહેણ બદલાવ્યું એટલે ઝાલાવાડની જમીન કાદવવાળું તળાવ બની ગઈ. ધીરે ધીરે આ તળાવ પુરાઈને  રણ જેવો પ્રદેશ થઇ ગયો. આ પ્રદેશ ખારાશથી ભરપૂર છે. બીજી બાજુ ખંભાતનો અખાત જલ્દી પાછો હટવા લાગ્યો અને અગણોકોં તરફનું રણ હતી જવાથી ત્યાં ‘ભાલપરગણું’ બની ગયું. આ મુકેલ નપાણિયો બનવાનું આ પણ એક કારણ છે. ભાલને ભગવાને ભલે નપાણિયો મુલક બનાવ્યો પણ અઢળક ચાસીયા કાઠા ઘઉં નીપજે છે, એનો જોટો જગતભરમાં જડતો નથી. એન વિગ્મોર નામની એક અમેરિકન મહિલા કેન્સરગ્રસ્ત થઇ ઉપચાર અર્થે મુંબઈ આવી. ઘઉંના જવારાના રસ થી એણે સ્વાસ્થ્ય પુનઃ પ્રાપ્ત કર્યું. એણે જગત આંખની ઘઉંની ૧૫ જાતોમાં ભાલના ઘઉંને સર્વશ્રેષ્ઠ ગણાવ્યા છે. ભાલની ધરતીમાં જન્મેલા આ લેખક (જોરાવરસિંહ જાદવ) આજેય કાઠા ઘઉંની રોટલી, સેવ અને લાડુનો ટેસડો કરે છે. માર વરસાદના પાણી અને દેશી ખાતરથી પાકતા ચાસીયા ઘઉં થોડાક મોંઘા પડે પણ એના લાડુ, થુલી લાપસી ખુબજ સ્વાદિષ્ટ બને છે. એકવાર જમો તો જીભે સ્વાદ રહી જાય છે. એના દુહા અને ઉક્તિઓ એ ધરતીની તાસીરની વાત કરે છે.


ભલ ઘોડા ભલ માનવી, ભલ ગુજરાતે ભાલ;
કાઠી ધરા કાઠિયાવાડની, ભાલ ધરા રસાળ.

નહીં છાશ છમકો ને છાંયડો, એવા કેતાક અવગુણ કહું?
પણ ભૂંડામાં ભલું એટલું, ભાલ નીપજે ઘઉં.

ભાલ પંથકમાં વસવાટ કરનારા ચોમાસાની ગારો ખૂંદનારા, ખરાં પાણી પીનારા માનવીઓને તોય પોતાનું આ વતન વહાલું લાગે છે એટલે તો કહે છે…

ધૂળ ગામ ધોલેર ને બંદર ગામ બારા,
કાઠા ઘઉંની રોટલી ને પાણી પીવા ખરાં
તોય ધોલેરા સારા ભૈ સારા

સૌરાષ્ટ્રમાં પથરાયેલાં પ્રાચીન પરગણાં અને પંથકો ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિ, લોકજીવન અને લોકસંસ્કૃતિનો સુપેરે પરિચય કરાવે છે.

સૌજન્ય: લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ

    તમારો અભિપ્રાય આપો






    Subscribe Here

    વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

    Advertisement

    Advertisement

    માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

    શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

    તો નીચેની લીન્ક પર ક્લિક કરો

    Send Information

    Follow us on Instagram

    error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators