ઈતિહાસ સંતો અને સતીઓ

આપા દાન મહારાજ

આપા દાન મહારાજ (ચલાલા)
આપા દાન મહારાજ (ચલાલા) ચિત્રાંકનઃ કરશનભાઇ ઓડેદરા-પોરબંદર

ચલાલામાં સુપ્રસીદ્ધ દાન મહારાજનો આશ્રમ આવેલો છે. દાન મહરાજના આશ્રમની ગાદીએ મહંત શ્રી વલકુબાપુ બીરાજમાન છે. વલકુબાપુના અનુચરો તેમને અત્યંત આદરથી જુએ છે અને તેમની ગણના પરમ પૂજ્ય તથા વિદ્વાન તરીકેની કરે છે. આ ભક્તો તેમને “મહાવિદ્વાન આદરણીય પરમ પૂજ્ય શ્રી વલકુબાપુ” કહીને બોલાવે છે. વલકુબાપુ ધાર્મિક પ્રવૃત્તિની સાથે સાથે સામાજીક ક્ષેત્રે પણ યોગદાન આપી રહ્યા છે. તેઓ ચલાલા આર. કે. એમ. એમ. હાઇસ્કુલના મુખ્ય ટ્રસ્ટી તરીકે અને શ્રી દાનેવ ગુરુકુળ, ચલાલાની સ્થાપના કરી શિક્ષણશેત્રે પણ સેવા આપી રહ્યા છે.

આપા દાના સંવત ૧૮૨૪ માં આપાદાના ફરતા ફરતા ચલાલા પાસેના ગિરકાંઠાના ગરમલી ગામે આવ્યા. નાનું એવુ ખોરડું બાંધી ગાયોની સેવા શરુ કરી અને લોટ-દાળનું સદાવ્રત માંડ્યું.૧૮ વર્ષ આપા દાના ગરમલીમાં રહ્યાં. સંવત ૧૮૪૧-૪૨ ના દુકાળમાં આપાને ગરમલીના કાઠી દરબારો સાથે સદાવ્રત અંગે મનદુઃખ થયું. આપા ગરમલી છોડી બોડકા આવ્યા. આજે એ સ્થળે ઉજ્જડ ટીંબો ઉભો છે.

આ ટીંબાની બાજુમાં આવેલ ચલાળાનો પણ રસપ્રદ ઇતિહાસ છે. ચલાળા પેહલા એક નેસડુ હતું. ધારીની સડકે અત્યારે જ્યાં નાના રાજકોટનો ટીંબો છે ત્યાં સવંત ૧૮૦૦ની સાલમા ગામ વસેલું હતું. વાળા કાઠી કાંધાવાળાનું શાશન હતું. એના નીચે પચાસક ગામો હતા. તે ભાંગીને ઝર, ચલાળા અને મીઠાપુર એ ત્રણ ગામ આબાદ થયેલા.

નાના રાજકોટથી વાળા કાઠીની એક શાખાએ ચલાળા આવીને વાસ કર્યો. કાંધાવાળાના દીકરા ભોકાવાળાએ જયાં નેસડુ હતુ ત્યાં તોરણ બાંધ્યું. તેની નીચે ૧૨ ગામ મુકાયા હતા. સમય જતા ચલાળા અને બીજા છ ગામ નવાનગરના જામને ત્યાં ગીરવે મૂક્યાં. તેનો ગિરોહક્ક સંવત ૧૮૬૮ માં જામ પાસેથી ગાયક્વાડી સૂબા વિઠ્ઠલરાવે વેચાતો લીધો. એ પછી ચલાળા કાઠી દરબારનું ગામ મટી જઇને ધારી મહાલમાં ગાયકવાડી હકૂમત નીચે આવ્યું.


આપા દાનાએ ગરમલીના દરબારો સાથે મનદુઃખ થયાના સમાચાર ભોકાવાળાને મળ્યા. આથી બોડકા જઇ આપા દાનાને ચલાળા આવી જગ્યાં બાંધવા વિનવણી કરી. બીજી બાજુ ગરમલીના દરબારો પણ શરમાઇને આપાને લેવા બોડકા પોહચ્યા. ભોળા હ્રદય ના આપા દાના કહે જેના ગાડા અમારો સામાન લેવા વેહલા પોચસે ત્યાં હું જઇશ. ભોકાવાળાએ રાતના જ ગાડા રવાના કરી દીધા. ગાડામાં સમાન ભરાઇ રહ્યા પછી ગરમલીના ગાડા પોહચ્યાં. આપા વચને બંધાયા હતા એટલે ચલાળા જઇ સંવત ૧૮૫૨ માં જગ્યાં બાંધી. ધરમની ધજા ખોડી, ગૌસેવા અને ગોળ-ચોખાનું સદાવ્રત વેહતુ કર્યુ.

દાના ભગતની પ્રકૃતિ નિર્લોભી હતી. ભાવનગરના ઠાકોર વજેસિંહજીએ આપાથી આકર્ષાયને સાવરકુંડલા પાસેનું કરજાળા ગામ જગ્યાને અર્પણ કર્યુ હતું. આપાએ તેનો અસ્વીકાર કર્યો. છેવટે ઠાકોરની ખૂબ સમજાવટ પછી છ સાંતીની જમીન સ્વીકારી.

કુંકાવાવ પાસેના અમરાપુર (ધાનાણી) ગામે એક્વાર આપાદાના અભ્યાગત અને આદરમાનનો ઉપદેશ દેતા દેતા આવી પહોંચીયા. ગામના મોટેરાઓએ આપાની બહુ ચાકરી કરી હતી. અમરાપુરની વસ્તીને વાળાના રોગે ભરડો લીધો હતો. આપા જુએ તો કોઇના પગે, તો કોક્ના હાથે પાટા બાંધેલા. તરત ઉભા થયા. આખા ગામના પાણી શેરડા જેવી વાવની આસપાસ લુગડા ધોવાય છે.ક ચરાવાળા પગલઇ બાયું અંદર પાણી ભરવા ઉતરે છે, ગંદકીનો પાર નથી.

આપા રોગનું મૂળ સમજી ગયા. વાવથી થોડે દૂર એક સુકાઇ ગયેલી તલાવડીમાં આવીને તળ તપાસ્યું. ગામ લોકોને કૂવો ગાળવા જણાવ્યું કૂવામાંથી અનર્ગળ પાણી નીક્ળ્યું. જુનીવાવ બુરાવી દીધી અને ગામને કૂવા કાંઠે ગંદકી ન કરવાનું સમજાવી આપા આગળ વધ્યા.

આપા દાનાના બે પ્રતાપી શિષ્યો થયા, સતાધારના આપા ગીગા અને ચલાળાના મૂળીઆઇ. આપાગીગાએ દાનબાપુ પાસે કંઠી બંધાવી. જગ્યામાંથી ૧૦૮ ગાયો આપાદાનાએ ગીગા ભગતને આપી અને ગવત્રિયુંના દિલ જયાં ઠરે ત્યાં જગ્યા બાંધવા આદેશ આપ્યો. આપાગીગાએ પરીભ્રમણ આદર્યુ અને ગિરમાં આંબાઝરને કાંઠે સતાધારની સ્થાપના કરી. ઉપરોક્ત બન્ને જગ્યાનું ગુરુસ્થાન ચલાળાની આપા દાનાની જગ્યા છે.

Aapa Dan Maharaj Chalalaબગસરા ના દરબાર હરસુરવાળા ને ગાયકવાડ ના સુબા વિઠ્ઠલરાવે જ્યારે ધારી ના ઓઘડવાળા ના જામીન થવા બદલ કારાવાસ મા પુરેલા, એમને અમરેલી લઇ જઇ પગમાં પાંચ શેર ની બેડીઓ પેરાવેલી ત્યારે દાન મહારાજ ને યાદ કરતા હરસુરવાળા ની બેડીઓ તુટી હતી. વિઠોબા એ જાણ્યુ કે આમને દાન મહારાજ ના સ્મરણ કરવા થી બેડીઓ તુટે છે એટલે એને દાનબાપુ ને મળવા ની ઇચ્છા થઇ, દાન મહારાજ સદાવ્રત ચલાવતા હતા ત્યા દક્ષિણ ના બ્ર્હામણ ના વેશ માં વિઠોબા આવ્યો અને કહ્યુ કે મને પણ જાર જોઇએ છે, અને દાન મહારાજે પાંચ મુઠી જાર એની જોળી મા નાખી અને કહ્યુ કે કોડીનાર થી દ્વારકા સુધી ની જાર ઠાકર તને અને તારા રાજ ને અર્પણ કરે છે, ત્યારબાદ વિઠોબા પાંચ મહાલ(પરગણા) જીતી ને પાછો આવ્યો અને પાણીયા અને સોનારીયા ગામ જગ્યાને આપવા આગ્રહ કર્યો પણ દાનબાપુ એ ના પાડી. પણ સુબો પગ મા પડી ગયો અને કહ્યુ કે મે તો સંકલ્પ જ કર્યો છે, ના છતા છેવટે સોનારીયા ની ૧૦૦ વિઘા જમીન જગ્યાને અર્પણ કરી.

આપા દાના બ્રહ્મચારી હતા. તેથી તેમના અનુગામી તરીકે એમના ભત્રીજા આપા જીવણા આરુઢ થયા.

૯૪ વર્ષનું દીર્ઘાયુષ્ય ભોગવી સંવત ૧૮૭૮ માં તેઓ દેવ થયા. તેમના પછી આપા જીવણા ગાદીએ આવ્યા. સંવત ૧૮૭૯ માં આપા જીવણે દાના મહારાજના સમાધિસ્થળે મંદિર ચણાવી અંદર તેની પાદુકા પધરાવી.

જીવણભગત પછી ગાદીપતી તરીકે દેવાભગત આવ્યા.સંવત ૧૯૩૨ માં તેનુ અવસાન થતા ઉનડબાપુ ગાદીએ આવ્યા. સંવત ૧૯૩૪માં પાલીતાણાના ઠાકોર સૂરસિંહજીએ જગ્યાને ચાંદીના કમાડ કરાવી આપ્યા હતા.

જગ્યામાં દાન મહારાજના સમાધિ મંદિર, આપા દાનાએ સ્થાપેલ હનુમાનજી અને દાનેશ્વર મહાદેવની પુજા થાય છે. તમામ ૭ મંહતોના સમાધિ મંદિરો પણ સ્થાનક્માં સ્થીત છે. દાન મહારાજની સુખડના મોટા મણકાની માળા તથા તેઓ વાપરતા તે ઢોલિયો જગ્યામાં સાચવવામાં આવ્યો છે. આપા દાનાએ શરુ કરેલું અન્નક્ષેત્ર સતત બસો વર્ષથી એક્ધારું ચાલે છે.

ચિત્રાંકનઃ કરશનભાઇ ઓડેદરા-પોરબંદર
ટાઈપ -પ્રેષીતઃ મયુરભાઇ સિધ્ધપુરા-જામનગર
માહિતી સંકલનઃ काठी संस्कृतिदीप संस्थान
ખુબ ખુબ આભાર: કાઠિયાવાડ ગ્લોરી

    તમારો અભિપ્રાય આપો






    Subscribe Here

    વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

    Advertisement

    Advertisement

    માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

    શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

    તો નીચેની લીન્ક પર ક્લિક કરો

    Send Information

    Follow us on Instagram

    error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators