સંતો અને સતીઓ

શામળાબાપા

Sant Shri Shamlabapa
સંતશ્રી શામળાબાપા
સંતશ્રી શામળાબાપા
સંતશ્રી શામળાબાપા -રૂપાવટી ગામ

ભાવનગર જિલ્લાનાં ગારીયાધાર તાલુકાનાં રૂપાવટી ગામે

સંતશ્રી શામળાબાપા એ જે અન્નક્ષેત્ર શરૂ કર્યુ જે આજે પણ ચાલુ છે. હાલ આ જગ્યામાં દર પુનમે મેળો ભરાય છે આ જગ્યા (આશ્રમ) અને સંત શ્રી શામળાબાપા વિષે વધારે માહિતી કે જાણકારી અહીં વાંચવા મળશે.

શામળાબાપા ભાવનગર જિલ્લાનાં ગારીયાધાર તાલુકાનાં રૂપાવટી ગામે મહાન સંત થયા. તેનો જન્મ વિક્રમ સંવત ૧૯૬૮ ને ફાગણ સુદ ૧૫ ને રવિવારનાં દિવસે ભાવનગર જિલ્લાનાં ગારીયાધાર તાલુકાનાં પરવડી ગામે સોરઠીયા વણીક જ્ઞાતિમાં થયો હતો. તેમનાં પિતાનું નામ જીવરાજભાઈ અને માતાનું નામ દેવકુંવરબેન હતું. શામળાબાપાનું પુર્વાશ્રમનું નામ બાલુભાઈ હતું. તેમના માતા-પિતા પણ ભક્તિનાં રંગે રંગાઈ ગયેલા હતાં. અને કહેવાય છે ને કે આવા અવતારી પુરુષો તેવા જ માતાની કુખે જન્મ ધારણ કરે છે. કહેવાય છે કે જયારે શામળાબાપાનો જન્મ થયો, ત્યારે પરવડી ગામમાં સંતશ્રી આત્મારામબાપા રામ જન્મ થયો, રામ જન્મ થયો તેવો જયઘોષ કર્યો અને આદી, અનાદી, અલખનાં આ અવતારી પુરૂષનાં એંધાણ દીધા હતાં. આમ શામળાબાપાએ પોતાનાં સંસારીક જીવનમાં બાલુભાઈ તરીકે તેમનું જીવન શરૂ કર્યુ હતું.

બાલુભાઈ પોતાની જીદંગીમાં હજુ તો ડગ માંડતા હતાં, તેવામાં જ એક કરૂણ પ્રંસંગ બન્યો. તેમની ઉમંર માંડ હજુ તો બે થી અઢી વર્ષની હશે અને બન્યું એવું કે તેમના પિતા જીવરાજભાઈનું અવસાન થયું. તેઓ તો સંસારની આવી આટીઘુંટીની કોઈ પણ જાતની જાણ વગર જ દિવસો પસાર કરતા હતા. તે સમયે આ અવતારી પુરૂષનો ઉછેર પણ કારમી ગરીબીમાં થયો હતો. જીંદગીના આવા કપરા સમયે બાલુભાઈને લઈને તેમની માતા દેવકુંવરબેન તેમના મોસાળ એવા તાતણીયા ગયા હતા. જેથી બાલુભાઈનું બાળપણ ત્યાં વિત્યું હતું. કહેવાયું છે ને કે જીવનમાં “મા તે મા બીજા બધા વગડાનાં વા”. તે પંક્તિને સાર્થક કરતા હોય તેમ બાલુભાઈની માતાને તેમના પુત્રના ભવિષ્યની ચિંતા થવા લાગી. જેથી તેઓએ બાલુભાઈને રાજકોટ શહેરમાં છાત્રાલય (બોર્ડીંગ)માં મોકલી આપ્યા. જયાં રહીને તેઓ અભ્યાસ કરી શકે.


કહેવાય છેને કે, જેનો આત્મા જ ઉચ્ચ કોટીનો હોય છે, તેને જ સાચી ભક્તિ પ્રાપ્ત થાય છે. અને તે જ જીવનમાં કાંઈક કરી શકે છે. તેઓના રાજકોટમાં અભ્યાસ દરમિયાન એક દિવસ એક પ્રસંગ બન્યો. એક દિવસ બાલુભાઈ પણ છાત્રાલયના વિધાર્થીઓ સાથે સંતશ્રી રણછોડદાસજી મહારાજનાં દર્શને ગયા. ત્યાં બાપુનાં સાનિધ્યમાં બધા વિધાર્થીઓ વંદન કરીને બેઠા હતા, ત્યારે શ્રી રણછોડદાસજીબાપુએ બાલુભાઈને કહ્યું કે, તું એકલો મારી પાસે આવજે. તે સમયથી જ બાલુભાઈનાં રોમેરોમમાં આનંદ થવા લાગ્યો અને એક દિવસ તેઓ છાત્રાલયમાંથી રજા લઈને શ્રી રણછોડદાસજીબાપુ પાસે પહોંચી ગયા. ત્યાં જઈને બાપુનાં ચરણસ્પર્શ કરીને, સામે બેસી ગયા. તે સમયે જ શ્રી રણછોડદાસજીએ બાલુભાઈને કહ્યું કે, તું તપેશ્વરી થઈશ, રાજેશ્વરી થઈશ, યોગેશ્વરી થઈશ. આ સાંભળતા જ તેમના મનમાં વિચારોનાં વમળો ઉઠવા લાગ્યા. તેઓના જન્મ સમયે શ્રી આત્મારામજીબાપુએ જ જયઘોષ કર્યો હતો અને આજે શ્રી રણછોડદાસજીબાપુએ કહ્યું કે તું તપેશ્વરી થઈશ. જેથી તેઓને અહીંથી જ થવા લાગ્યું કે મારો જન્મ જ સેવા કરવા માટે જ થયો છે. આમ તેઓના અભ્યાસની સાથે ધાર્મિક રુચી પણ જાગૃત થઈ હતી. સમય આગળ આગળ ચાલ્યો જતો હતો.

    તમારો અભિપ્રાય આપો






    Subscribe Here

    વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

    Advertisement

    Advertisement

    માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

    શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

    તો નીચેની લીન્ક પર ક્લિક કરો

    Send Information

    Follow us on Instagram

    error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators