ઈતિહાસ મંદિરો - યાત્રા ધામ

રુકમણી દેવી મંદિર -દ્વારિકા

Rukmani Devi Temple Dwarika

આ મંદિર દ્વારકા શહેરથી માત્ર 2 કિ.મી. દૂર આવેલું છે. આ અંતર માટે એક જૂની પુરાણકથાની સ્થાનિક સ્પષ્ટતા આપવામાં આવે છે. તેઓ કહે છે, એક વખત ભગવાન કૃષ્ણ અને તેમનાં પત્ની રુકમણી ઋષિ દુર્વાસાને દ્વારકા જમવા આવવાનું નિમંત્રણ આપવા માટે ગયા હતા. તેઓ એક જ શરતે આવવા તૈયાર થયા કે તેમનો રથ કોઈ પ્રાણી નહીં પણ કૃષ્ણ અને રુકમણી ખેંચે. દંપતી રાજીખુશીથી તેમ કરવા તૈયાર થયું. રથ ખેંચતી વખતે વચ્ચે રુકમણીને તરસ લાગી, એટલે ભગવાન કૃષ્ણે જમીનમાં પોતાના અંગૂઠો ખોસીને પવિત્ર ગંગા જળનું ઝરણું પ્રગટ કર્યું. રુકમણીએ દુર્વાસાને ધર્યા વિના પહેલો ઘૂંટડો લીધો. તેની આ વિવેકહીનતાથી ક્રોધિત થયેલા દુર્વાસાએ રુકમણીને તે પોતાના પ્રિય પતિથી છૂટી પડી જશે એવો શાપ આપ્યો. અને એટલે જ રુકમણી મંદિર, દ્વારકાના જગત મંદિરથી 2 કિ.મી. દૂર સ્થિત છે. આ મંદિર કદાચ 2500 વર્ષ જૂનું છે, પણ ઘુંમટાકાર મંડપ અને પગથિયાંવાળું ગર્ભગૃહ ધરાવતું તેનું આજનું રૂપ 12મી સદીથી વધુ પુરાણું હોઈ શકે નહીં. રુકમણી મંદિરનો બાહ્યભાગ ખૂબ સુંદર કોતરણી ધરાવે છે. તેના પાયામાં નરાથારસ (મનુષ્યાકૃતિઓ) અને ગજાથારસ(હાથીઓ)ની શિલ્પાકૃતિઓની હાર છે. મુખ્ય તીર્થસ્થાનના પરંપરાગત શિખર સાથે મંડપનો અર્ધગોળાકાર ઘુંમટ તીવ્ર વિસંવાદ રચે છે. અત્યારે ગર્ભગૃહમાં એક ગોખલામાં ભગવાન કૃષ્ણના પત્ની રુકમણીની છબિને બેસાડવામાં આવી છે. આ પવિત્ર મંદિરની બહારના ભાગમાં સામાન્ય રૂપે જોવા મળતી દેવ અને દેવીઓની, નર-નારી સ્વરૂપો સહિતની શિલ્પાકૃતિઓ જોવા મળે છે…….

અહી કઈ રીતે પહોચી શકાય?
સડક માર્ગેઃ જામનગરથી દ્વારકાના રાજ્ય ધોરીમાર્ગ પર દ્વારકા આવેલું છે. અમદાવાદ અને જામનગરથી દ્વારકા જવાની સીધી બસો ઉપલબ્ધ છે.
રેલ માર્ગેઃ અમદાવાદ-ઓખા બ્રોડ ગેજ રેલવે લાઈન પર દ્વારકા સ્ટૅશન છે, ટ્રેનો દ્વારકાને જામનગરથી (137 કિ.મી.), રાજકોટથી (217 કિ.મી.) અને અમદાવાદથી (471 કિ.મી.) જોડે છે. અને કેટલીક ટ્રેનો વડોદરા, સુરત, મુંબઈ, ગોવા, કર્ણાટક અને કેરળમાં ભારતના દક્ષિણ છેડા સુધી નિયમિત દોડતી ટ્રેનો દ્વારકાને જોડે છે.
હવાઈ માર્ગેઃ સૌથી નજીકનું વિમાની મથક જામનગર છે (137 કિ.મી.)

Rukmini Devi Temple:
This temple stands 2 km away from Dwarka City. The local explanation given for this distance is an old legend. They say, once Lord Krishna and his wife Rukmini went to the sage Durvasha to invite him for dinner at Dwarka. He agreed on the condition that Krishna & Rukmini would have to pull his chariot instead of any animal. The couple happily obliged. While pulling the chariot, Rukmini became thirsty so Lord Krishna prodded his toe into the earth to draw a spring of the holy Ganga water. Rukmini took a sip without offering Durvasha. Annoyed by her impoliteness he cursed Rukmini that she would be separated from her beloved husband. Hence Rukmini temple is located 2 kms away from Dwarka’s Jagat Mandir. Maybe 2500 years old, but its domed mandapa and stepped sanctuary cannot be older than the 12th century in its present form.

The exterior of the Rukmini Temple is richly carved. It has a panel of sculpted naratharas (human figures) and a panel of sculpted gajatharas (elephants) at the base. The traditional spire of the main shrine contrasts strongly with the hemispherical dome of the pavilion. The garbhagriha (inner sanctum) has a recessed seat on which the present image of Rukmini, wife of Lord Krishna, was consecrated. The usual sculptures of god and goddesses, along with male and female figures, are seen on the exterior of the shrine.


{as Per Gujarat Tourism Website}

PHOTO GALLERY: Rukmani Devi Temple Dwarika

    તમારો અભિપ્રાય આપો






    Subscribe Here

    વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

    Advertisement

    Advertisement

    માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

    શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

    તો નીચેની લીન્ક પર ક્લિક કરો

    Send Information

    Follow us on Instagram

    error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators