કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે

Abhimanyu

લોક ગીત
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે

દીકરા દુશ્મન ડરશે દેખી તારી આંખડી રે.
મારા બાલુડા ઓ બાળ, તારા પિતા ગયા પાતાળ,
હાંરે મામો શ્રીગોપાળ, કરવા કૌરવકુળ સંહાર…
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.

હે… માતા, પહેલે કોઠે કોણ આવી ઊભા હશે રે ?
પહેલે કોઠે ગુરુ દ્રોણ, એને જગમાં જીતે કોણ
કાઢી કાળવજ્રનું બાણ, લેજો પલમાં એના પ્રાણ…
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.

હે… માતા, બીજે કોઠે કોણ આવીને ઊભા હશે રે ?
બીજે કોઠે કૃપાચાર્ય, સામા સત્યતણે હથિયાર,
મારા કોમળઅંગ કુમાર, એને ત્યાં જઈ દેજો માર…
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.

હે… માતા, ત્રીજે કોઠે કોણ આવીને ઊભા હશે રે ?
ત્રીજે કોઠે અશ્વત્થામા, એને મોત ભમે છે સામાં,
એથી થાજો કુંવર સામા, એના ત્યાં ઉતરવજો જામા…
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.

હે… માતા, ચોથે કોઠે કોણ આવીને ઊભા હશે રે ?
ચોથે કોઠે કાકો કરણ, એને દેખી ધ્રુજે ધરણ,
એને સાચે આવ્યાં મરણ, એનાં ભાંગજે તું તો ચરણ…
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.

હે… માતા, પાંચમે કોઠે કોણ આવીને ઊભા હશે રે ?
પાંચમે કોઠે દુર્યોધન પાપી, એને રીસ ઘણેરી વ્યાપી,
એને શિક્ષા સારી આપી, એના મસ્તક લેજો કાપી…
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.

હે… માતા, છઠ્ઠે કોઠે કોણ આવીને ઊભા હશે રે ?
છઠ્ઠે કોઠે મામો શલ એ તો જન્મોજનમનો ખલ,
એને ટકવા નો દઈશ પલ, એનું અતિ ઘણું છે બલ…
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.

હે… માતા, સાતમે કોઠે કોણ આવીને ઊભા હશે રે ?
સાતમે કોઠે એ જયદ્રથ ઈ તો લડવૈયો સમરથ,
એનો ભાંગી નાંખજે દત, એને આવજે બથ્થમબથ…
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.

Posted in લોકગીત

આ પણ વાંચો...

1)    પશુધન અને તેની ઉપરની સોરઠીલોકોની મમતા 2)    વિદાય
3)    સૂના સમદરની પાળે 4)    હાલો ને આપણા મલકમાં
5)    સંગાળશા શેઠ ને ચંગાવતી રાણી 6)    ગોંડલનું રાજગીત
7)    જનેતાના દૂધમાં ભાગ 8)    કાગવાણી
9)    હાલાજીતારા હાથ વખાણું 10)    કોઈનો લાડકવાયો
11)    ગોકુળ આવો ગિરધારી 12)    જય જય ગરવી ગુજરાત
13)    જવામર્દો મહેરો ની યશોગાથા -મણિયારો 14)    ગુજરાતી લોકગીત
15)    મા મને કોઈ દી સાંભરે નઇ 16)    દશાવતાર -દોહા
17)    કસુંબીનો રંગ 18)    તલવારનો વારસદાર
19)    ઝૂલણ મોરલી વાગી રે 20)    બૂરા ક્યા?
21)    એકબીજાને જીતશું રે ભાઈ 22)    માણેસ, તું મરોય
23)    ચાંદો ઊગ્યો ચોકમાં ઘાયલ 24)    આપણા મલકના માયાળુ માનવી
25)    ધન્ય ધન્ય સૌરાષ્ટ્ર ધરા 26)    મોરબીની વાણિયણ
27)    તારી બાંકી રે પાઘલડી નું ફૂમતુ રે 28)    અમ દેશની એ આર્ય રમણી
29)    કે મીઠો માંનો રોટલો 30)    ધન્ય સોરઠ ભોમકા
31)    આજનો ચાંદલિયો 32)    ઇંધણા વીણવા ગઇ’તી મોરી સૈયર
33)    દેવાયત પંડિતની આગમવાણી 34)    સત નિર્વાણ ફાઉન્ડેશન
35)    પાપ તારું પરકાશ જાડેજા 36)    મન મોર બની થનગાટ કરે
37)    ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું 38)    ચારણ કન્યા
39)    રૂડી ને રંગીલી 40)    આવકારો મીઠો આપજે રે
41)    મારો હેલો સાંભળો 42)    જનનીની જોડ સખી!
43)    શિવાજીનું હાલરડું