ઈતિહાસ કલાકારો અને હસ્તીઓ

વિભુતિ ના મુખે

Zaverchand Meghani and Kavi Dula Bhaya Kaag

Zaverchand Meghani and Kavi Dula Bhaya Kaagએક વિભુતિ ના મુખે આલેખાયા રાષ્ટ્રિય શાયર વિશે નાં શબ્દો
એ વિભૂતિ એટલે કવિ શ્રી દુલા ભાયા કાગ અને રાષ્ટ્રિય શાયર એટલે મેઘાણી

રાજકોટ મુકામે અખિલ હિંદ ચારણ સંમેલન મળ્યું હતું . કચ્છ, કાઠિયાવાડ , ગુજરાત. સિંધ , થરાદ, માળવા, મેવાડ, મારવાડ અને મધ્ય પ્રાંતના સુકવિઓ અને વાર્તાકારો મળેલા.

એક ચારણ બેઠો હોય તો પણ વાત કરવાનો અન્ય માણસને સંકોચ થાય , એને બદલે એવા બે હજાર ચારણ ત્યાં મળ્યા હતાં. એમાં ઘણા તો કવિરાજો હતા. એમની વચ્ચે બધાના આગ્રહથી એ વામન પણ વિરાટ સમો [મેઘાણી] માંચડા પર ઊભો થયો , એની કસુંબલ, તૃપ્ત અને રીધિંયલ કેરીની ફાડ જેવી આંખ સભાને ખૂણે ખૂણે આડી અવળી ફેરવી અને મારવાડી ગીતથી શરૂ કર્યું.

મોરલા સામા હોંકારા દેવા માંડ્યાં , બરાબર પોણા એ કલાક કોઇએ હોકાની ઘૂંટ ન ખેંચી. હોકા ઓલવાઇ ગયા. લીંબડી-કવિરાજ શ્રી શંકરદાનજી તો ઊભા થઇ એમને ભેટી પડ્યાં, હસવા લાગ્યા કે,


” મેઘાણી ! કળજુગ આવ્યો લાગે છે ! એ સિવાય કાંઇ વાણિયો ગાય અને બે હજાર ચારણો ચુપચાપ ઘેટાં જેમ સાંભળે એ બને ખરું !”
મેઘાણી એ કહ્યું કે
” મુરબ્બી ! આ તો આપનું જ છે. હું તો ચારણોનો ટપાલી છું, બધે પહોંચાડું છું”

-કવિ દુલા કાગ

    તમારો અભિપ્રાય આપો






    Subscribe Here

    વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

    Advertisement

    Advertisement

    માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

    શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

    તો નીચેની લીન્ક પર ક્લિક કરો

    Send Information

    Follow us on Instagram

    error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators