Ratibhai Raiyani
મનોરંજન

૫ કિલોનાં લીંબુ

ગોંડલમાં ઉગે છે ૫ કિલોનાં ‘લીંબુ’

પચાસ કે સો ગ્રામનાં લીંબુ તો આપણે ખૂબ જોયા હોય. પરંતુ કોઇ એમ કહે કે પાંચ કિલોનું લીંબુ જોયું?. તો આ વાત સાંભળી આપણને અચૂક અચરજ લાગે અને એમ માનીએ કે આ ફેંકે છે. પરંતુ આ વાત સાચી છે.

ગોંડલનાં કૈલાશબાગ સોસાયટીમાં રહેતા અને મોવિયા રોડ પર ખેતર ધરાવતા રતીભાઇ રૈયાણીનાં ખેતરમાં ઉગાડેલી લીંબુડીનાં ઝાડમાં પાંચ-પાંચ કિલોગ્રામનાં લીંબુ ઉગતાં ખુદ રતીભાઇ પણ આશ્ચર્યચકિત થઇ ગયા હતા.

રતીભાઇ રૈયાણી અને તેમનો પુત્ર બે વર્ષ પહેલા ગીર વિસ્તારની મુલાકાતે ગયા હતા. જ્યાંથી બંન્નેએ ચિકુ, સિતાફળ અને લીંબુડીનાં રોપા લીધા હતા. બે વર્ષમાં આ તમામ રોપા છ-છ ફૂટ સુધીનાં ઉંચા થઇ ગયા હતા. ગીર વિસ્તારમાંથી લઇ આવેલી લીંબુડીમાં મહાકાય લીંબુ ઉગવા લાગ્યા હતા.

ઉલ્લેખનિય છે કે, છેલ્લા કેટલાક સમયથી સૌરાષ્ટ્રનાં ખેડૂતોમાં કૃષિ ક્રાંતિ આવી હોય તેમ અગાઉ મસમોટી દૂધી, મૂળા સહિતનાં શાકભાજીઓ ઉગાડયાંનાં બનાવો પ્રકાશમાં આવ્યાં છે.