ઈતિહાસ ફરવા લાયક સ્થળો મંદિરો - યાત્રા ધામ

અગ્નિકુળ રાજપૂતો નું જન્મ સ્થળ

પરમાર, ચૌહાણ, સોલંકી તથા પરિહાર

Gaumukh-Temple-Aashramગૌમુખ મંદિર:
માઉન્ટ આબુ ક્ષેત્રમાં ઘણા સુંદર તથા પ્રખ્યાત પર્યટન સ્થળો છે જો આપ આબુ જાઓ તો ગૌમુખ મંદિર જરૂર થી જજો, જો આપને ગૌમુખ ના તથા તેની આજુબાજુના સુંદર સ્થળો ને જોવાનો અવસર મળે તો આપ સહેલગાહ તથા પીકનીકની સાથે સાથે મંદિરના સુંદર રમણીય દ્રશ્યો તથા મૂર્તિઓનો પણ આનંદ લઇ શકશો. ગૌમુખ મંદિર ધાર્મિક આસ્થા તથા ધ્યાન યોગ માટે ઘણું વિખ્યાત છે.

Gaumukh-Temple-Nandiniગૌમુખ મંદિરને આ સ્થળે ઋષિ વશિષ્ઠને સમર્પિત કરવા માટે બનાવવામાં આવ્યું હતું, એવું માનવામાં આવે છે કે ઋષિ વશિષ્ઠએ અહી એક યજ્ઞ કર્યો હતો જેમાંથી ચાર મોટા રાજપૂત કુળોનો જન્મ થયો હતો અહી એક અગ્નિ કુંડ નામક એક કુંડ છે, એવું માનવામાં આવે છે કે આ અગ્નિકુંડ થી ઋષિ વશિષ્ઠએ પોતાના યજ્ઞ માટે પવિત્ર અગ્નિ પ્રજ્જ્વાલ્લિત કરી હતી જેમાંથી ચાર રાજપૂત કુળનો જન્મ થયો હતો.

Gaumukh-Temple-Kundજે લોકો ગૌમુખ મંદિર માટે આસ્થા રાખે છે તેમના માટે ગાય એક પવિત્ર જાનવર છે, મંદિરના પાસે આપને એક ઝરણું મળશે જેના વિષય માં એવું મનાય છે કે તે એક ગાયના મોઢા ના આકાર વાળી ચટ્ટાન થી મળે છે, અહી ગાયની એક મોટી પાષાણ મૂર્તિનું નિર્માણ કરવામાં આવેલ છે. બજહ નાન્દીનું પ્રતિરૂપ છે જે ભગવાન ભોળાનાથ નું વાહન છે. અહી અહી એક ઝરણું પથ્થરના કૃત્રિમ બળદના મોઢામાંથી વેહ્તું રહે છે તેના પાસે જ નંદી, ઋષિ વશિષ્ઠ, ભગવાન રામ તથા ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિઓ પણ છે.

વશિષ્ઠ આશ્રમ
ગૌમુખ થી આગળ ચાલી ને વશિષ્ઠ આશ્રમ આવે છે. લઘ્ભાગ ઈ. સ. ૧૩૩૭ માં ચંદ્રતી ચૌહાણ રાજા કનહડ દેવે આ મંદિર નું નિર્માણ કરાવ્યું હતું, મંદિર માં ગુરુ વશિષ્ઠ તથા તેમના વિદ્યાર્થીઓ શ્રી રામ અને લક્ષ્મણ તથા ગુરુ વશિષ્ઠ નીપત્ની આરૂંદતી ની સુંદર મૂર્તિઓ છે. જેના દર્શન નું એક અલગ જ મહત્વ છે મંદિરના મુખ્ય દ્વાર ઉપર કામધેનું ગાય નંદી ની મૂર્તિ છે  જે ગુરુ વશિષ્ઠ થી સંબંધિત છે, એક જૂની કેહવત અનુસાર ગુરુ વશિષ્ઠ એ ભગવાન શિવજી ની ઘણી કઠોર તપસ્યા અહિયાં કરી હતી, અષાઢ માસની પૂર્ણિમા ઉપર દર વર્ષે અહિયાં એક સંસ્કૃતિક કાર્યક્રમ થાય છે,

Gaumukh-Temple-Aagnikundઅગ્નિકુંડ
અહિયાં જે અગ્નિ કુંડ છે તેમાંથી ઋષિ વશિષ્ઠએ ચાર મોટા રાજપૂત કુળોને ઉત્ત્પન્ન કાર્ય હતા, પૌરાણિક કથા અનુસાર ભગવાન પરશુરામ ને ધરતીને ક્ષત્રીય વિહીન કરવાની ચેષ્ટા કરી  હતી આબુ પર રેહવા વાળા ઋષિ મુનીયો એ દેવતાઓની સહાયથી આ અગ્નિકુંડમાં આ પવિત્ર યજ્ઞ નો પ્રબંધ કર્યો હતો જેમાંથી પરમાર, ચૌહાણ, સોલંકી તથા પરિહાર નામક અગ્નિ કુળ રાજપૂતો નો જન્મ થયો, તેથી જ આ સ્થળ ને રાજપૂતો માટે ઘણું પવિત્ર માનવામાં આવે છે.Gaumukh-Temple-Agnikund

વ્યાસ તીર્થ
વશિષ્ઠ આશ્રમ થી લગભગ ૧ કી.મી. ચેતી ઉપર વ્યાસ તીર્થ છે, જેને ઋષિ વેદવ્યાસના નામ ઉપર સ્થાપિત કરવામાં આવ્યું હતું ઋષિ વેદવ્યાસ મહાભારતના યુદ્ધની રૂપરેખા ત્યાર કરી હતી, એવું માનવામાં આવે છે કે બુદ્ધિહીન વ્યક્તિ ને પણ અહી બુદ્ધિનું વરદાન મળે છે.

માહિતી સૌજન્ય: ફેસબુક મિત્ર જયદીપસિંહ ડોડીયા