ભજન-પ્રભાતિયા-પ્રાર્થના સંતો અને સતીઓ

સંત સાહિત્યમાં પ્રખ્યાત

Narayan Swami

શું છે સંત સાહિત્યમાં પ્રખ્યાત…

સાખીઓ = કબીરસાહેબની
પદો = મીરાંબાઇનાં
રવેણીઓ\રમૈની = કબીરસાહેબની
ભજનો = દાસી જીવણનાં
આગમ = દેવાયત પંડિતનાં
આગમ = લખીરામના
કાફી = ધીરાની
ચાબખા = ભોજાભગતના
છપ્પા = અખાના
કટારી = દાસી જીવણની
ચુંદડી = મૂળદાસની
પંચપદી = રતનબાઇની
પ્રભાતિયાં = નરસિંહ મહેતાનાં
દોહે = કબીરસાહેબ, રહિમ અને તુલસીદાસના
ચોપાઇઓ = તુલસીદાસની

ભજન એટલે શું?
ભગવાનને અનુલક્ષીને ગવાયેલા કોઇપણ પદ કે પદ્યને ભજન કહેવાય છે. ભારત દેશના લોકોમાં પૌરાણિક જમાનાથી જુદા જુદા દેવ-દેવીઓને અનુલક્ષીને જુદી જુદી ભાષાઓમાં બહોળી સંખ્યામાં ભજનો ગવાય છે. ગુજરાતી લોકો કહે છે કે ભોજનમાં પ્રભુની ભક્તિ ભળે તો ભોજન પ્રસાદ બની જાય અને જો કોઈ ગીતમાં પ્રભુની ભક્તિ ભળે તો ગીત ભજન બની જાય. નરસિંહ મહેતા, મીરાં બાઈ, દાસી જીવણ, સંત કબીર, ત્રિકમ સાહેબ, રવિ સાહેબ, નિરાંત મહારાજ અને ગંગાસતિ વગેરેના ભજનો ગુજરાતના લોકોમાં ખુબ જાણીતાં છે.

ભજન શબ્દ ‘ભજ’ ધાતુ પરથી બન્યો છે. ભજન એ માત્ર ગાવાની વસ્તું નથી, ગાવાની સાથે ભજન (ભજવાનું) કરવાનું હોય છે. ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને અનેક ભજનો કંઠસ્થ હતાં. એમાં નરસિંહ મહેતાનું વૈષ્ણવજન તો એને રે કહીએ એમને અત્યંત પ્રિય હતું.


    તમારો અભિપ્રાય આપો






    Subscribe Here

    વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

    Advertisement

    Advertisement

    માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

    શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

    તો નીચેની લીન્ક પર ક્લિક કરો

    Send Information

    Follow us on Instagram

    error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators